પુરુષમાં મર્દાનગી વધારનાર આંબલીના ઠળીયા (કચુકા) વિશે વાંચો અને શેર કરો

આંબલીના ઠળિયા કે બીયા જેને આપણે ગુજરાતીમાં કચુકા પણ કહીએ છીએ તે ખુબ જ ગુણકારી છે.

આંબલીનો ઉપયોગ કર્યા બાદ તેના બી આપણે હંમેશા ફેંકી દેતા હોઈએ છીએ. પણ તમને ખબર નથી કે આંબલીના બી એટલે કે કચુકા પુરુષમાં મર્દાનગી વધારે છે, સ્વપ્ન દોષ ધાતુની નબળાઈ અને સ્ત્રીઓના પ્રદર રોગમાં પણ ખુબ જ લાભપ્રદ છે. મર્દાનગી વધારવા માટે આ એક સસ્તી અને ખુબ જ કારગર દવા છે. તેનાથી વીર્ય ઘાટુ થવાથી સ્તમ્ભન શક્તિ વધી જાય છે. ચાલો જાણીએ તેના ઉપયોગની રીત.

 

બનાવવાની રીત :

250 ગ્રામ શેકેલા કચુકા (આંબલીના બીયા) જેને તમે સીંગચણા વાળા પાસેથી પણ મેળવી શકો છો અથવા ઘરે પણ શેકી શકો છો. સૌપ્રથમ તેને ખાંડી તેના ફોતરા ઉડાડી દેવા. તેમાં 250 ગ્રામ બુરુ ખાંડ ઉમેરી દેવું. તેની બે ચમચી રોજ સવારે ગરમ દૂધ સાથે ફાંકી લેવી. તે સ્વપ્નદોષ અને પુરુષ શક્તિ વધારવામાં લાભદાયક છે. તેનાથી સ્રીઓનું પ્રદર પણ ઠીક થઈ જાય છે.

તેનું ચૂરણ બનાવવાની બીજી વિધી :

250 ગ્રામ કચુકાને 4 દિવસ પાણીમાં પલાળી રાખવા અને પછી તેની છાલ ઉતારી તેને છાંયડામાં સુકવવા. સૂકાઈ જાય પછી તેને ખાંડી તેમાં સરખા પ્રમાણમાં સાકર ઉમેરી પાવડર બનાવી લેવો. પા ચમચી રોજ દૂધ સાથે સવાર-સાંજ ફાંકવાથી ફાયદો થશે. 50 દિવસ નિયમિત સેવન કરવાથી શીઘ્ર પતન દૂર થશે, અને વિર્ય ઘાટુ થઈ જશે.

 

ખાસ ધ્યાન રાખો

જે યુવાનોને ધાતુની નબળાઈ હોય અથવા પેશાબમાં સફેદ પદાર્થ પડતો હોય તેમણે દરરેજ એક ચમચી આંબળા અને સાકરને સરખા પ્રમાણમાં લઈ ચૂર્ણ બનાવી તે ચૂરણને રોજ રાત્રે સુતા પહેલાં હુંફાળા પાણી સાથે લેવું જોઈએ.

લેખન સંકલન : દીપેન પટેલ

સરળ ઘરગથ્થું ઉપચાર વિષે અનેક માહિતીઓ જાણવાં માટે આજે અમારું પેજ લાઇક કરો ને આવી અઢળક માહિતી વાંચો અને તમારા મિત્રો સુધી આવી ઉપયોગી માહિતી લિંક શેર કરી આજે જ પહોચાડો અને અમારું પેજ લાઈક કરો.

 

ટીપ્પણી