તમને ખબર હતી કે આપણા ગુજરાતમાં પણ ગોલ્ડ લવર છે?

બપ્પી દા….અરે પેલાં બોલીવુડનાં સિંગર અને મ્યૂઝિશન જેઓ ડિસ્કો સોંગ્સ માટે ૧૯મી સદીમાં ખુબ જ ફેમસ હતા. અરે એજ જેઓ પુષ્કળ સોનું પહેરતા હોય છે. હવે યાદ આવ્યું કે નહીં? સોના વાળા ભાઈ બપ્પી દાને ઓળખી જ ગયા હશો ને? સારું તો આજે તમને અમે બપ્પી દા જેવાં ગોલ્ડ લવર્સથી પરીચિત કરાવવા જઈ રહ્યાં છીએ. જેઓ ન જાણે કેટલાય કિલો સોનાની જૂઅલરિ અને નીતનવી કારીગરી કારવીને પહેરતા હોય છે. તેમનાં આ શોખથી તેઓ ખુબ જ ફેમસ પણ છે.

વાસુદેવ ઈસરાની,  દત્ત ફુગે, પંકજ પારખ, અનુપ સ્વરુપ અને આપણા ગુજરાતનાં મહેશ સોનીનો પણ ગોલ્ડ લવર્સની લિસ્ટમાં સામેલ છે. આ બધાની સાથે હજી એવા ઘણા સોનાનાં ઘેલા છે જેઓ નિતમિત અતિશય સોનું પહેરે છે. કોઈ પણ પરિસ્થિતિ હોય કે પછી કેવો પણ દિવસ કેમ ન હોય, તેઓ પોતાનાં સોનાની જૂઅલરી ભૂલ્યા વગર પહેરીને જ ઘરેથી નીકળતા હોય છે. તો ચાલો જાણીએ આ ગોલ્ડ લવર્સ વિશે અને તેઓ કેટલાં કિલો સોનું પહેરે છે તે વિશે.

અનેક કિલો સોનુ પહેનનાર જોધપુરનાં બિજનેસમેન વાસુદેવ ઈસરાનીની ઇક્સટૉર્શન ન આપવાને કારણે હત્યા કરી દેવામાં આવી હતી. વાસુદેવની જેમ જ પુણેનાં ગોલ્ડમેન દત્ત ફુગેની પણ હત્યા કરી દેવાઈ હતી. દત્તા સોના માંથી તૈયાર કરાવેલ શર્ટ પહેરતા હતા, જેનાં કારણે તેમની હત્યા કરાઈ હતી. આ બંનેની જેમ નાસિકનાં રહેવાસી પંકજ પારખ પણ સોનાની બનેલ શર્ટ પહેરે છે. તેમણે શરીર પર સૌથી વધારે ગોલ્ડનાં અભુષણો પહેરવનો વર્લ્ડ રીકોર્ડ બનાવ્યો છે. આ ત્રણે વ્યક્તિઓ સિવાય દેશ-વિદેશમાં એવા ઘણા ગોલ્ડ લવર છે જેઓ પોતાની બોડી ઉપર ભરપૂર સોનું પહેરતા હોય છે. તો જાણીલો આ ગોલ્ડ લવર્સ વિશે ઈન્ટરેસ્ટીંગ વાતો, જેમાં આપણા ગુજરાતની પણ એક વ્યક્તિ છે.

પંકજ પારખ યેવલા શહેરનાં અધ્યક્ષ પણ હતા. તેમને નાનપણથી જ સોનું પહેરવાનો ઘેલછા છે. ધંધામાં સફળતા મળવાને કારણે તેઓ પોતાનો શોખ પૂરો કરતા ગયા અને એક દિવસ એવો આવ્યો કે તેમણે સોનાની શર્ટ બનાવડાવી. તેઓ આશરે ૪.૧૦ કિલો સોનું  તેમની ગોલ્ડ માંથી બનાવેલ શર્ટ ૩૨૦૦ કલાકમાં ૨૦ કારીગરોએ તૈયાર કરી હતી. આ શર્ટની કિંમત ૯૮ લાખથી પણ વધારે આકવામાં આવી છે.

 

 

અમિતાભ બચ્ચને પણ મળવા બોલાવ્યાં

પંકજ પારખની ગોલ્ડ શર્ટ ખુબ જ પ્રચલિત થઈ અને ગિનીઝ બુકમાં તેમનું નામ સામેલ થયું. વર્લ્ડ રેકોર્ડ બનાવીને તેઓ અત્યંત ખુશ હતા, જે તેમનાં માટે સ્વપ્ન જેવું હતું. તેમની ગોલ્ડ શર્ટ એટલી ફેમસ થઈ કે બોલીવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચને પણ મળવા બોલાવ્યાં હતા. શર્ટ સિવાય પંકજ સામાન્ય રીતે દોઢથી બે કિલોની જૂઅલરિ પહેરતા હોય છે. તેમણે પોતના શોખને અનુસરતા ચાંદીનાં બુટ પણ બનાવ્યા હતા. તેઓ હાલમાં યેવલા શહેરમાં એનસીપીની પોસ્ટ પર કાર્યરત છે.

અન્ય ગોલ્ડ લવર્સ વિશે બધુમાં જાણીએ…..

સમ્રાટ ભાઉ મોઝે

પંકજ ભાઈની જ જેમ સમ્રાટ ભાઉ મોઝેને પણ સોનાનાં ઘરેણા પહેરવાનો શોખ છે. તેઓ એક એનસીપી નેતા છે, જેઓ પોતાનાં શરીર ઉપર આશરે ૫ કિલો ગોલ્ડનાં આભૂષણ પહેરે છે.

 

અનુપ સ્વરુપ

શિવસેનાનાં નેતા અનુપ સ્વરુપ લગભગ ર કિલો સોનું પહેરે છે.

 

જગદિશ ગાયકવાડ

રાજનૈતિક દલ સાથે જોડાયેલ જગદિશ ગાયકવાડ ૧ કિલો ગોલ્ડની જૂઅલરિ પહેરતા હોય છે.

 

રમેશ વાનજલે


પુણેનાં રહેવાસી એમએલએ રમેશ વાનજલે પણ સોના માટે ઘેલા છે. તેઓ ૨ કિલો કરતા વધારેનાં દગદાગીના પહેરે છે.

 

કન્હૈયાલાલ ખટીક


ચિતૌડગઢ મેવાડનાં કન્હૈયાલાલ ખટીક પોતાનાં શરીર પર ૨.૫ કિલો ગોલ્ડનાં ઘરેણા પહેરે છે.

 

મહેશ સોની


રતલામનાં મહેશ ભાઈને લોકો ‘લૉર્ડ ઑફ ધ રિંગ્સ’નાં નામે ઓળખાય છે. તેઓ બંને હાથમાં ૫૨ જેટલી વીંટીઓ પહેરે છે.

 

સુધીર કુમાર ઉર્ફ ‘ગોલ્ડ બાબા’


ગોલ્ડ બાબાનાં નામથી પ્રચલિત જુના અખાડાનાં સંત સુધીર કુમાર આશરે ૧૧ કિલો સોનાનાં આભુષણ પહેરે છે.

 

મિસ્ટર ટી


ફેમસ ફુટબોલર જે મિસ્ટર ટીનાં નામથી ઓળખાય છે, જેઓ એક એક્ટર પણ છે. તેઓ ૧.૫ કિલો સોનું પહેરે છે.

 

ન્ગુયેન ક્સુઅન તુંગ


તુએં ક્વાંગ પ્રોવિંસનાં રહેવાસી ન્ગુયેન ક્સુએન તુંગ પોતાનાં શરીર પર ૨ કિલો સોનાનાં ઘરેણા પહેરે છે.

આ અનોખા ગોલ્ડ લવર્સ માટે લાઈક તો બને જ છે. જો તમે આવા કોઈ શોખ ધરાવતા વ્યક્તિ વિશે જાણો છો તો કોમેન્ટમાં જણાવો અને શેર જરૂરથી કરજો.

 

 

http://www.aamchori.com/ye-hai-gold-ke-sabse-bde-diwane/