તમારા રસોડામાં જ છુપાયેલ છે તમારી સુંદરતાનું રહસ્ય…

ના કોઈ સૌંદર્ય પ્રસાધનો, ન જાઓ પાર્લર…બસ રસોડાથી ચમકાવો પોતાનું રૂપ તમારા રસોડાના ડબ્બામાં છુપાયેલા છે સૌંદર્યના રહસ્ય! મસાલા, તાજા શાકભાજી-ફળ, દૂધ-દહીં, દાળ, ચોખા બધા તો છે તમારું સૌંદર્ય નિખારવાને તૈયાર! આ સુરક્ષિત પણ છે.

તણાવ અને પ્રદુષણ તમારી સુંદરતાની રાહમાં સૌથી મોટું વિઘ્ન છે. અમુક સુરક્ષિત અને પ્રાકૃતિક વસ્તુઓ તમારા રસોડામાં રહેલી છે જે તમને શાનદાર બ્યૂટી ટ્રીટમેન્ટ આપશે.


ચહેરા માટે

ફેસ સ્ક્રબ:- એક પ્લેટ ઓટ્સ, ખાંડ, બે મોટી સ્લાઈસ ટામેટાને સારી રીતે મિક્સ કરી ચહેરાની ત્વચા પર ગોળાઈમાં ફેરવતા ઘસવું. આખા ચગેરા અને ગળા પર સ્ક્રબ કર્યા બાદ થોડી ટામેટાની સ્લાઈસ બીજી લો અને તેને ચહેરા પર લગાવી લો. ટામેટામાં પ્રાકૃતિક બ્લીચિંગ એજેંટ હોઈ છે જે તેની સારી રીતે સફાઈ કરશે અને ઓટ્સ ત્વચાને નરમ અને ચમકદાર બનાવશે.

ફેસ માસ્ક:- તાજી આમલી, ચંદન પાઉડર અને મુલ્તાની માટીમાં ગુલાબજળ અને દહીં મિક્સ કરી ફેસ માસ્ક તૈયાર કરવું. આ પેકને ચહેરા પર વીસ મિનિટ સુધી લગાવવું, સુકાઈ ગયા બાદ હુંફાળા પાણીથી ધોઈ લો.


ફેસ પેક:- મલાઈ, ચંદન, હળદર, મધ, બેસન (ચણાનો લોટ) અને ગુલાબજળને મિક્સ કરી ચહેરા અને ગળા પર લગાવો. થોડીવાર બાદ તેને પાણીથી ધોઈ લો. આ પેક ત્વચાથી ઝેરી તત્વો બહાર કાઢી લે છે અને તરત ચમક અને તાજો લુક આપે છે.

ખુશ્બૂ ટિપ્સ:- જ્યારે આ ફેસપેક, માસ્ક કે સ્ક્રબ ચહેરા પર લગાવેલું હોઈ ત્યારે બહુ વધારે ચહેરાની મૂવમેંટ અને વાતચીત ન કરવી. તેનાથી ત્વચામાં ખેંચાણ આવે છે અને સ્કીન ઢીલી થઈ શકે છે.

હોઠની ખાસ સારસંભાળ

લિપ પેક:- મોટી ચમચી ખાંડમાં અડધી ચમચી પાણી મિક્સ કરી હોઠ પર ઘસવું, આ હોઠના ડેડ સેલ્સને કાઢશે. પાંચ મિનિટ બાદ હુંફાળા પાણીથી ધોઈ લો. હોઠ પ્રાકૃતિક આભાથી ચમકી ઉઠશે.

લિપ કલર:- બીટ ત્રીસ મિનિટ સુધી શેક્યા બાદ ઠંડુ પડવા દેવું. હવે તેને કાપીને લાલ ભાગને હોઠ પર લગાવવો.

શરીર માટે


બોડી બટર:- કોકોઆ પાઉડર, મિલ્ક ક્રીક બાઉલમાં મિક્સ કરી પેસ્ટ બનાવવી (ત્વચા ઓઈલી હોઇ તો ચણાનો લોટ મિક્સ કરવો). આ પેસ્ટને ત્વચા, હાથ-પગ પર ૧૫ મિનિટ લગાવી રાખવી, પછી હુંફાળા પાણથી નહાઈ લેવું.

સ્કીન પેક:- સ્કીન બ્રાઈટનીંગ માટે એલોવેરાના એક પાનને છીણીની ગૂદો કાઢી લો. તેને શરીર પર લગાવવો, ખાસ કરીને શરીરના ડાર્ક ભાગ વાળી ત્વચા પર. આ પેક ત્રીસ મિનિટ સુધી લગાવી રાખવું પછી સાદા પાણીથી ધોઈ લો.

વાળ માટે

હેર માસ્ક:- કાચા કેળા મસળીને તેમાં એક મોટી ચમચી મધ મિક્સ કરીને વાળમાં લગાવવું. વીસ મિનિટ બાદ હુંફાળા પાણીથી ધોઈ લેવા.

હેર કંડીશનીંગ:- બે મોટી ચમચી દહીં, બે ઈંડા, એક લીંબુનો રસ, પાંચ ટીપા મધ મિક્સ કરી પેક તૈયાર કરવું. વાળ અને મૂળમાં લગાવવું. અડધી કલાક બાદ પાણીથી ધોઈ લો.


ખુશ્બુ ટિપ્સ:- બે મોટી ચમચી બદામનું તેલ, બે બાફેલા ઈંડા અને થોડું દહીં મિક્સ કરી વાળમાં લગાવવું. ત્રીસ મિનિટ બાદ હુંફાળા પાણીથી ધોઈ લેવું. વાળ સિલ્કી નજર આવશે.

૧.મળશે ચમકતી અને તાજી ત્વચા

મલાઈ, ચંદન, હળદર, મધ, ચણાનો લોટ અને ગુલાબજળ મિક્સ કરીને ચહેરા અને ગળા પર લગાવવું. થોડીવાર બાદ પાણીથી ધોઈ લો. તેનાથી ત્વચા તાજી અને ચમકદાર બનશે.

૨. વાળ બનશે સિલ્કી


૨ ચમચી દહીં, ૨ ઈંડા, ૧ લીંબુનો રસ, પાંચ ટીપા મધ મિક્સ કરી પેક બનાવી લો. હવે તેને સ્કેલપ પર લગાવીને ૧૦ મિનિટ માટે રહેવા દો. પછી શેમ્પૂથી વાળ ધોઈ લો. તેનાથી વાળની સમસ્યા દૂર થશે અને વાળ સિલ્કી બનશે.

૩. ચહેરાના વાળથી છૂટકારો

૩ ચમચી ઘંઉના લોટમાં ૧ ચમચી ગુલાબજળ અને ૧ ચમચી દૂધ મેળવો. હવે આ પેસ્ટથી ચહેરા પર સ્ક્રબ કરો. અઠવાડિયું આ ઉપયોગ કરવાથી તમને ફરક દેખાવા લાગશે.

૪. કાળા ધાબ્બાથી છૂટકારો

ટામેટા વિટામીન ઈ થી ભરપૂર હોઈ છે. તેને ચહેરા પર સ્ક્રબની જેમ ઘસીને થોડીવાર માટે છોડી દો. થોડીવાર બાદ પાણીથી તેને સાફ કરી લો. ટામેટા કાળા ડાઘ-ધાબ્બા હટાવવામાં ખૂબ ફાયદાકારક છે.

૫.બ્લેક હેડ્સથી છૂટકારો

દહીં અને ચોકર મેળવીને રોજ ચહેરા પર લગાવો. તેનાથી ધીરે-ધીરે બ્લેક હેડ્સ ઓછા થવા લાગશે.

૬.બંધ પોર્સને કરે સાફ


બંધ પોર્સને સાફ કરવા માટે દહીં, ચણાનો લોટ અને લીંબુનો રસ મિક્સ કરીને લગાવો. આ ઉપાયથી ત્વચાના પોર્સ સારી રીતે સાફ થઇ જશે.

૭. કાળા ઘેરા હટાવવામાં મદદરૂપ

આંખોની નીચે કાળા કુંડાળા હોઈ તો રોજ બટાટાની સ્લાઈસથી મસાજ કરો. તેનાથી થોડા જ દિવસોમાં કાળા કુંડાળા દૂર થઈ જશે.

૮. નેચરલ હેર કંડીશનર

દહીંમાં મધ મેળવી વાળ પર લગાવો અને પછી સાદા પાણીથી ધોઈ લો. આ મિશ્રણ વાળ પર કંડીશનરની જેમ કામ કરે છે.

૯.મૃત ત્વચા કાઢવા માટે


ખાંડની થોડી માત્રામાં જેતુનનું તેલ મેળવીને હળવા હાથે સ્ક્રબ કરો. આ એક એવું પ્રાકૃતિક સ્ક્રબ છે, જે ત્વચાની ડેડ સ્કિનને કાઢવામાં મદદ કરે છે.

૧૦.લાંબા ઘાટા વાળ

વાળને લાંબા, મજબૂત બનાવવા માટે કાંદાના રસનો ઉપયોગ કરો. તેનાથી ન માત્ર વાળ લાંબા અને મજબૂત બનશે પરંતુ આ ખરતા વાળની સમસ્યા પણ દૂર કરશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ