ઋણાનુબંધ – તમે કરેલા સારા કાર્યોનું ફળ તમને અહિયાં જ મળે છે…

ઋણાનુબંધ

ડૉક્ટર… રાહુલ બેડ નંબર 10 માં એક પેસન્ટ દાખલ છે શું તમે એની વિઝીટ કરી જશો????અરે સિસ્ટર આટલા વાગે કેવી રીતે આવું શું થયું છે તેમને ??? ડોક્ટર એમને પડી ગયા છે તો વાગ્યું છે અને બે ભાન છે ભાન માં આવે તો ખબર પડે કોણ છે અને ક્યાંથી આવ્યા તો કોઈ ભલા માણસ અહીં મૂકી ગયા છે.


સારું સિસ્ટર નોર્મલ ટ્રીટમેટ હમણાં ચાલુ કરો હું સવારે આવી જોઈ લવ છું અને સિસ્ટરને જરૂરી દવા લખાવી એ આપી દો એવું કહે છે અને સવારે વહેલા આવી જશે એવી વાત કરે છે પણ કોણ જાણે કેમ!!!આજે એમને એવું લાગે છે કે આ બરાબર ના કહેવાય મારે એકવાર તો એ દર્દી ને જોવા પડે અને એ મનમાં ચાલતી ગડમથલ નો અંત લાવી દે છે અને રાતે 1 વાગે ક્લિનિક જવા નીકળે છે અને ત્યાંજ એમના પત્ની કહે છે આજે કેમ !!!આટલા મોડા એવું તો ક્યુ દર્દી છે કે તમારે અડધી રાતે જવું પડે છે??અને ત્યાંજ ડૉક્ટર કહે છે ખબર નહી માલતી પણ કેમ આ દર્દી પ્રત્યે એવો ભાવ થયો છે કે મારે એને જોવું તો જોઈએ કોણ હશે શું ખબર???


ડોક્ટર રાકેશ ઘરે થી નીકળી જાય છે અને જેવા દવાખાને પોહચે છે તેવા જ બેડ 10 ઉપર જાય છે અને પેસન્ટ ને જોતા જ એમની આંખમાંથી આશું આવી જાય છે અને કહે છે શેઠ હું તમને કઈ નહી થવા દવ અને તરતજ એમની સારવાર શરુ કરવામાં આવે છે દવાખાનનો સ્ટાફ કંઇજ સમજી નથી શકતો કે ડોક્ટર આટલા ભાવુક આ કાકા માટે કેમ અને ડોક્ટર રાકેશ પોતાની બધી મેહનત લગાવી આ શેઠ ને સાજા કરે છે અને કાકા ભાન માં આવે છે.

રાકેશ ખડે પગે તેમની સેવા કરે છે અને કાકાને સારા કરે છે બીજા બધા સ્ટાફ માટે એ કાકા હતા પણ રાકેશ માટે એ શેઠ હતા શેઠ ગોપાલ દાસ આ એજ શેઠ હતા જેમણે રાકેશ ને ભણવા માટે રૂપિયા આપ્યા હતા અને અને એમનું ઘર પણ આ શેઠ ચલાવતા ગોપાલ શેઠ વ્યાજે પૈસા આપવાનું કામ કરતા અને એમને ત્યાં કામ કરવા જે વ્યક્તિ હતી એ રાકેશ ના પિતા મગન ભાઈ એ શેઠ ને ત્યાં કામ કરતા અને એના બદલામાં શેઠ પગાર આપતા એમને ત્યાં મગન ભાઈ ઉઘરાણી કરવા જવાનું કામ કરતા અને શેઠ જેને વ્યાજે પૈસા આપે તે બધાને મગન ભાઈ ઓળખતા શેઠ ને કોઈ સંતાન નહી એટલે હું જયારે પણ જતો ત્યારે એ મને દીકરા જેવુંજ લાડ લડાવે.


હું નાનો 5 વર્ષ નો મારા પાપા નો એકનો એક દીકરો એટલે સેઠ ને કેહતા મારા રાકેશને ડોક્ટર બનવાનો છે મારે શેઠ હું તમારે ત્યાં મજૂરી કરીશ પણ મારા દીકરાને ડોકટર બનાવીશ અને શેઠ મને ખોળામાં લેતા અને કહે અરે તારો નહી મારો પણ દીકરોજ છે તું ચિંતા ના કર બધું સારું થશે અને એક દિવસ ના થવાનું થઇ ગયું મારા પાપા ઉઘરાણી માટે ગયા પણ ફરી પાછા જ ના આવ્યા રસ્તામાંજ એમને લૂંટી એમનું ખૂન કરી નાખ્યું અને બધા ઉઘરાણી ના પૈસા પણ જતા રહ્યા અને શેઠ લાચાર બની ગયા અને અમારા ઘરનો તો કમાનાર વ્યક્તિ જ ના રહ્યા એજ જતા રહ્યા

મારી માં લોકોના ઘરે કામ કરવા જતી હું ધીરે ધીરે મોટો થતો ગયો મારી માં ને તો સપના માય ખબર નહી હોય કે હું શું બનવા માંગુ છું અને એક દિવસે શેઠ મારા ઘરે આવ્યા અને કહે ચંદા તું ચિંતા ના કર હું રાકેશ ને ભણાવી ડોકટર બનાવીશ અને ત્યારથીજ મારી બધી ફી આ શેઠ જ આપી છે મને મોટો કરવામાં અને અમારું ઘર ચલાવામાં આ શેઠ નો બવ મોટો ફાળો છે અને એમની હિમ્મત ના કારણે આજે હું અહીં છું હું 12 માં આવ્યો ત્યારથીજ હોસ્ટેલ માં રહી ભણ્યો છું એટલે મારો અને શેઠ નો સબંધ ઘણા વર્ષોથી છૂટી ગયો છે પણ આજે અચાનક મળી ગયા છે.


શેઠ ભાન માં આવે છે એટલે કહે છે હું અહી ક્યાં થી? મને કોણ લાવ્યું અને મને શું થયું હતું ત્યારે સિસ્ટર કહે છે કાકા તમે પડી ગયા હતા અને તમે બેભાન હતા એટલે તમને એ કઈ ખબર નથી પણ અમારા ડોકટર રાકેશ ભાઈ એ તમનેએ સારા કર્યા છે ત્યાંજ કાકા કહે બેટા મારી પાસે તો પૈસા પણ નથી હું બિલ તમારા દવાખાનનું નહી ભરી શકું મારી પાસે કઈ નથી જે હતું

તે બધું વ્યાજના ધધાં માં ખલાસ થઇ ગયું અને હું ઘર બાર વગરનો છું રસ્તામાં જ્યાં જગ્યા મળે ત્યાં પડી રવ છું બેટા અહીં કોઈ અનાથ આશ્રમ હોય તો કે હું ત્યાં જતો રવ ઘરડા ઘર પણ ચાલે અને ત્યાંજ ડોકટર રાકેશ આવે છે અને કહે છે તમારે ક્યાંય નથી જવાનું તમારે મારા ઘરેજ આવવાનું છે અને ત્યાંજ રહેવાનું છે અને શેઠ કહે છે બેટા!! હું તો તને નથી ઓળખતો તોય તારા ઘરે આવું !!!!અને રાકેશ કહે છે હું તમને ઓળખું છું.તમે પાલડી ગામના વ્યાજે પૈસા આપનાર શેઠ અને તમારે ત્યાં કામ કરનાર મગન અને એનો દીકરો હું રાકેશ રાકો તમે મને તમારા ખોળામાં બેસાડતા તા અને કેહતા તારો દીકરો એ મારોજ દીકરો છે !!!તો આજે આ દીકરો તમને લેવા આવ્યો છે આ દવાખાનુ મારું છે પણ હું ડોક્ટર બન્યો તમારા પૈસા થી માટે આ બધું તમારું છે અને શેઠ ને એ નાનકો રાકેશ યાદ આવી જાય છે.


રાકેશ ને જોઈ ખુશ થઇ જાય છે અને કહે સાચે દીકરા તું એજ રાકેશ છે !!!પણ હું તારે ત્યાં ના રહી શકું તું મને ઘરડા ઘરમાં મૂકી આવ અને ત્યાંજ પાછળ થી માલતી આવે છે પોતાના બે નાના બાળકો શાથે અને કહે છે ચાલો બાપુજી આપડા ઘરે અને બાળકો પણ દાદાજી દાદાજી કરતા શેઠ ને વિટીય જાય છે અને રાકેશ માલતી ના આ સ્વરૂપ ને જોઈ ખુશ થાય છે અને ત્યાંજ માલતી કહે છે હું તમાંરી લાગણી ને સમજુ છું ચાલો હવે બાપુજી ને ઘરે લઇ લો આપણા શુખી પરિવારમાં એક વડીલ ની જરૂર હતી મારા બાળકોને દાદા ની જરૂરી હતી આજે આપળો પરિવાર પૂરો થયો.

શેઠ ગાડી માં બેસે છે અને મનો મન વિચારે છે કે પ્રભુ આતે કેવો “રુણાનું બંધ” જે મારા નથી છતાંય મારા હોય એના કરતાંય વિશેસ છે અને ગાડી માં જાય છે ત્યારે દવાખાના નો દરેક સ્ટાફ રાકેશ ની પ્રશંશા કરતા થાકતો નહી અને બધા એવુજ છે આવા પણ બંધ હોય છે અને ત્યાંજ હું વિચારું છું કે આ સબંધ એ સબંધ નહી પણ એક ઋનાણું બંધ છે જે આપણે કોઈને કોઈ રીતે ચૂકવવાનું હોય છે અને ગાડી ડોક્ટર ના ઘર તરફ જતી રહે છે.

લેખક : નયના નરેશ પટેલ.

આપના અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી આપજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ