તમારો જન્મ પણ આ તારીખે થયો છે તો તમારા દામ્પત્ય જીવનમાં આવી શકે છે ઉતાર ચઝાવ, જાણો સ્વભાવ વિશે ખાસ વાતો

ભવિષ્ય જાણવા માટે જે વિદ્યાનો ઉપયોગ થાય છે તેમાં અંક જ્યોતિષ પણ મહત્વનું છે. વ્યક્તિની કુંડળીની જેમ તેના જન્માંક પણ તેના સ્વભાવની સાથે જિંદગીના વિવિધ પાસાને લઈને અનેક વાતો કરે છે. વ્યક્તિનો જન્માંક કે મૂળાંક તેના જન્મની તારીખ સાથે જોડાયેલો હોય છે. જે લોકોનો જન્મ 7,16, અને 25 તારીખે થયો હોય છે તેનો મૂળાંક 7 હોય છે. તો જાણો મૂળાંક 7 વાળા લોકોની જિંદગી, પર્સાનલિટી વિશે વિગતે. સાથે જાણો તેમના જીવનનો કયો પક્ષ સૌથી વધારે અસરકારક હોય છે.

ચતુરાઈથી કમાઈ શકે છે રૂપિયા

image source

મૂળાંક 7 વાળા લોકો બુદ્ધિ અને ચતુરાઈથી ધન કમાઈ શકે છે. તેમનું જીવન સુખ અને સુવિધાઓથી ભરેલું રહે છે. રૂપિયા કમાવવાની સાથે બચત કરવામાં પણ તેઓ મોખરે હોય છે. તેમનો મૂળાંક 5 અને 6 વાળા લોકો સાથે મેળ ખાય છે. આ નંબરના લોકો સાથે તેમની સારી દોસ્તી રહે છે.

કેવો હોય છે મૂળાંક 7 વાળા લોકોનો સ્વભાવ

image source

આ જાતકો દિલના સાફ હોય છે અને અનેકવાર નાની વાતો પણ તેમને દુખી કરી દેતી હોય છે.

આ લોકો જેમનો મૂળાંક 7 છે તેઓ પોતાની વાત સૌની સામે જુસ્સાથી રાખી શકે છે. તેઓને તેમાં ખચકાટ થતો નથી. તેના કારણે અનેક વાર લોકો તેમની વાતનું ખરાબ પણ માને છે.

image source

જેમનો મૂળાંક 7 છે તેઓ પ્રેમના મામલામાં ઘણા ભાગ્યશાળી હોતા નથી. આ કારણે તેમની પ્રેમ અને દામ્પત્ય જિંદગીમાં ઉતાર ચઢાવ આવતા રહે છે.

આ લોકો જેમનો મૂળાંક 7 છે તેઓ પોતાની ભાવનાઓ સરળતાથી જણાવી શકતા નથી, આ કારણે તેમના દોસ્ત પણ ઓછા રહે છે.

image source

જેમનો મૂળાંક 7 છે તેઓ હંમેશા પોતાના વિશે પહેલા વિચારે છે અને પછી બીજાના વિશે વિચારે છે.

આ લોકોની સૌથી મોટી નબળાઈ એ છે કે તેઓ દરેક વાતને ખૂબ જ ગંભીરતાથી લઈ લેતા હોય છે.

image source

રાહુ છે મૂળાંક 7 વાળા લોકોનો સ્વામી ગ્રહ રાહુ હોય છે. આ સાથે તેમાં અન્યના મનની વાત જલ્દી જાણી લેવાની યોગ્યતા પણ જોવા મળે છે. આ પ્રકારના લોકો લેખક, ડોક્ટર, જજ, જ્યોતિષી અને સરકારી અધિકારી બની શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong