જલ્સા કરોને જેંતીલાલ

તમારી હથેળીમાં પણ છે આ ચિન્હ તો તમે બની શકો છો કરોડપતિ, જાણો કઈ રીતે કરશો ચેક

હથેળીની રેખાઓ અને તેની મદદથી પોતાનું ભવિષ્ય જાણવામાં અનેક લોકોને રસ હોય છે. તેમાં પણ સૌથી વધારે ચિંતા અને જિજ્ઞાસા એ જાણવાની હોય છે જે ધનવાન બનશે કે નહીં, જિંદગીમાં આર્થિક સ્થિતિ કેવી રહેશે તેને લઈને હોય છે. તો આજે જાણો હથેળીની એ આકૃતિઓને વિશે અને રેખાઓ વિશે જેને જાણીને તમને કરોડપતિ થવાના સંકેત મળી શકે છે.

હથેળીની આ રેખાઓ કે આકૃતિઓ તમને બનાવી શકે છે કરોડપતિ

image source

હથેળીમાં ગુરુ, શુક્ર, બુધ અને ચંદ્ર પર્વત બની રહ્યા છે તો તેને રાજલક્ષ્મી યોગ કહેવાય છે. જેમના હાથમાં આ યોગ હોય છે તે મહેનતી હોય છે અને કિસ્મત વાળા હોય છે. તેને ધન સંપત્તિ, વાહનાદિ વગેરે સુખ મળે છે.

image source

હથેળીમાં કોઈ પણ જગ્યાએ કાચબાનું નિશાન બની રહ્યું છે તો તે વ્યક્તિ અચાનક ધનવાન બની શકે છે. કાચબો સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.
જો તમારી હથેળી પર ક્યાંય પણ સ્વસ્તિકનું નિશાન બની રહ્યું છે તો પણ તમે ધનવાન બની શકો છો. એવા લોકો સફળ અને જાણીતા હોય છે.

સનાતન ધર્મમાં સ્વસ્તિકના ચિન્હને શુભ માનવામાં આવે છે.

image source

હથેળીમાં બુધ પર્વત અને મસ્તિષ્ક રેખા પર સફેદ તલ હોવું, ભાગ્યરેખાને સ્પષ્ટ, સીધી હોવું કે સંપૂર્ણ રીતે ગાયબ હોવું એ પણ વ્યક્તિને કરોડપતિ બનાવી શકે છે. આ યોગને કરોડપતિ યોગના નામે ઓળખવામાં આવે છે.

image source

હથેળીમાં કોઈ પણ પર્વત બની રહ્યો છે તો તેની પર કોઈ પણ રેખાને સ્પષ્ટ, સાફ અને કાપ્યા વિનાની હોવું એ રાજ યોગના સૂચક હોય છે. એવા વ્યક્તિ પ્રતિભાશાળી હોય છે અને મહેનતથી રૂપિયા પણ કમાય છે.

image source

તમારી હથેળીમાં જો ભાગ્ય રેખાથી નીકળીને કોઈ રેખા સ્પષ્ટ રીતે સૂર્ય પર્વત પર જાય છે તો તે ભાગ્ય યોગ કહેવાય છે. આવા લોકો પૂરું સુખ અને ઐશ્વર્યમાં સમય પસાર કરે છે.

જો શનિ પર્વત પર ચક્રનું નિશાન બની રહ્યું છે તો આ ચક્ર યોગ બનતો હોય તેવું જણાય છે. એવા જાતકો ઉંચા પદ પર કામ કરવાની સફળતા મેળવે છે. આ સિવાય કોઈ મોટી સંપત્તિના માલિક પણ બની શકે છે.

image source

જો તમારી બંને હથેળીમાં ભાગ્ય રેખા મણિબંધ એટલે કે કાંડાથી લઈને શનિ પર્વત સુધી જાય છે તો આ ગજલક્ષ્મી યોગ કહેવાય છે. એવા લોકો ખાસ કરીને સાધારણ પરિવારમાં જન્મ લે છે પણ વધારે ધન સંપત્તિના માલિક બનવાની સાથે સાથે વિખ્યાત પણ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version