રાત્રે ઊંઘતા પહેલા કરો આ મંત્રનુ ઉચ્ચારણ, થશે અનેક લાભ

તમારા જીવનને ઉજ્જ્વળ અને સમૃદ્ધિથી ભરપુર બનાવવા સુતા પહેલાં કરો આ મંત્રનું ઉચ્ચારણ

image source

આજના જમાના પ્રમાણે જ્યાં સુધી તમારી પાસે રૂપિયો ન હોય ત્યાં સુધી તમારી કોઈ કીંમત નથી સમજતું. આ એક હકીકત છે, જે કડવી છે. પૃથ્વી પરની દરેક વ્યક્તિ માટે પૈસો અત્યંત જરૂરી છે.

હાલ એક મેસેજ સતત ઇન્ટરનેટ પર, ફેસબુક પર અને વ્હોટ્સએપ પર વાયરલ થઈ રહ્યો છે, જે કંઈક આમ છે, “દુઃખી થઈને તાપમાં આંસુ સારવા તેના કરતાં તો મર્સીડીઝના એ.સીમાં આંસુ સારવા સારા” એટલે દુઃખ તો ગરીબને પણ આવવાનું છે અને અમિરને પણ આવવાનું છે પણ જો પાસે રૂપિયો હશે તો થોડા ઘણા અંશે તમારા માટે તે દુઃખને સહન કરવું સરળ રહેશે.

image source

પૈસો ભલે બધું જ ન હોઈ શકે પણ તે તમારા જીવનમાં તમને ઘણું બધું અપાવી શકે છે. માટે જ સદીઓથી માણસ પૈસા પાછળ પડેલો છે તેના માટે ગમે તેટલો રૂપિયો ઓછો જ પડે છે. તેની ઇચ્છાઓનો કોઈ અંત નથી.

અને પૈસા કમાવવામાં મદદ મેળવવા માટે આપણા ધાર્મિક ગ્રંથોમાં ઘણા બધા ઉપાયો, વિધિ તેમજ મંત્રોનો નિર્દેશ કરવામા આવ્યો છે. જેના ઉપયોગથી આપણે સંપત્તિવાન બની શકીએ છે.

તો ચાલો જાણીએ આ મંત્રો વિષે. આ મંત્રોમાં શ્રી કૃષ્ણની આરાધના કરવામાં આવે છે આ બન્ને મંત્રો શ્રી કૃષ્ણના જ છે.

image source

પ્રથમ મંત્ર

‘કૃ કૃષ્ણાય નમઃ’

આ શ્રી કૃષ્ણની આરાધનાનો મુળ મંત્ર છે. આ ખુબ જ ટુંકો છે માટે તમે ખુબ જ સરળતાથી કરી શકો છો. આ મંત્રનો જાપ તમારે સવારે નિત્ય ક્રમ પતાવીને સ્નાન કર્યા બાદ તેની એક માળા કરવી. આ મંત્ર તેના જાપકર્તાને સુખી જીવન આપે છે.

image source

આ મંત્રના નિત્ય ઉચ્ચારણથી તમારા જીવનના તમામ દુઃખ દૂર થઈ જાય છે. તેમજ મહત્ત્વના કામો તેમ જ નિર્ણયોમાં જો ક્યાંય વિઘ્નો આવતા હોય તો તે પણ દૂર થાય છે અને સારા પરિણામો મળે છે.

દ્વિતિય મંત્ર

“ઓમિ શ્રી નમઃ શ્રીકૃષ્ણાય પરિપુર્ણતમાય સ્વાહા”

image source

ઉપર જણાવેલા મંત્રનો જાપ જો રોજ સુતા પહેલાં કરવામાં આવે તો શ્રી કૃષ્ણ તમને સંપત્તિવાન અને સમૃદ્ધ બનાવે છે. પણ આ મંત્રનો જાપ તમારે માત્ર એક વાર જ નહીં પણ રોજ એકથી વધારે માળા કરીને જ્યારે આ મંત્રનો જાપ પાંચ લાખ વાર પૂર્ણ થશે ત્યારે તમને તેના અદ્ભુત ફળની પ્રાપ્તિ થશે.

માટે રોજ સુતા પહેલાં આ મંત્રની ઓછામાં ઓછી બે માળા તો કરી જ લેવી. જેટલા વધારે જાપ કરવામા આવશે તેટલી ઝડપી અસર થશે. આ મંત્રને શ્રી કૃષ્ણ ભગવાનનો સપ્તદશાક્ષર મંત્ર કહેવાય છે.

image source

સંપત્તિવાન બનવા માટે લક્ષ્મીજીની આરાધના આ રીતે કરો

આ સિવાય શુક્રવારની સવારે નિત્ય ક્રમ પતાવ્યા બાદ તમારા ઘરના મંદીરમાં સ્થાપિત કરવામાં આવેલી ધનની દેવી એવા લક્ષ્મીમાતાની મુર્તિ કે ફોટા સમક્ષ તમારે શુદ્ધ ઘીનો દીવો કરવો અને સાથે માતાજીને ખીરનો પ્રસાદ પણ ધરવો.

image source

શુક્રવારનો દિવસ લક્ષ્મીમાતાનો દિવસ હોય છે. તેમની પુજા કરતી વખતે તમારે “ઓમ શ્રી શ્રીયે નમઃ” નામના લક્ષ્મી મંત્રના જાપની પણ એક માળા કરી શકો છો તેનાથી તમને તમારી આરાધનાનું ફળ ત્વરીત મળશે.

લક્ષ્મી કુબેર મંત્ર

“ઓમ શ્રી મહાલક્ષ્મેય ચ વિદ્મહે
વિષ્ણુ પત્નેય ચ ધીમહી તન્નો
લક્ષ્મી પ્રચોદયાત ઓમ.”

image source

આ મંત્રનો અર્થ થાય છે હું મહાલક્ષ્મીજીની આરાધના કરું છું. વિષ્ણુ ભગવાનના ધર્મપત્ની સામે મારું શીશ નમાવું છું. હું મારી ઇચ્છાઓ પુર્ણ કરવા માટે તેમના આશિર્વાદ માગું છું.

આ લક્ષ્મી કુબેર મંત્ર અત્યંત પ્રભાવશાળી છે. તેના જાપથી તુરંત જ પરિણામ મળવા શરૂ થઈ જાય છે. આ લક્ષ્મી કુબેર મંત્રનો જાપ કરવાથી તમારા તરફ સંપત્તિ, સુખ અને સમૃદ્ધિ આકર્ષાય છે. માટે નિત્ય પુજા કરતી વખતે લક્ષ્મીજીના ફોટો કે મુર્તિ સમક્ષ બેસીને આ મંત્રનું સ્પષ્ટ ઉચ્ચારણ કરવું.

image source

ઉપર જણાવેલા કોઈ પણ મંત્રનો જાપ નિયમિત કરવાથી અને જણાવ્યા પ્રમાણે કરવાથી તમને અચુક ફળ પ્રાપ્ત થાય છે. તો આજથી જ આ મંત્રોનો જાપ શરૂ કરી દો અને તમારા જીવનને સમૃદ્ધિ, સુખ અને સંપત્તિથી ભરપુર બનાવી લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ