તમારા હાથમાં ખનકતી બંગડીઓ રાખે છે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ…

તમારા હાથમાં ખનકતી બંગડીઓ રાખે છે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ…


ભારતીય સંસ્કૃતિમાં સ્રીઓના કાંડે બંગડી પહેરવાનું ખૂબ જ મહત્વ છે. એક સુહાગણ સ્ત્રીના હાથમાં બંગડી વગરના અડવા હાથ જોવા કોઈને ગમતા નથી. કુંવારી છોકરીઓ પણ કાંડામાં કોઈ કડાં કે બ્રેસ્લેટ ચોક્કસ પહેરે છે. હાથના કાંડાંમાં કોઈ ઘરેણું પહેરવું એ માત્ર ફેશન જ નથી. પરંતુ એ શરીર માટે પણ ખૂબ જ ગુણકારી છે. એવા કેટલાક લાભો પણ છે જે જાણીને તમને નવાઈ લાગશે કે જેને આપણે એક રીવાજ કે ફેશન સમજીને બંગડીઓ પહેરીએ છીએ એ આપણાં સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ફાયદાકારક છે.

બ્લડ પ્રેશર


આખા શરીરમાં વહેતું લોહી અને ધબકતા હ્રયદની ગતિને આપણે કાંડાની નાડ તપાસીને જાણી શકીએ છીએ. એજ રીતે હાથમાં રહેતી બંગડી એ કાંડાની નાડને સંભાળવાનું કામ કરે છે. કાંડાથી પસાર થઈને નિયંત્રિત થયેલું લોહી આખા શરીરમાં ચોક્કસ ગતિએ બ્રહ્મણ કરે છે. જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂ થાય છે.

હોર્મોનલ બેલેન્સ


મહિલાઓને દરેક ઉમરના તબક્કામાં જુદી જુદી તકલીફો થાય છે. તેવામાં માસિક સ્ત્રાવના નિયમિત હોવા કે અનિયમિત થવાથી લઈને મેનોપોઝ સુધીની અવસ્થા સુધી તેમના હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું રહે છે. જ્યારે હાથના કાંડાંમાં રહેલી બંગડીઓ આ અંતઃસ્ત્રાવોનું નિયમન કરવામાં પણ મદદરૂપ થાય છે. જેથી સ્ત્રીઓમાં રોગતિકારક શક્તિનો વ્યય નથી થાતો અને સ્વાસ્થ્ય જળવાય છે.

મુડ બની રહે છે


રંગબીરંગી બંગડીઓથી સુશોભિત કલાઈ જોઈને સ્ત્રીઓને ખૂબ જ આનંદ આવે છે. કપડાં અને સાડીને મેચિંગ બંગડીઓ તથા બીજાં આભૂષણો જોઈને સ્ત્રીઓનું મન પ્રફુલ્લિત રહે છે. તે એકલતા અનુભવતી નથી એથી ઉલ્ટું તેને આનંદ થાય છે બંગડીઓની ખનક સાંભળીને. એક જમાનો હતો જ્યારે સ્ત્રીઓ ઘરમાં જ રહેતી અને ગૃહિણી બનીને દિવસ – રાત માત્ર ઘરકામમાં જ પરોવાયેલી રહેતી ત્યારે મનમોહક અને રંગીન બંગડીઓને લીધે તેમને પ્રસન્નતા થતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ