શિવલિંગ પર ધરાવેલ પ્રસાદ તમે પરત લઈને ખાવ છો? જાણો આવું કેમ ના કરવું જોઈએ…

ભગવાનને ધરેલો પ્રસાદ ગ્રહણ ન કરો તો તેનું શું કરવું તે જાણો

ભગવાન શંકરને ચઢાવેલો ભોગ પ્રસાદ તરીકે ગ્રહણ કરવો જોઈએ કે નહીં તે ચર્ચાનો વિષય છે. કેટલાક લોકો માને છે કે શંકર ભગવાનને ચઢાવેલો ભોગ ગ્રહણ કરવો ન જોઈએ જ્યારે કેટલાક લોકો પ્રસાદી લેતાં હોય છે. આ ગડમથલ વિશેની યોગ્ય જાણકારી આજે તમને જાણવા મળશે.

શિવલિંગ પર ચઢેલા પ્રસાદ પાછળની માન્યતા

પૂજામાં ભગવાનને પ્રસાદ ચઢાવવામાં આવે છે. પ્રસાદ પવિત્ર, રોગ નાશક અને ભાગ્યવર્ધક હોય છે. તેથી જ લોકો પ્રસાદને ગ્રહણ કરતાં પહેલા માથે ચઢાવતાં હોય છે. પરંતુ શિવલિંગનો પ્રસાદ કેટલાક લોકો ગ્રહણ કરતાં નથી. શાસ્ત્રીય માન્યતાઓ અનુસાર શિવલિંગનો પ્રસાદ ગ્રહણ કરવો કે નહીં તે વાતનો આધાર પ્રસાદ કેવો છે તેના પર છે. માનવામાં આવે છે કે જે પ્રસાદ માટી, પથ્થરથી બનેલા શિવલિંગને ચઢેલો હોય છે તે ગ્રહણ ન કરવો જોઈએ.

પરંતુ જો શિવલિંગ ધાતુનું હોય, બાણલિંગનું હોય કે પારદ શિવલિંગ હોય તેને ચઢાવેલો પ્રસાદ ગ્રહણ કરી શકાય છે. આ પ્રસાદ ગ્રહણ કરવાથી વ્યક્તિ દોષમુક્ત થાય છે અને તેના જીવનની તમામ બાધાઓ દૂર થાય છે. આ ઉપરાંત જે શિવલિંગની પૂજા શાલીગ્રામ સાથે થાય છે તે કોઈપણ પદાર્થથી બનેલું હોય તેને ચઢાવેલો પ્રસાદ દોષમુક્ત હોય છે અને તેને ગ્રહણ કરી શકાય છે.

ન ગ્રહણ કરો તે પ્રસાદનું શું કરવું…

ભગવાનને ધરાવેલો પ્રસાદ આદરણીય જ હોય છે. એ અલગ વાત છે કે તમે પ્રસાદ ધાર્મિક માન્યતાના કારણે ગ્રહણ ન કરી શકો પરંતુ પ્રસાદ તેના કોઈપણ સ્વરૂપમાં પૂજનીય જ હોય છે. તેથી જે પ્રસાદ ગ્રહણ ન કરી શકાય તેમ હોય તેને જ્યાં ત્યાં ફેંંકવો પણ ન જોઈએ. આમ કરવાથી પણ તમે પાપના ભાગીદાર બનશો. તેથી જે પ્રસાદ તમે ગ્રહણ ન કરી શકો તેને ગાય માતાને ખવડાવવો અથવા કોઈ જળસ્ત્રોતમાં પધરાવી દેવો.

આપનો દિવસ શુભ રહે. અને પ્રભુની કૃપા અવિરત વરસતી રહે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ