જલ્સા કરોને જેંતીલાલ

જાણો તમારું બ્લડ ગૃપ તમારા વ્યક્તિત્ત્વ વિષે શું જણાવે છે !

એવો કોઈ અભ્યાસ, સંશોધન હોય કે ન હોય પણ એટલું તો માનવું જ પડશે કે વ્યક્તિના બ્લડ ગૃપ અને તેની પર્સનાલિટી વચ્ચે કોઈ અનુબંધ તો ચોક્કસ હશે જ. જો કે સમગ્ર વિશ્વમાં એવા ઘણા બધા સમાજો છે જેઓ માને છે કે માણસના લોહીનું ગૃપ તેના જીવનમાં એક અગત્યનો ભાગ ભજવે છે.ઉદાહરણ તરીકે જાપાનમાં, કેટલીક મેગેઝિનો લોકોના બ્લડ ગૃપ પ્રમાણે તેમનો હોરોસ્કોપ પ્રકાશિત કરે છે કે તેમનો દિવસ, અઠવાડિયું કે મહિનો કેવા જશે. આ ઉપરાંત મોટા ભાગની કંપનીમાં તેમના બ્લડગૃપ વિષે પણ પુછવામાં આવે છે જેને ધ્યાનમાં લઈ તેઓ જાણી શકે કે તેઓ તેમની કંપની માટે યોગ્ય છે કે નહીં.

લાગે છે કે હવે સમય થઈ ગયો છે કે લોકો પોતાની રાશી કે સિતારાઓ પ્રમાણે પોતાનું યોગ્ય મેચિંગ શોધવાની જગ્યાએ પોતાના બ્લડ ગૃપ પ્રમાણે મેચિંગ શોધે ! અહીં આ લેખમાં અમે વિસ્તૃત રીતે જણાવ્યું છે કે વ્યક્તિનું બ્લડ ગૃપ તેના વ્યક્તિત્ત્વને કેવી રીતે અસર કરે છે. અમારા આ આર્ટિકલનો ઉપયોગ તમે ભવિષ્યના મહત્ત્વના નિર્ણયોમાં પણ કરી શકો છો.

બ્લડ ગૃપ A (+,-)આ બ્લડ ગૃપ વિશ્વનું સૌથી સામાન્ય બ્લડ ગૃપ છે. એ- બ્લડ ગૃપ ધરાવતા લોકો ખુબ જ સંવેદનશીલ અને સહકારી હોય છે. તેઓ પોતાની સ્માર્ટનેસ અને એક ગજબ પર્ફેક્શનિસ્ટ હોય છે. તેઓ એ વાતને ખુબ મહત્ત્વ આપે છે કે તેમની આસપાસના લોકો હંમેશા કમ્ફર્ટેબલ ફિલ કરે, અને તે કારણસર તેમની પેતાની લાગણીઓ તેઓ અન્યો સમક્ષ રજૂ કરી શકતા નથી. તેનાથી તેમની આસપાસના લોકો તેમના વિષે એવું અનુમાન કરે છે કે તેઓ શરમાળ અને અતડા સ્વભાવના છે. એ- બ્લડગૃપ ધરાવતા લોકોને સફળ માનવામાં આવે છે અને તેવા લોકો સફળતા મેળવવા માટે કંઈપણ કરી છૂટવા તૈયાર હોય છે. તેમની આ જ લગનના કારણે આવા લોકો રાત્રે પુરતી ઉંઘ નથી લઈ શકતા કારણ કે તેઓ હંમેશા પોતે છે તેના કરતાં પણ સારા બનવા માટે પોતાના મગજ પર ખુબ જ દબાણ નાખતા હોય છે.

B (+,-) બ્લડ ગૃપબી બ્લડ ગૃપ ધરાવતા લોકો ખુબ જ સંતુલિત હોય છે. આવા લોકોને વિશ્વમાં સૌથી વ્યવહારિક લોકો માનવામાં આવે છે. તેઓ પોતાની નેતૃત્ત્વ વાળી ગુણવત્તા અને તેમની મહાન મહેચ્છા માટે જાણીતા છે. સાથે સાથે તેમની અન્યો પ્રત્યેની વિચારશિલતા અને સંવેદનશિલતા પણ ખુબ જ વખાણવા યોગ્ય હોય છે. આવા લોકો નવા સાહસો કરવા માટે ત્યારે જ તૈયાર થાય છે જ્યારે તેઓ તે અંગેના બધા જ પાસાઓ તેમજ જોખમોને સારી રીતે સમજી ગયા હોય. ઘણીવાર આવા લોકો સાથે કોઓપરેટ કરવું મુશ્કેલ થઈ પડે છે કારણ કે તેઓ વ્યક્તિવાદિ હોય છે અને હંમેશા પોતાના વ્યક્તિગત લક્ષ્યો તેમજ મહેચ્છાઓને જ ધ્યાનમાં રાખે છે. બી બ્લડ ગૃપ ધરાવતા લોકો હંમેશા પોતાના લક્ષ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે અને માટે તેઓ ક્યારેક સ્વકેન્દ્રિ બની જાય છે. બી બ્લડ ગૃપ ધરાવતા લોકો ઠંડા કલેજાના હોય છે કારણ કે તેઓ હંમેશા હૃદયથી નહીં પણ મગજથી જ વિચારતા હોય છે.

બ્લડ ગૃપ AB (+, -)આ બ્લડ ગૃપ ધરાવતા લોકો ખુબ જ ઓછા જોવા મળે છે. આવા લોકો બધાના માનિતા હોય છે. તે એટલા માટે કારણ કે આવા લોકોમાં એ અને બી બ્લડ ગૃપ બન્નેના લક્ષણો હોય છે. તેનો મતલબ એવો છે કે તેઓ શરમાળ પણ છે અને લોકોમાં હળેમળે પણ છે પણ તેનો આધાર તેમના મૂડ પર રહેલો છે. આ લોકો તેમના મોહક વ્યક્તિત્ત્વ માટે જાણીતા હોય છે અને આવા લોકોને ભાગ્યે જ કોઈ અવગણતું હશે. અને માટે જ તેમને પાર્ટીની જાન ગણવામાં આ છે. એબી બ્લડ ગૃપ ધરાવતા લોકો ખુબ જ આધ્યાત્મિક અને પરિશ્રમી હોય છે. તેમનો દિવસ ક્યારેય બોરિંગ નથી હોતો કારણ કે તેઓ હંમેશા કોઈને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે. કેટલીક વાર એવું પણ બને છેકે આવા લોકો ઘણીવાર પાર્ટીનો રસ ઉડાડી નાખતા હોય છે કારણ કે તેઓ ખુબ જ જવાબદાર હોય છે અને ખુબ જ સાવચેત રીતે કોઈ પગલું લેતા હોય છે. તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે જ લોકોની ફેવર કરે છે. અને એ બ્લડ ગૃપ ધરાવતા લોકોની જેમ જ આ લોકો સ્ટ્રેસ હેઠળ સારી રીતે પ્રતિસાદ નથી આપી શકતા.

બ્લડ ગૃપ O (+,-)ઓ બ્લડ ગૃપ ધરાવતા લોકો પણ દુનિયામાં પુષ્કળ છે. ઓ બ્લડ ગૃપ ધરાવતા લોકો તેમના સ્વતંત્ર વિશિષ્ટતાઓ માટે જાણીતા છે. વિશ્વના 35% કરતાં પણ વધારે લોકો આ બ્લડ ગૃપ ધરાવે છે. ઓ બ્લડ ગૃપ ધરાવતા લોકોને બે પ્રકારમાં વહેંચી શકાયઃ આગેવાનો અને એકાંકી. આ લોકો આત્મનિર્ભર હોય છે અને તેઓ અન્ય લોકોની સલાહને માન આપીને પણ જોખમી નિર્ણયો લેવાનું પસંદ કરે છે. ઓ બ્લડ ગૃપ ધરાવતા લોકો તેમની અંતઃસ્ફૂર્ણાથી ઓળખાય છે. જો કે આવા લોકોને જૂથમાં કામ કરતા મુશ્કેલી અનુભવે છે કારણ કે તેઓ ખુબ જ જલદી હાર માની લે છે. આવા લોકો તેમના શક્તિશાળી વ્યક્તિત્ત્વ માટે જાણીતા હોય છે, જેના કારણે તેઓ હંમેશા કોઈપણ કાર્યક્રમના આકર્ષણનું કેન્દ્ર બને છે. જો કે તેમનો બોલ્ડ સ્વભાવ તેમને અન્ય લોકોથી એકલા પાડી દે છે. ઓ બ્લડ ગૃપ ધરાવતા લોકો હંમેશા સ્ટ્રેસ નીચે સારું પર્ફોમન્સ આપે છે, પણ તેમને તેમના પરિશ્રમ માટે ઓળખ મળશે તેવી ખાતરી હોય ત્યારે જ.

અહીં અમે ટુંકમાં જણાવ્યું છે કે એક બ્લડ ગૃપ બીજા બ્લડ ગૃપ માટે કેટલું સારું રહેશેઃ

– એ બ્લડગૃપવાળા લોકો એ તેમજ એબી બ્લડ ગૃપ સાથે સારા રહે છે.

– બી બ્લડ ગૃપવાળા લોકો બી તેમજ એબી સાથે સારા રહે છે.

– એબી બ્લડ ગૃપવાળા લોકો બધા જ સાથે સારી રીતે પાર પાડે છે.

– ઓ બ્લડ ગૃપ ધરાવતા લોકોનો ઓ ગૃપ તેમજ એબી ગૃપ સાથે સારો મેળ ખાય છે.

Exit mobile version