તમારા લાઈફમાં આવો કોઈ મિત્ર હોય તો ધન્ય છે તમારું જીવન, મિત્રતાની સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા…

પરમ અસ્તિત્વએ આપેલા આશીર્વાદના ફળ સ્વરૂપે આપણા દરેકના જીવનમાં એક એવી વ્યક્તિ હોય છે, જેની સાથે આપણે અંધારું અને અજવાળું વહેંચી શકીએ. એ આશીર્વાદ એટલે મિત્ર.


એ વ્યક્તિ સાથે આપણે નિષ્ફળતા નબળાઈઓની કોઈપણ જાતના ખચકાટ વગર,ગોળ ગોળ ફેરવીય વગર ચર્ચા કરી શકાય,


એ જ સાચો મિત્ર, ભાઈબંધ, બેનપણી આપણી જિંદગીમાં એ વ્યક્તિ સૌથી સ્પેશીયલ હોય છે જે પ્રેમી કે પ્રેમિકાનો હોય પણ તેની લગોલગ હોય,

જેની સાથે આપણી બીક ,ડર, આપણી નિરાશાઓ, આપણી ચિંતાઓ ,આપણા ભયસ્થાનો અને આપણને અનુભવાતી અસલામતી બિન્દાસ્ત શેર કરી શકાય.


જેની હાજરીમાં દિલ ખોલીને રડવાનું મન થાય, રાડો પાડવાનું મન થાય, કરેલી ભૂલો સ્વીકારવાનું અને “યાર ! ખોટું થઈ ગયું ત્યારે એ ” આવું વાગોળવાનું મન થાય.


જેની પાસે ભૂતકાળમાં કરેલા પાપોનો ફક્ત ઉલ્લેખ કરીને, ગંગામાં પાપ ધોયાનો અહેસાસ થાય એ સૌથી નજીકની વ્યક્તિ એટલે મિત્ર.


એક એવો મિત્ર જેની સાથે દુખી થયા વિના આપણી નિષ્ફળ પ્રેમપ્રકરણ , ગમતી છોકરી કે છોકરા વિશે ખુલ્લા દિલે વાતો કહી શકાય, ને અત્યારે જે છે એમાં કેવા ભરાઈ ગયા છીએ ને તો પણ એ સાથે રહેવાનાં કારણોની ચર્ચાઓ “ચા” સાથે કરી શકાય.


મિત્ર એ નથી જે આપણા બોલવામાં શબ્દોમાં અર્થો શોધે,પણ એ વ્યક્તિ તમારા ચૂપ રહેવાના કારણો ને અર્થો શોધતો હોય.

મિત્ર એટલે એક એવી જગ્યા જ્યાં કોઈપણ જાતના ખુલાસાઓ વગર આપણે લીધેલા નિર્ણયને સ્વીકાર ને “હાલને ભાઈ તને જે કરવું હોય તે” આવો આવકાર મળે.


જ્યાં મહોરાઓ ન પહેરવા પડે, જ્યાં ચહેરાઓ ન બદલવા પડે.

મિત્રતા એટલે એક એવી દુનિયા જ્યાં ઝગડાઓ કારણ વગરને ,ચર્ચાઓ અંતહીન હોય ,ફરિયાદો મીઠી હોય.

તેની દુકાન નથી હોતી, એના ઓટલા હોય છે.


એ એક એવી ISO માર્કઆ વાળી શુદ્ધ લાગણી એટલે મિત્રતા.

જે અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડે અને ધોળે દિવસે સપનાઓ દેખાડે.

જેના ખિસ્સામાં ને હદય બન્ને આપણી માટે ખુલ્લા હોય.


જેની હાજરી થકી પૃથ્વી પર સ્વર્ગ રચાય.

એક એવો ખૂણો જે આપનો ” secret And sacred Room ” હોય.

આવા ખૂણાને તમારી મિલકતમાં ગણીને મૈત્રીવેરો પૂરો ભરી લે જો.


લેખક : નેહલ ગઢવી

તમારા મિત્રોને કોમેન્ટમાં ટેગ કરો અને તેમને જણાવો કે તેઓ તમારી માટે કેટલા ખાસ છે.