કોરોનાની સ્થિતિ વણસતાં સરકાર આવી એક્શન મોડમાં, તમામ MBBS ડોક્ટરોને ફરજ પર હાજર થવા આદેશ, જો નહીં આવે તો…

હાલમાં જ દિવાળી તહેવાર ગયો અને ગુજરાતમાં જાણે કોરોના છોડતો ગયો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં કોરોના મહામારીની પરિસ્થિતિ ખુબ જ વણસી રહી છે, જેના કારણે રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામકાજ કરવાનું શરૂ કરી દીધું છે. અહીંથી રાજ્યના તામમ લોકોએ એ સમજવું જરૂરી બની ગયુ છે કે, રાજ્યમાં કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવું લાગી રહ્યું છે.

image source

હાલમાં જ રાજ્ય સરકારે તમામ MBBS ડોક્ટરોને બે દિવસમાં ફરજ પર હાજર થવા આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે 925 બોન્ડેડ MBBS ડોક્ટરોને હાજર થવાનો આદેશ કર્યો છે. તો વળી એક માહિતી એવી પણ સામે આવી રહી છે કે, રાજ્યની મોટા ભાગની હોસ્પિટલોમાં કોવિડ-19બેડ ફુલ થઇ ગયા છે. હવે આરોગ્ય કમિશન દ્વારા તમામ બોન્ડેડ MBBS ડોક્ટરોને ફરજ પર હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.

image source

આ સાથે જ કડક કાર્યવાહી કરવાના આદેશ સાથે વાત કરી કે જો બે દિવસમાં તમામ તબીબો ફરજ પર હાજર ન થાય તો એપેડમિક એક્ટ અંતર્ગત તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. તમામ બોન્ડેડ ડોક્ટરોને મહાનગરપાલિકા દ્વારા બે દિવસમાં હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે. આ હુકમ આરોગ્ય કમિશન દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

image source

ઉલ્લેખનીય છે કે, દિવાળી બાદ ધડાધડ કોરોનાના કેસમાં વધારો થયો છે. જે બાદ આજથી રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સરકાર દ્વારા કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. કરફ્યૂની જાહેરાત કરાયા બાદ લોકોમાં હવે લોકડાઉન આવશે એવી ચર્ચાઓ થઇ રહી છે. જ્યારે આ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. સીએમ રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતમાં લોકડાઉન લગાવવાનું કોઇ પ્લાનિંગ નથી. જે એક માત્ર અફવા છે.

image source

વધુમાં સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં લગાવવામાં આવેલા કરફ્યૂ અંગે પણ કહ્યું હતું કે કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 112 દિવસ પછી 20મી તારીખથી રાતે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. ત્યારપછી સોમવારથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રોજ કરફ્યૂ ચાલુ રહેશે.

image source

દિવાળી બાદ અમદાવાદ માં કોરોના કેસોનો રાફડો ફાટતાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. અને જેના કારણે અમદાવાદમાં ફરી એકવાર કરફ્યૂ લાગુ કરવાની જરૂર પડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી કરફ્યૂનું એલાન કર્યું છે. અને લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. હવે માહિતી મળી રહી છે કે, શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારની સવારે 6 વાગ્યા સુધી એમ સતત 57 કલાક સુધી અમદાવાદમાં કરફ્યૂ રહેશે. અને સોમવારે રાત્રિથી ફરીથી નાઈટ કરફ્યૂ (રાત્રે 9-સવારે6) લાગુ પડશે. એનો મતલબ કે અમદાવાદમાં હવે શનિવાર અને રવિવારે પણ કરફ્યૂ લાગુ પડશે. કરફ્યૂ દરમિયાન દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે બાકીની તમામ દુકાનો બંધ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ