શું તમારું ખાતું પણ જન ધનમાં છે? તો બેંક આપી રહી છે બે લાખનો ફાયદો, માહિતી જાણી લો અને થઈ જાઓ માલામાલ

દેશની સૌથી મોટી સરકારી બેંક તેના ગ્રાહકોને ઘણી વિશેષ સુવિધાઓ પ્રદાન કરે છે. જો તમે ભારતીય સ્ટેટ બેંકમાં જન ધન ખાતું ખોલાવ્યું છે તો તે તમારા માટે મોટા ફાયદાના સમાચાર છે આવી ગયાં છે. જાણવા મળ્યું છે કે બેંક તેના જન ધન ખાતાધારકોને (એસબીઆઈ જનધન એકાઉન્ટ) બે લાખ રૂપિયા સુધીના ફાયદા આપી રહી છે. બેંકે આ માહિતી એક ટ્વીટ દ્વારા ગ્રાહકોને આપી છે.

આ ફાયદા વિશે વિગતે વાત કરીએ તો બેંક દ્વારા જન ધન ગ્રાહકોને ‘એસબીઆઈ રૂપે જનધન કાર્ડ’ આપવામાં આવે છે. આ કાર્ડ પર બેંક 2 લાખ રૂપિયા સુધીનું ગ્રાહકોને આકસ્મિક વીમા કવર આપી રહી છે. રૂપે કાર્ડની મદદથી તમે એકાઉન્ટમાંથી આ પૈસા ઉપાડી શકો છો અને કોઈ પણ ખરીદી કરવામાં પણ આ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. એસબીઆઈએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપતાં કહ્યું છે કે જો તમે ‘એસબીઆઈ રૂપે જન ધન’ કાર્ડ’ માટે અરજી કરો છો તો તમને 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળશે.

image source

ખાતું ખોલાવવા માટે તમારે કયાં કયાં દસ્તાવેજોની જરૂર પડશે. નીચે આપેલા ડોક્યુમેન્ટનાં લીસ્ટનો ઉપયોગ કરીને તમે આ ખાતું સરળતાથી ખોલાવી શકશો.

image source

>> આધારકાર્ડ અથવા પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાનકાર્ડ, મતદાર કાર્ડ, નરેગા જોબકાર્ડ, ઓથોરિટી તરફથી આપવામાં આવેલ પત્ર, જેમાં નામ, સરનામું અને આધાર નંબર હોય છે, એક ખાતા ખોલવાના પ્રમાણિત ફોટાવાળા ગેઝેટેડ અધિકારી દ્વારા જારી કરાયેલ પત્ર.

આ સાથે તમે ડિજિટલ લેવડ-દેવડમાં પણ હવે આ કાર્ડ દ્વારા જોડાઈ શકશો. ઓનલાઇન શોપિંગ કે પૈસા ઉપાડવા વગેરે જેવી સુવિધાનો લાભ હવે તમે લઈ શકશો. આ જન ધન ખાતાના અન્ય પણ ઘણાં ફાયદા છે જેનાં વિશે વિગવાર માહિતી મેળવીએ:

  • >> દેશભરમાં સહેલાઈથી મની ટ્રાન્સફર કરી શકશો.
  • >> આકસ્મિક વીમા કવર 2 લાખ રૂપિયા સુધીની રકમ આપશે.
  • >> 30,000 રૂપિયા સુધીનું લાઇફ કવર મળશે. જે વ્યક્તિનું મૃત્યુ થયાં બાદ શરતો સાથે આપવામાં આવશે.
  • >> સરકારી યોજનાઓના ફાયદાના પૈસા સીધા જ ખાતામાં મળી જશે.
  • >> 6 મહિના પછી તમને ઓવરડ્રાફટ સુવિધા મળશે.
  • >> એકાઉન્ટ સાથે મફતમાં જ મોબાઇલ બેંકિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે.
  • >> ડિપોઝિટ કરેલી રકમ પર વ્યાજ મળે છે.
  • >> જન ધન ખાતું ખોલાવનારને રૂપિયા ડેબિટ કાર્ડ આપવામાં આવે છે, જેમાંથી તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા ખરીદી કરી શકે છે.
  • >>જન ધન ખાતા દ્વારા વીમા, પેન્શન સ્કીમ અંતર્ગત જોડાવવું સહેલું છે.
  • >> જો જન ધન ખાતું હોય તો પીએમ કિસાન અને શ્રમયોગી માનધન જેવી યોજનાઓમાં પેન્શન માટે ખાતું ખુલી જશે.
image source

બેંકનાં આ ટ્વીટ પછી લોકો હવે આ ખાતું ખોલાવવા માંગે છે. તો ચાલો જાણી લઈએ કઈ રીતે આમાં તમારું એકાઉન્ટ ખોલાવી શકાશે:

>> જો તમારે તમારું નવું જન ધન ખાતું ખોલવું હોય તો નજીકની બેંકમાં જઈને તમે સરળતાથી આ કામ કરી શકો છો. આ માટે તમારે બેંકમાં ફોર્મ ભરવું પડશે.

image source

>> તેમાં નામ, મોબાઇલ નંબર, બેંક શાખાના નામ, અરજદારનું સરનામું, નોમિની, વ્યવસાય / રોજગાર અને વાર્ષિક આવક અને આશ્રિતોની સંખ્યા, એસએસએ કોડ અથવા વોર્ડ નંબર, ગામનો કોડ અથવા ટાઉન કોડ, વગેરે આપવાનું રહેશે.