જલ્સા કરોને જેંતીલાલ

તમારા સામાનને તમારા સુધી પહોંચાડવા માટેની ફ્લિપકાર્ટ અદ્ભુત કાર્યપ્રણાલી…

તમારા સામાનને તમારા સુધી પહોંચાડવા માટેની ફ્લિપકાર્ડની અદ્ભુત કાર્યપ્રણાલી


આપણે જ્યારે જ્યારે પણ ઓનલાઈન પર કંઈક જોતા હોઈએ કે કંઈક શોપિંગ કરતા હોઈએ કે કંઈપણ સર્ફ કરતા હોઈએ ત્યારે સેંકડો પ્રકારની જીજ્ઞાશાઓ આપણા મગજમાં માથું ઉંચકતી રહે છે. તેમાંથી કેટલાકના જવાબ આપણને મળે છે તો કેટલાકના નથી મળતા.

આપણામાંના ઘણા બધા લોકોએ કોઈને કોઈ વાર તો ઓનલાઈન કંઈક ખરીદી કરી જ હશે. આજે ઓનલાઈન ખરીદી કરવાથી તમને સ્થાનીક બજારો કરતા પણ લલચામણા ડીસ્કાઉન્ટ કે અન્ય સગવડો આપવામાં આવે છે અને તેનાથી પ્રેરાઈને આપણે પણ ઓનલાઈન ખરીદી કરતા હોઈએ છીએ. એ વાત અલગ છે કે તેનાથી આપણને કેટલો સંતોષ થયો પણ છેવટે તમે માગેલી પ્રોડક્ટ તમારા સુધી પહોંચી તો જાય જ છે.

તો આ પ્રોડક્ટ તમારા સુધી કેવી રીતે પહોંચે છે ? કારણ કે લાખો લોકો રોજ ઓનલાઈન ખરીદી કરતા હોય છે અને લાખો લોકોને તેમણે પસંદ કરેલો ખરીદેલો માલ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. તો આ માલ સચોટ રીતે તમારા સુધી કેવી રીતે પહોંચે છે તે વિષે આજે અમે તમારા માટે કેટલીક માહિતી લાવ્યા છે. જે ભારતની વિશાળ ઓનલાઈન વેચાણ કરતી કંપની ફ્લિપકાર્ટ વિષેની છે.

રોજીંદા ધોરણે ફ્લિપકાર્ટ લાખો પાર્સલ દેશના ખૂણે ખૂણે પહોંચાડે છે. વોલમાર્ટ ની જેમ જ ફ્લિપ કાર્ટ પણ પોતાની ડીલીવરી કાર્યપ્રણાલીમાં રોબોટનો સહારો લે છે. અને ખૂબ જ ચોક્કસાઈથી તેના ગ્રાહકોના દરવાજે દરવાજે તેમણે ખરીદેલી વસ્તુઓ પહોંચાડે છે.

તાજેતરમાં જ ફ્લિપકાર્ટે પોતાના બેંગલોર ખાતેના શિપમેન્ટ સોર્ટીંગ સેન્ટરમાં રોબોટ્સનો સમાવેશ કર્યો છે. અથવા તમે તેને એજીવી પણ કહી શકો એટલે કે ઓટોમેટિક ગાઇડેડ વેહિકલ્સ. આ લંબચોરસ આકારનું સાધન તેની જાતે જ હરે છે ફરે છે અને નક્કી કરેલી જગ્યાએ તૈયાર કરવામાં આવેલા પેકેજને ખુબ જ ચોક્કસાઈથી મુકે છે. અને તે પણ ઓછામાં ઓછી માનવ મદદ વગર.

હાલ ફ્લિપકાર્ટ પાસે લગભગ 110 એજીવી સાધનો છે જેને ટેક લેંગ્વેજમાં કોબોટ્સ પણ કહેવાય છે. આ એજીવી માત્ર એક જ કલાકમાં 4500 જેટલા પાર્સલને સોર્ટ કરે છે. જે આ પહેલાં માત્ર 500 પાર્સલ સુધી જ મર્યાદીત હતું. જેને મેન્યુઅલી એટલે કે માનવમદદથી કરવામાં આવતું હતું.

ફ્લિપકાર્ટનો નવી ટેક્નોલોજી પ્રત્યેનો આ અભિગમ દર્શાવે છે કે તેઓ છેલ્લા એક દાયકામાં પોતાના ટેક્નોલોજી માળખાને સુધારતા આવ્યા છે જેથી કરીને તેમના કામમાં કોઈ પણ જાતની અડચણો ન આવે અને તેમના ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપી શકાય.

જો કે ફ્લિપકાર્ટની સબસીડરી કંપની ઇકાર્ટ રોબોટનો ઉપયોગ એકદાયકા કરતાં પણ વધારે સમયથી કરતી આવી છે.

કોઈપણ લોજીસ્ટીક કંપની માટે સપ્લાઈ ચેઇન નેટવર્ક એ ખુબ જ જટીલ બાબત છે, તેમાં વિવિધ જાતના તબક્કાઓ પર ખાસ ધ્યાન આપવું પડતું હોય છે જેમ કે ફુલફીલમેન્ટ સેન્ટર્સ, સોર્ટીંગ લોકેશન, ડીલીવરી હબ અને ગ્રાહકો સુધી સામાન પહોંચાડવાની વ્યવસ્થા.

આ બધા જ તબક્કાઓ એટલા ચોક્કસાઈથી એકબીજા સાથે લયમાં હોવા જોઈએ કે છેવટે ગ્રાહકે પસંદ કરેલી પ્રોડક્ટ જ તેના એડ્રેસ પર પહોંચાડવામાં આવે નહીં કે બીજી કોઈ. તેમાં ભૂલ થવાને કોઈ અવકાશ જ નથી હોતો.

ઇકાર્ટ ટેકના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ક્રીશ્ના રાઘવ જણાવે છે “અમારું સપ્લાય ચેઇન નેટવર્ક એ અમારી સફળતાની કરોડ રજુ છે.” એટલે કે તેમાં જો કોઈ ખામી સર્જાય તો ઘણી બધી મુશ્કેલીઓ પડી શકે તેમ છે.

તેઓ આગળ જણાવે છે કે ભારત જેવા દેશમાં ઘણીવાર એડ્રેસ ખોટા હોય અથવા યોગ્ય ન હોય અથવા મળતા ન હોય તેવી સમસ્યા ઉભી થતી હોય છે, આ ઉપરાંત ટ્રાન્સપોર્ટરો પણ ભરોસાપાત્ર હોતા નથી, અને બંધ, હડતાળ, પૂર, તોફાન જેવી સ્થીતીમાં સચોટ રીતે કામ કરતા તંત્રની પણ કસોટી લેવાય છે.

તેઓ જણાવે છે કે ડીલીવરી પહેલાંનો જે આ પેકેજ સોર્ટીંગનો તબક્કો છે તે ખુબ જ જટીલ હોય છે જેની લોકોને જરા પણ જાણ નથી હોતી. અને અહીં અમારે ખુબ જ વધારે ઇન્ટેલીજન્સની જરૂર પડે છે. અને તેના કારણે જ અમે તેને સચોટ રીતે પાર પાડી શકીએ છીએ.

શરૂઆતના વર્ષોમાં ઇકાર્ટને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પણ વર્ષે વર્ષે થતાં અનુભવોમાંથી તેઓ પોતાની કાર્યપ્રણાલીને સુધારતા આવ્યા છે.

અને પરિણામે તેઓ પોતાના કામમાં એટલા ચોક્કસ થઈ ગયા છે કે કટોકટીના સમયે જેમ કે કોઈ ચોક્કસ જગ્યાએ પૂર આવ્યું હોય કે બંધ હોય તો તેવા સમયે ઇકાર્ટ સીસ્ટમ ઓટોમેટીકલી જ પોતાના શીપમેન્ટનો આખો રૂટ બદલી નાખે છે અને તેને અનુરૂપ ફેરફારો પણ કરી લે છે તે પણ વધારાની માનવ મદદ વગર.

ઈકાર્ટનું માનવું છે કે તેમના માટે સૌથી મહત્વનું છે ગ્રાહકોનો અનુભવ અને ડીલીવરીની સ્પીડ.

સીનીયર વાઇસ પ્રેસિડેન્ટ ક્રિષ્ના જણાવે છે કે તેમની સપ્લાઇ ચેન્જ સામાન્ય પરંપરાગત લોજીસ્ટીક તંત્રથી તદ્દન અલગ છે. તેઓ બી ટુ સી સેગમેન્ટ એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર વિભાગ પર વધારે ફોકસ કરે છે, કારણ કે તે જ મોબાઈલ કવર જેવી નાનામાં નાની આઇટમથી મોટા મોટા વોશિંગમશીન, તીજોરીઓ વિગેરે ગ્રાહકો સુધી પહોંચાડે છે.

આજે ફ્લિપકાર્ટ એંશી કરતા પણ વધારે કેટેગરીના ઉત્પાદને વેચે છે અને સમગ્ર દેશના વીસ હજાર કરતા પણ વધારે પીન કોડ્સ પર ઉત્પાદનો પહોંચાડે છે.

ફ્લિપકાર્ટ હજુ પણ વધારે એજીવી સાધનોને પોતાના લોજીસ્ટીક સેન્ટરમાં ઉમેરવા માગે છે. કારણ કે તેમનો બિઝનેસ વધતો જઈ રહ્યો છે અને ચોક્કસ ગ્રાહકોને ચોક્કસ સામાન પહોંચાડવાનું પ્રેશર તેમના પર વધતું જઈ રહ્યું છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version