તમારી બધી ઇચ્છાઓને તરત જ પૂરી કરવા આ રીતે કરો સૂર્ય મંત્રનો જાપ…

ઘરમાંથી જો સવારના સૂર્યના દર્શન ન થાય તો આ રીતે કરો સૂર્યનારાયણને જળ અરપણ, પોષ મહિનામાં આ રીતે કરો સૂર્ય મંત્રનો જાપ અને કરો તમારી અધૂરી ઇચ્છાઓ પૂર્ણ

image source

27 ડિસેમ્બરથી પોષ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. પોષ મહિનામાં સૂર્યનારાયણની પૂજાનું એક વિશેષ મહત્ત્વ છે. હિન્દુ શાસ્ત્રોમાં પંચદેવને મુખ્ય ગણવામાં આવ્યા છે જેમાં શ્રીગણેશ, મહાદેવ, વિષ્ણુ ભગવાન, દૂર્ગા માતા અને સૂર્યદેવનો સમાવેશ થાય છે.

image source

પણ આ બધામાં સૂર્યદેવની એક ખાસ વિશેષતા છે અને તે એ છે કે તમારે ઉપર જણાવેલા સૂર્ય દેવ સિવાયના બધા જ દેવતાની મૂર્તિ મનમાં જ બનાવવી પડે છે અથવા તો મંદીરમાં રહેલી તેમની મૂર્તિ કે તસ્વીરની પૂજા કરી તમે તેમની આરાધના કરો છો પણ સૂર્યદેવ એક એવા દેવતા છે જેનો તમને સાક્ષાત્કાર થાય છે જેને તમે નરી આંખે જોઈ શકો છો.

image source

સૂર્યદેવનું માનવજીવન પર અનોખું મહત્ત્વ છે. પૃથ્વીનું અસ્તિત્ત્વ જ સૂર્યના પ્રકાશ પર નિર્ભર છે પૃથ્વી પરનો એક-એક જીવ સૂર્યનો મોહતાજ છે. આ સૂર્યનારાયણની કૃપા મેળવવા માટે તમારે રોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરવાનું ન ભૂલવું જોઈએ.

image source

શાશસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જો તમે કોઈ કારણસર સૂર્યના દર્શન ન કરી શકતાં હોવ જેમ કે તે વાદળ પાછળ ઢંકાયેલા હોય કે પછી ઘોર ધૂમ્મસ છવાયેલું હોય અથવા તો તમારા ઘરમાંથી તમે ઉગતા સૂર્યનારાયણના દર્શન ન કરી શકતાં હોવ તો તમે પૂર્વ દિશામાં મોઢું રાખીને તેમને જળ ચડાવી શકો છો. આ વખતે તમારે સૂર્યમંત્રનો જાપ પણ કરવો જોઈએ.

સૂર્ય મંત્રો આ પ્રમાણે છે

ઓમ ભાસ્કરાય નમઃ

ઓમ સૂર્યાય નમઃ

ઓમ આદિત્યાય નમઃ

image source

આ ઉપરાંત પણ શાસ્ત્રોમાં બીજા ઘણા સૂર્યમંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉગતા સૂરજના દર્શન કરવાની સાથે સાથે તમારે ઘરમાં રાખેલી સૂર્યનારાયણની મૂર્તિ કે પછી તસ્વીરના દર્શન પણ કરવા જોઈએ.

સૂર્યને જળ ચડાવતા પહેલાં

image source

જે વ્યક્તિએ સૂર્યનારાયણની કૃપા મેળવવી હોય તેમણે હંમેશા સૂર્યોદય પહેલાં જ ઉઠી જવું જોઈએ અને નિત્ય ક્રમ પતાવી, નાહીને સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ આ રીતે સૂર્યનારાયણની આરાધની કરવાથી જ ફળ પ્રાપ્ત થાય છે.

સૂર્યદેવને જળ ચડાવતી વખતે હંમેશા તાંબાનો સ્વચ્છ લોટો જ વાપરવો જોઈએ. તેમજ સૂર્યનારાયણને જળ ચડાવતી વખતે તેમની સામે સીધી નજરે ક્યારેય ન જોવું જોઈએ. પણ તેની જગ્યાએ તેમને જે જળ અર્પણ કરો તે ધારામાંથી તેમની સામે જોવું જોઈએ. આ ઉપરાંત સૂર્યનારાયણની તાંબાથી બનેલી મૂર્તિને પણ તમે ઘરમાં રાખી શકો છો. તેના નિત્ય દર્શન કરવાથી તમને લાભ થશે.

image source

પોતાના સૂર્યને બળવાન બનાવવા માટે રવિવારના દિવસે તમારે ગોળનું દાન કરવું જોઈએ. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ પરિક્ષામાં સારું પરિણામ મેળવવા માગતા હોય તેમણે તો સૂર્યને પોતાના ગુરુ જ બનાવી લઈ તેમની નિત્ય પૂજા કરવી જોઈએ. આ રીતે સૂર્યને ગુરુ માનવાથી તમને વિદ્યા હાંસલ થાય છે અને તમે જીવનમાં પ્રગતિ કરો છો.

image source

આ ઉપરાંત જો તમે સૂર્યદેવને ખુશ કરવા માગતા હોવ તો તમે ઘરની બહાર નીકળો અને તમને ક્યાંય સૂર્યમંદીરના દર્શન થઈ જાય તો તમારે ચોક્કસ તેમને નમન કરવું જોઈએ. કોઈ સંજોગોમાં તમે સૂર્યનારાયણને પાણી ન ચડાવી શકો તો તેવા સંજોગોમાં તમારે તેમના પહેલા દર્શન કરતી વખતે મંત્રોચ્ચાર કરવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ