શું તમારો ફોન ધીમો થઈ જાય છે ? તો તેની પાછળ જવાબદાર છે આ એપ્લીકેશનો…

સામાન્ય રીતે મોબાઈલના સામાન્ય જાણકાર એવા આપણને આપણા મોબાઈલની સ્પિડ માટે તેની રેમ (REM)ને જવાબદાર ગણતા હોઈએ છીએ. અને લોકોની આ ફરિયાદો દૂર કરવા માટે દર નવા મોડેલે મોબાઈલ કંપની તેમની રેમ વધારતી જાય છે. તેમ છતાં અમુક સમય પસાર થયા બાદ ફોનની સ્પિડ ઘટી જ જાય છે. ક્યારેક ક્યારેક હેંગ પણ થઈ જાય છે અને ક્યારેક ક્યારેક બંધ પણ થઈ જાય છે અને ફરી પાછો તેની જાતે જ ચાલુ પણ થઈ જાય છે. આવા સંજોગોમાં તેની પાછળ તમારા ફોનની રેમ નહીં પણ તેમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલી કેટલીક એપ્લિકેશનો છે. તો ચાલો જાણીએ આ એપ્લિકેશનો વિષે.

તમે જો તમારા મિત્ર કે પછી કોઈ મોબાઈલ જાણકારને કહેશો તો તે જણાવશે કે તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વિગેરે એપ્લિકેશો ન વાપરો અથવા તો તેના લાઇટ વર્ઝનને ડાઉનલોડ કરો વિગેરે વિગેરે અને તેમ છતાં સમસ્યાતો ત્યાંની ત્યાં જ રહે છે.

એનરોઈડ ફોનમાં મોટાભાગની એપ્લિકેશનો તમારા ફોનની મેમરીનો જ ઉપયોગ કરતી હોય છે. અને જેમ જેમ તેમનો વપરાશ વધતો જાય તેમ તેમ તે ફોનની વધારે અને વધારે મેમરી ખાતી રહે છે. તમારા ફોનમાં કઈ એપ્લિકેશન વધારે મેમરી ખાય તે જાણવા માટે આટલું કરો.

સૌ પ્રથમ તમારે તમારા ફોનના સેટીંગ્સમાં જવું, ત્યાર બાદ તેમાં આવેલા સ્ટોરેજમાં જવું અને તેમાં મેનેજ ઇન્સ્ટોલ્ડ એપમાં જવું. હવે ત્યાં તમને તમારા ફોનમાં તમે જે જે એપ્લિકેશનો ડાઉનલોડ કરી હશે તેનું લિસ્ટ ખુલશે. હવે તેમાંથી એક એક એપ્લિકેશન પર ટેપ કરતાં જવું.

એપ્લિકેશન પર ટેપ કર્યા બાદ તેમાં સ્ટોરેજ પર જવું. સ્ટોરેજ પર જશો એટલે તમને તેમાં ત્રણ ઓપ્શન જોવા મળશે ટોટલ મેમરી, એપ્લિકેશનની મેમરી, અને ડેટા હવે આ ડેટામાં જે મેમરી વપરાઈ છે તેને તમારે નીચે આપેલા ક્લિયર ડેટા ઓપ્શન પર જઈને ક્લિયર કરી લેવી.

આમ મૂળ જેટલા એમ.બીની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી તેટલી થઈ જશે. આ પ્રકારની એપ્લિકેશનમાં ખાસ કરીને જે ગેમની એપ્લિકેશન હોય તે વધારે મેમરી ખાતી હોય છે. દા.ત. તમારા ફોનમાં તમે કેન્ડી ક્રશ ડાઉનલોડ કરી છે. તો તેની મૂળ મેમરી દા.ત. 130 એમ.બી હશે પણ તેની બીજી ડેટાની મેમરી હશે તે બીજી તેટલી જ હશે અને આ વધારાની મેમરી તમારા ફોનને સ્લો કરે છે. જો તમે આ ડેટાની મેમરી ક્લિયર કરી દેશો તો તમારા ફોનની સ્પિડ વધી જશે.

પણ યાદ એ રાખવાનું છે કે જો તમે આવી રીતે ડેટા ક્લિયર કરશો તો તેમાં તમારો જે ડેટા હશે તે પણ ઉડી જશે. એટલે કે જો તમે ગાના એપ્લિકેશન નાખી હશે અને તેની ડેટા મેમરી તમે ક્લિયર કરશો તો તેમાં તમે તૈયાર કરેલા પ્લે લિસ્ટ, સોંગ્સ વિગેરે જતાં રહેશે. તમારે દર વખતે તે પ્રોસેસ રીપીટ કરવી પડશે.

તો જો તમારા માટે આ બધી એપ્લિકેશનનો ડેટા જરૂરી ન હોય તો તમે તેમાંથી વધારાની મેમરી ક્લિયર કરી શકો છો. આ ઉપરાંત જો તમે એ જાણવા માગતા હોવ કે તમારી કઈ એપ્લિકેશન સૌથી વધારે મેમરી વાપરે છે તો તમારે તમારે ફોનના સેટીંગ્સમાં જઈ તેની મેમરી પર ટેપ કરવું અને ત્યાર બાદ ‘મેમરી યુઝ્ડ બાય એપ્સ’ પર ટેપ કરવું. ત્યાં તમે એપ્લિકેશન દ્વારા વપરાતી રેમનો ડેટા મળશે જે 3 કલાક, 6 કલાક અને 12 કલાક અને 1 દિવસ એવા સમયગાળા હેઠળ જોઈ શકશો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ