શું તમારા હાથમાં પણ છે આવું નિશાન? તો જીવનમાં થઇ જશે ઉથલ-પાથલ, જાણો આમાંથી બચવાના ઉપાયો

હાથમાં બનેલા નિશાન વ્યક્તિના જીવનની ઘણી ઘટનાઓનો સંકેત આપે છે. વ્યક્તિ કેવી હશે, તેના જીવનમાં પૈસાની પરિસ્થિતિ કેવી રહેશે, તેને કેટલું માન મળશે અને જીવનમાં તે શું કરશે, આ બધું હાથની રેખાઓ દ્વારા જાણી શકાય છે. અહીં અમે તમને આવા જ કેટલાક સંકેતો વિશે જણાવી રહ્યા છીએ.

image source

હાથની રેખાઓ અને આકૃતિઓ ભવિષ્યની સારી અને ખરાબ બંને ઘટનાઓનો સંકેત આપે છે. હાથમાં બનનારું એક નિશાન ખુબ અશુભ હોય છે. જો આ જગ્યાએ આવું નિશાન હશે તો તમારા જીવન પર ખરાબ અસર પડશે.

હથેળીમાં જાળનું નિશાન

image source

હસ્તરેખા વિજ્ઞાન અનુસાર જો કોઇની હથેળીમાં મગંળ પવર્ત પર જાળનું નિશાન હોય તો તેને અશુભ માનવામાં આવે છે. આ નિશાન વ્યક્તિની માનસિક સ્થિતિ પર ખરાબ અસર નાંખે છે. જો આ નિશાન હાથમાં પહેલેથી જ બનેલુ હોય તો જાતકે ઇષ્ટદેવ ની આરાધના અને દાન આપવાનું શરૂ કરી દેવું જોઇએ.

image source

આ જ રીતે શનિ ના પર્વત પર જાળનું નિશાન બનેલુ હોય તો તે પણ અશુભ માનવામાં આવે છે. આ જાતકો આળસુ હોય છે, અને તેમના દરેક કામમાં મુશ્કેલી આવશે. કેતુ પર્વત પર જાળનું નિશાન હોવાનું જાતક ની ખરાબ તબિયત સૂચવે છે. આવા વ્યક્તિઓ ને ખુબ રોગો થાય છે.

image source

મણિબંધ રેખા પર જાળનું નિશાન હોવા થી વ્યક્તિને દરેક કામકાજમાં પરેશાની આવે છે. જે પણ વ્યક્તિના હાથમાં આવું નિશાન હોય તેમણે તરત જ સચેત થઇ જવું જોઇએ અને પોતાના ઇષ્ટદેવની ઉપાસના કરવાની શરૂ કરી દેવી જોઇએ.

image source

શનિના પર્વત પર ક્રોશનું નિશાન દુર્ઘટ ના દ્રારા એક હિંસક મૃત્યુ ના સંકટની ચેતવણી આપે છે. પરંતુ જ્યારે આ પર્વતના કેન્દ્ર પર સ્થિત હોય, તો વ્યક્તિના જીવનમાં ભાગ્યવાદીની પ્રવૃતિને વધારે છે. સૂર્ય ગ્રહ આપણ ને સમાજમાં યશ, સન્માન અને પ્રતિષ્ઠા અપાવે છે, અને આ પર્વત પર અશુભ ચિહ્ન હોવું મુશ્કેલી ઉભી કરે છે. સૂર્ય પર રહેલું ક્રોસ સંકટ દર્શાવે છે. આ વ્યક્તિ ને પ્રસિદ્ધિ, કળા કે ધનની શોધમાં નિરાશા જનક સંકેત આપે છે.

image source

બુધ પર્વત પર ક્રોસ હોય તે વ્યક્તિ ની બેઈમાન હોવાની પ્રવૃત્તિ ને દર્શાવે છે. વ્યક્તિનું સારું મસ્તિસ્ક હોવા છતાં બન્ને પ્રકૃતિ ની હોય છે. આ નિશાન વ્યક્તિ ની બુદ્ધિને નષ્ટ કરવાનું કામ પણ કરે છે. બધું જ જાણતા હોવા છતાં ખરાબ કર્મ કરવા લાગે છે. જ્યારે ક્રોસ શુક્ર પર્વત પર સ્થિત હોય તો કેટલાક સંકટ કે પ્રેમ સંબંધમાં કષ્ટ નો સંકેત આપે છે.

image source

શુક્ર પ્રેમ સંબંધ અને વિલાસતા ને કારક માનવામાં આવે છે, માટે ક્રોસનું આ અશુભ ચિહ્ન જીવનના એ બન્ને ક્ષેત્રો પર અટેક કરે છે. ક્રોસ મોટાભાગે નુકસાનકારક પરિણામ આપે છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ માટે શુભ બને તો તેની કિસ્મત ખુલી જાય છે. તમામ પર્વતની સરખામણીમાં ગુરુ પર્વત પર ક્રોસ હોય તો એવી વ્યક્તિને ઘણાં ફાયદા થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong