જલ્સા કરોને જેંતીલાલ

આ આફ્રિકાન દેશના વિચિત્ર માર્કેટ વિષે તમે ક્યારેય નહીં જાણ્યું હોય, અહીં તમને માત્ર 650 રૂપિયામાં મળશે 50 કી.ગ્રામ સોમાલીલેન્ડની મુદ્રા

સમગ્ર વિશ્વમાં તમને અચંબામાં મુકી દે તેવી સેંકડો જગ્યાઓ છે. પણ સોમાલિયાનું આ માર્કેટ તમને દીગ્મુઢ કરી દેશે. આ માર્કેટમાં પગ મુકતા જ તમે તમારી વિચારવાની ક્ષમતા ગુમાવી દેશો. વિશ્વનું આ એક એવું બજાર છે જ્યાં તમને વિદેશી રૂપિયાના બદલામાં મળે છે કીલ્લોના ભાવે સ્થાનીક નાણું.

તમે ભલે દુનિયા ઘુમ્યા હોવ અને વિવિધ જાતના બજારો જોયા હોય. કોરિયા-ચાઈનાના વિશાળ આધુનિક માર્કેટ જોયા હોય કે પછી યુરોપનું સરસમજાનું શાક માર્કેટ જોયું હોય કે પછી અમેરિકામાં આવેલા ટાર્ગેટના વિશાળ સુપરમાર્કેટ જોયા હોય પણ આ બજારની તમે જો મુલાકાત લેશો તો તમને એક અલગ જ લાગણી થશે તેની અમે ગેરેન્ટી આપીએ છીએ.

અહીં રૂપિયાને કોઈ બેગ કે પર્સમાં લઈને નથી ફરતું અહીં રૂપિયાને લોકો હાથ લારીઓમાં લઈને ફરે છે. આપણા માટે ભલે એક રૂપિયાનું કંઈ વધારે મહત્ત્વ ન હોય પણ જો તમે તમારો આ જ રૂપિયો સોમાલીલેન્ડના નાણા સાથે બદલશો તો તમને તેની ખરી કીંમત સમજાશે.

આફ્રિકામાંથી સ્વેચ્છાએ છુટ્ટો પડેલો આ દેશ છે જેનું નામ છે સોમાલીલેન્ડ. અહીં તમને રસ્તાઓ પર નોટોના હજારો બંડલો વેચાતા જોવા મળશે. આપણે અહીં તો આવી રીતે એકસાથે રૂપિયા જોવા મળે તો ઇંકમટેક્ષના કંઈ કેટલાએ અધિકારીઓ દરોડા પાડવા માટે ભેગા થઈ જાય. પણ આફ્રીકાના સોમાલીલેન્ડમાં તો ચલણી નોટોનું એક કાયમી માર્કેટ ભરાય છે.

1991માં સોમાલીલેન્ડ ગૃહયુદ્ધ બાદ સોમાલિયાથી અલગ થઈ ગયું અને એક નવો દેશ રચ્યો. તમને એ જાણીને નવાઈ લાગશે કે આ દેશને અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય રીતે કોઈ જ માન્યતા આપવામાં આવી નથી. આફ્રિકાના કેટલાએ દેશોની જેમ આ દેશ પણ ખુબ જ ગરીબ છે. અહીં કોઈ પણ જાતની સરકારી વ્યવસ્થા અમલમાં મુકવામાં નથી આવી. આ દેશનું ચલણી નાણું શિલિંગ છે જેને પણ આંતરરાષ્ટ્રીય રીતે કોઈ જ માન્યતા મળી નથી. આ ઉપરાંત અહીંના લોકોનો આવકનો કોઈ સ્રોત પણ નથી.

અહીં જો તમે 1 અમેરિકન ડોલર આપશો તો તમને તેની સામે 9000 શિલિંગ મળશે. અને માત્ર 650 રૂપિયામાં તો તમને 50 કીલો શિલિંગ મળી જશે. જો કે તમારે ખુશ થવાની કંઈ જરૂર નથી કારણ કે અહીં વસ્તુઓની કીંમત તો સામાન્ય દેશોની જેમ જ છે પણ ચલણી નોટોની કીંમત ખુબ જ ઓછી છે. ઉપરાંત જ્યાં તમારી પાસે તમારી બેગમાં કપડાંની પણ જગ્યા નથી હોતી ત્યાં આ લારી ભરાય તેટલા રૂપિયા તમે ક્યાં-ક્યાં લઈને ફરવાના !

આ ઉપરાંત આ દેશમાં એકપણ માન્ય બેંક નથી. એટલે કે આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવતી અહીં કોઈ જ બેંક નથી. થયુંને આશ્ચર્ય.

પણ આ નબળાઈ ધીમે ધીમે તેમની તાકત બનતી જઈ રહી છે. કારણ કે અહીં આપણે જ્યાં કેશલેસ થવા માટે કેટલીએ ચળવળો ચલાવી રહ્યા છે ત્યાં આપો આપ જ બધા વ્યવહાર ધીમે ધીમે કેશલેશ થતાં જઈ રહ્યા છે. કારણ કે અહીંની ચલણી નોટોની તો કોઈ કીંમત જ નથી.

નાની એવી વસ્તુના બદલામાં કીલોના વજનની ચલણી નોટોની હેરફેર અહીંના લોકો માટે એક મોટી સમસ્યા છે. અને આવા સંજોગોમાં તેમણે હવે મોબાઈલથી રૂપિયા ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા ઉભી કરી લીધી છે.

આજે સોમાલીલેન્ડના શિલિંગની કીંમત 1 અમેરિકન ડોલરની સામે 9000 સોમાલીલેન્ડ શીલીંગ કરતાં પણ વધારે છે તેવામાં લોકો વચ્ચે આર્થિક વ્યવહાર કરવો ખુબ અઘરો થઈ ગયો છે. થોડા વર્ષો પહેલાં આ આંકડો અરધો હતો. આજે તમારે સાવ જ પાતળી એવી સોનાની ચેન સોમાલીલેન્ડમાં ખરીદવી હોય તો તેના માટે તમારે લાખો સોમાલી મુદ્રા આપવી પડે છે.

તમને આશ્ચર્ય થશે પણ અહીંના જ્વેલર્સ સોનાની ખરીદીની સામે સોમાલીલેન્ડની મુદ્રા નથી લેતા પણ અમેરિકન ડોલર લે છે અથવા તો મોબાઈલ લે છે. આ સમસ્યાના કારણે આ નાનકડો દેશ ધીમે ધીમે નાણાના સ્થુળ સ્વરૂપને નકારી રહ્યું છે ખાસ કરીને પોતાના દેશની મૂલ્ય વગરની મુદ્રાને નકારી રહ્યું છે. કારણ કે તેઓ ખુશી ખુશી વિદેશી મુદ્રાઓને આવકારે છે.

આ કેશલેસ અર્થવ્યવસ્થા જે આ ગરીબ સોમાલીલેન્ડમાં ફેલાઈ રહી છે તેના કારણે ગ્રાહકો તેમજ વેપારીઓનો વ્યવહાર તો સરળ બન્યો જ છે પણ સાથે સાથે ગરીબ લોકો માટે પણ કમાવાની તકો ઉભી થઈ રહી છે.

તમે ભલે આ દેશને ગરીબ માનતા હોવ પણ અહી મોબાઈલને રૂપિયાની લેણ-દેણ માટે મહત્ત્વનું સાધન માનવામાં આવ્યું છે અને એક સર્વે પ્રમાણે દેશના 16 વર્ષથી વધારે ઉંમરના 80% લોકો ઓછામાં ઓછું એક સીમકાર્ડ તો પોતાના નામે ધરાવે જ છે.

ખરેખર ઘણીવાર તમારી મુશ્કેલી જ તમારી તાકાત બની જાય છે અને આ મુશ્કેલી જ તમને એક સરળ – વ્યવહારુ રસ્તા તરફ આંગળી ચીંધતી હોય છે. જો કે ઘણા લોકોને આ મોબાઈલ મની ટ્રાન્સફરસ સર્વિસ ગમતી નથી કારણ કે તેમને ભય લાગે છે કે કોઈ પણ તમારા ખીસ્સામાંથી મોબાઈલ લઈ લે અને તમારા રૂપિયા ચોરાઈ જાય. આ વાત પણ સાચી છે. પેલી બેગો ભરીને રૂપિયા ચોરવા કરતા તો એક મોબાઈલ ચોરવો ચોર માટે સરળ પડે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version