તમારી પર્સનલ ઇન્ફોર્મેશન માત્ર દસ રૂપિયામાં બજારમાં વેચાય છે, જાણો કેવી રીતે બચવું…

શું તમે જાણો છો તમારી પર્સનલ ઇન્ફોર્મેશન માત્ર દસ રૂપિયામાં બજારમાં વેચાય છે.

તમારી પ્રાઇવસીને સમજો


શું તમારા પાડોશી તમારા ઘરમાં આખો વખત ડોકિયા કરતા રહે તો તમને ગમશે ? નહીં ને ? અહીં એટલી નીરાંત છે કે પાડોશી તમારો જાણીતો. એ તમને ઓળખે છે તમે એને ઓળખો છો. પણ સોશિયલ સાઇટ્સ કે પછી ગુગલ પ્લે પરથી ડાઉનલોડ થતી કોઈ પણ એપ્લીકેશનના xyz ઓનર્સને તમે નથી જાણતા તેમ છતાં તેઓ તમારી બધી જ અંગત માહિતીઓના પણ માલિક બની જાય છે. અને તે માટે જવાબદાર છે તમારી તમારી પોતાની પ્રાઇવસી પ્રત્યેનિ નિરસતા. ભારત સિવાયના ખાસ કરીને યુરોપિયન તેમજ નોર્થ અમેરિકન દેશોમાં પ્રાઇવસીનું ઘણું મહત્વ છે. અને લોકો પોતે એટલા જાગૃત છે કે સરકારે તે માટે કેટલાક કડક કાયદાઓ ઘડવા પડ્યા છે.


પણ આપણે અહીં આપણી પ્રાઇવસીને કોઈ ખાસ મહત્ત્વ આપવામાં આવતું નથી અને માટે તેના માટે સરકાર દ્વારા કાયદો ઘડીને કોઈ પહેલ પણ કરવામાં આવતી નથી. ગયા વર્ષે 2018ની શરૂઆતમાં જ ફેસબુકનું એક કૌભાંડ બહાર પડ્યું હતું જેમાં કેમ્બ્રિજ એનાલિટિકા લિમિટેડ કે જે બ્રીટેનની એક પોલિટિકલ કન્સલ્ટીંગ કંપની છે તેણે ફેસબુકમાંથી લાખો લોકોની અંગત જાણકારીઓનો રાજકીય હેતુથી દુર ઉપયોગ કર્યો હતો તેમની મંજૂરી વગર અને તેના કારણે ફેસબુકના શેર્સના ભાવ પણ ગબડી પડ્યા હતા. અને ફેસબુકે માનવું પડ્યું હતું કે તેમણે તેમના એકાન્ટ્સ હોલ્ડર્સની અંગત માહિતીઓ શેયર કરી હતી. અને ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગને યુ.એસ. કોંગ્રેસ સમક્ષ પોતાની ભૂલ કબૂલવી પડી હતી. અને યુ.કેએ ફેસબુકને લગભગ 663000 અમેરિકન ડોલરનો દંડ ફટકાર્યો હતો.

Man with smart phone

આપણે અહીં આધારકાર્ડનો ડેટા પણ લીક થયો છે આજે પણ થતો જ રહે છે, સરકારને તમારી અંગદ માહિતી ચોરાય તેની કશી જ પડી નથી. આજે તમને ગમે તે કંપનીઓ પોતાનો આધાર નંબર લીંક કરવા કહે છે. અને તે રીતે આપણી અંગત માહિતીઓ ખુબ જ ચાલાકીથી લઈ લેવામાં આવે છે અને પછી તેને વેચવામાં આવે છે.

તો તમારી અંગત માહિતી બચાવી રાખવા તમારે સરકારની આશાએ નથી બેસી રહેવાનું પણ આજે અમે તમારા માટે તમારી અંગત માહિતીને અંગત જ રાખવા માટેની કેટલીક ટીપ્સ લાવ્યા છીએ.


– જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન : આ રેગ્યુલેશન ખાસ ઇન્ટરનેટ પર અવેલેબલ વેબસાઇટ્સ તેમજ એપ્લીકેશનો માટે બનાવવામાં આવ્યા છે. જેમાં દરેક વેબસાઇટ્સને કડક રીતે સૂચના આપવામાં આવે છે કે તેઓ પોતાની પ્રાઇવસી પોલીસી લોકોને સમજાય તેવા શબ્દોમાં રાખે તેમજ તેઓ તેને અગાઉથી જ એગ્રી વાળા બોક્ષમાં ટીક કરીને ન રાખે પણ લોકોને તેને વાંચવા દે જેથી કરીને લોકો સમજીને તેની સાથે સહમત થાય. માટે તમારી પાસે જો સમય ન હોય તો પણ તમે આ પ્રાઇવસી પોલીસીને ધ્યાનથી વાંચો અને તે સાથે જો તમે સહમત થતા હોવ તો જ એગ્રી પર ક્લીક કરો.

– 72 કલાકમાં જે તે વેબસાઇટને જાણ કરો : જો તમને લાગતું હોય કે તમારી અંગત જાણકારી જે તે વેબસાઇટ પરથી લીક થઈ છે તો તેના 72 જ કલાકમાં તેને જાણ કરો જેથી કરીને તેઓ પગલા લઈ શકે.


– લાલચુ લીંક્સની વાતોમાં ન આવો : આજે તમારા ઇ મેઇલ્સ, ફેસબુક એકાઉન્ટ્સ, વોટ્સેપ જેવી એપ્સ પર તમારી સાથે કેટલીએ લીંક્સ શેયર કરવામાં આવે છે જેમાં તમને લાલચ આપવામાં આવે છે કે જો તમે આ લિંક તમારા મિત્રો સાથે શેયર કરશો તો તમને આટલા રૂપિયા મળશે અથવા તો આ ગિફ્ટ મળશે પણ તમારે તેવી લાલચમાં આવવું નહીં અને તેવી લીંકો પર ક્લિક કરવી નહીં. તે લિંક પર ક્લિક કર્યા બાદ તેની વેબસાઇટ પર જતાં જ તમારો ડેટા ચોરી થઈ જાય છે અથવા તો તમારા ફોન કે પીસી પર વાયરસ આવી જાય છે.

– પ્રાઇવસી પોલિસી વાંચવાનું ન ચુકો : હંમેશા પ્રાઇવસી પોલીસી વાંચવાનું રાખો. જો તમે તેને વાંચ્યા વગર તેની સાથે એગ્રી થઈ જશો તો તમે તમારી અંગત માહિતીને જોખમમાં મુકી રહ્યા છો તેવું સમજવું.

– ફોન પર અંગત માહિતી શેયર થતી કેવ રીતે અટકાવવી : તેના માટે તમારે તમારા ફોનના સેટિંગમાં જવાનું છે ત્યાર બાદ તમારે એપ્લિકેશનમાં જવાનું છે અને તમે જે જે એપ્લિકેશન ડાઉનલોડ કરી હશે તેમાં તમે તેને શું શું પર્મિશન આપી છે તેનું લિસ્ટ આવશે. તમારે થોડી અકલ વાપરવી અને જોવું કે શું તે એપ્લીકેશનને તમારા લોકેશનની જરૂર છે ? તમારા ફોટોઝની જરૂર છે? તમારા કોલ્સ મેનેજ કરવાની જરૂર છે ? તમારા મેસેજ રીડ કરવાની જરૂર છે? જો આવી કોઈ જરૂરી જેતે એપ્લિકેશનને ન હોય તો તરત જ તે પર્મિશનને બંધ કરી દો તેમ કરવાથી બની શકે કે તમારી એપ્લીકેશન કામ કરતી બંધ થઈ જાય. તો તેને તમે ડીલીટ જ કરી દો તે જ સારું રહેશે. કારણ કે અહીં શક્યતા છે કે તમારી જાણકારીનો મિસયુઝ થાય.


– પ્લે સ્ટોર વગર બીજે ક્યાંયથી એપ્સ ડાઉનલોડ કરવી નહીં – જો તમે ગુગલ પ્લે સ્ટોર સિવાય બીજે ક્યાંયથી એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોવ તો તેમ ન કરો. તેમાં તમારા ફોન તેમજ તમારા પીસીને નુકસાન થવાની ભરપૂર શક્યતાઓ રહેલી છે. માટે ગુગલ પ્લે સ્ટોર દ્વારા વેરિફાઇડ એપ્લીકેશન્સ જ ડાઉનલોડ કરો.

– ફ્રી વાઇફાઇનો ઉપયોગ ટાળોઃ જો તમે ફ્રી વાઇફાઇ તમારા ડીવાઈઝ પર યુઝ કરતા હશો ત્યારે તે જ વાઇફાઈને અન્ય ઘણા લોકો પણ યુઝ કરતા હશે અને જો તેમાંની કોઈ વ્યક્તિ પાસે તમારા ડીવાઇઝને હેક કરવાના યોગ્ય સાધનો હશે તો ક્ષણમાં જ તમારી બધી જ માહિતી તેની પાસે આવી જશે. તેમાં તમારા ફોટોઝ, તમારી વિડિયોઝ તમારી બેંક્સની માહિતીઓ વિગેરેનો પણ સમાવેશ થાય છે.


– ખોટી એપ્લીકેશનો, છેતરામણી એપ્લીકેશનો ડાઉનલોડ ન કરો, ફોન હેક થવાનો ભય રહે છે, ખોટા મેસેજ થવા લાગે, ખોટા કોલ થવા લાગે છે અને નવી સમસ્યાઓ ઉભી થાય છે.

– આ ઉપરાંત બીજી એક સામાન્ય સુજની વાત એ છે કે તમે તમારા સોશિયલ એકાઉન્ટ્સ પર તમારી બધી જ માહિતીઓ શેયર ન કરો. સોશિયલ મિડિયાના પ્રાઇવસી સેટિંગ્સમાં જઈ ત્યાંનું સેટિંગ્સ તમારી જરૂરિયાત પ્રમાણે કરો. જેમ કે તમારી માહિતી માત્ર તમારા મિત્રો જ જોઈ શકે. તમે જે કંઈ શેયર કરો તે તમારા મિત્રો જ જોઈ શકે તેવા સેટિંગ્સ કરો.


– આ ઉપરાંત તમારે તમારા ઇમેઇલ્સ કે પછી સોશિયલ મિડિયા એકાઉન્ટ્સને અઘરા પાસવર્ડથી પ્રોટેક્ટ કરવું જોઈએ કે જેની કોઈ ધારણા ન લગાવી શકે. માટે તમારે તમારા દરેક એકાઉન્ટ્સ માટે અલાયદો પાસવર્ડ રાખવો જેથી કરીને કોઈ હેકર તેને હેક ન કરી શકે.

આશા છે અમારી આ માહિતી તમને મદદરૂપ થશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ