તમારા હેર માટે કઇ ટ્રિટમેન્ટ સારી અને કઇ ખરાબ જાણી લો પહેલા તમે પણ

કોઈપણ હૈર ટ્રીટમેન્ટ કરાવતા પહેલા તેના વિશે પુરી જાણકારી હોવી ખૂબ જરૂરી છે. અલગ અલગ વાળની જરૂરિયાત અલગ હોય છે. હવે જાણીશું કે હૈર ટ્રીટમેન્ટ સ્મૂધનિંગ, સ્ટ્રેટનિંગ અને રીબોન્ડિંગ વચ્ચે શુ ફરક છે અને કેવા વાળ માટે કઈ ટ્રીટમેન્ટ લેવી જોઈએ.

વર્તમાન સમયમાં છોકરીઓમાં હૈર સ્મૂધનિંગ, રીબોન્ડિંગ અને સ્ટ્રેટનિંગનો ટ્રેન્ડ ખૂબ પ્રચલિત છે. આ ટ્રીટમેન્ટ આપના વાળની સાથે સાથે આપને પણ એક અલગ દેખાવ આપે છે. પણ શું આપ આ ટ્રીટમેન્ટ વિશે સમજ્યા વિચાર્યા વગર અને શું આપના વાળની જરૂરિયાત જાણ્યા વગર જ જો આપ આ ટ્રીટમેન્ટ લેવાનો નિર્ણય કરતા હોવ તો આપે આ આદત બદલી દેવી જોઈએ.

image source

પછી ભલે તે હૈર સ્ટ્રેટનિંગ હોય, રીબોન્ડિંગ હોય કે પછી સ્મૂધનિંગ હોય આ દરેક ટ્રીટમેન્ટ કરાવવાથી તેના ફાયદા અલગ અલગ હોય છે. તેમજ વાળની જરૂરિયાત પણ અલગ હોઇ શકે છે. જો આપ આપના વાળની જરૂરિયાત મુજબ ટ્રીટમેન્ટ પસંદ નહિ કરો તો તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હવે જાણીશું આ ટ્રીટમેન્ટનો ફરક તેમજ આપની જરૂરિયાત મુજબ ટ્રીટમેન્ટની પસંદગી કરવી જોઈએ.

શુ છે હૈર સ્મૂધનિંગ?

image source

જો આપના વાળ વેવી છે તો આ ટ્રીટમેન્ટ આપના માટે છે. સ્મૂધનિંગમાં સૌપ્રથમ આપના વાળ પર ફોર્મલડીહાઇડ સોલ્યુશન લગાવવામાં આવે છે. આ સોલ્યુશનના સુકાય ગયા પછી ફ્લેટ આયરનથી વાળને સ્ટ્રેટ પોઝિશનમાં લોક કરવામાં આવે છે. આ ટ્રીટમેન્ટમાં કેમિકલનો વધુ ઉપયોગ કરવામાં આવતો નથી એટલે વાળને ઓછું નુકસાન થાય છે. સ્મૂધનિંગ ટ્રીટમેન્ટની અસર બે થી ચાર મહિના સુધી રહે છે. આ ટ્રીટમેન્ટથી આપના વાળને કુદરતી દેખાવ મળે છે. જો આપના વાળ લાંબા, જાડા અને કર્લી છે તો આ ટ્રીટમેન્ટ આપના વાળ માટે યોગ્ય નથી. જેથી આપે આ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ નહીં.

શુ છે હૈર સ્ટ્રેટનિંગ?

image source

જો આપના વાળ ખૂબ વધારે કર્લી અને જાડા છે તો આ ટ્રીટમેન્ટ આપના માટે છે. જ્યાં હૈર સ્મૂધનિંગથી વાળને કુદરતી દેખાવ મળે છે ત્યાંજ આ ટ્રીટમેન્ટથી આપને થોડો આર્ટિફિશિયલ દેખાવ મળશે. ઉપરાંત આ ટ્રીટમેન્ટમાં સ્મૂધનિંગ કરતા વધારે માત્રામાં કેમિકલનો ઉપયોગ કરાય છે. સ્ટ્રેટનિંગની ટ્રીટમેન્ટમાં સૌપ્રથમ કેમિકલનો ઉપયોગ કરીને હૈર બોન્ડને તોડવામાં આવે છે. ત્યારપછી હિટ અને કેમિકલનો ઉપયોગ કરીને બોન્ડને રીસ્ટ્રક્ચર કરવામાં આવે છે. સ્ટ્રેટનિંગ ટ્રીટમેન્ટની અસર લગભગ ચાર થી પાંચ મહિના સુધી રહે છે. જ્યાં સુધી નવા વાળનો ગ્રોથ ના આવે ત્યાં સુધી આ ટ્રીટમેન્ટની અસર રહે છે. સ્મૂધનિંગ ટ્રીટમેન્ટ ની તુલનામાં આ હૈર સ્ટ્રેટનિંગની ટ્રીટમેન્ટ થોડી વધુ ખર્ચાળ હોય છે.

શુ છે રીબોન્ડિંગ?

image source

રીબોન્ડિંગ એ છોકરીઓ માટે છે જે છોકરીઓના વાળ ખુબજ કર્લી અને ફ્રીઝી હોય છે. જો કે સ્ટ્રેટનિંગ અને રીબોન્ડિંગમાં વધારે ફરક નથી પણ રીબોન્ડિંગ એ સ્ટ્રેટનિંગની એક સ્પેશિયલ ટેક્નિક છે. જો આપના વાળ ઘણા મોટા અને જાડા છે તો આપે આ જ ટ્રીટમેન્ટ કરાવી જોઈએ. આ ટ્રીટમેન્ટમાં પહેલા સ્ટ્રેટનરની મદદથી હૈર સ્ટ્રક્ચર અને કુદરતી બોન્ડને તોડવામાં આવે છે.

image source

ત્યારબાદ વાળને હૈર ન્યુટ્રિલાઈઝરથી હૈર બોન્ડને ફિક્સ કરવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ કરવામાં ઓછામાં ઓછા ચારથી પાંચ કલાક લાગે છે. રીબોન્ડિંગમાં ખૂબ સ્ટ્રોંગ કેમિકલ વાપરવામાં આવે છે. જેથી તે વાળની અંદરની લેયર સુધી પહોંચી જાય છે. આ ટ્રીટમેન્ટ બીજી અન્ય ટ્રીટમેન્ટ કરતા વધુ ખર્ચાળ છે. આ ટ્રીટમેન્ટથી વાળ ખૂબ ખરાબ થઈ જાય છે એટલે જ આ ટ્રીટમેન્ટ પછી વાળની ખૂબ સંભાળ રાખવાની જરૂરિયાત ઉભી થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ