તલની પાપડી ચિક્કી – તલની આ ચીક્કી બહાર ક્યાંય મળતી નથી તમે ઘરે જ બનાવી શકશો આ યમ્મી અને ક્રન્ચી ચીક્કી…

આજે આપણે બનાવીશું ઉતરાયણ સ્પેશિયલ તલની પાપડી ચિક્કી. આપણે તલ અને ખાંડ ની ચિક્કી બનાવીશું.તેને વણવા ની અને બનાવવાની પરફેક્ટ રીત જોઈશું. ફક્ત પાંચ જ મિનિટમાં ચીક્કી બની જાય છે. અને બાળકોની તો ફેવરીટ હોય છે તમે મોઢા માં નાખો અને ઓગળી જાય તેવી ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બને છે. તો ચાલો બનાવીએ ઉત્તરાયણ માટે તલની પાપડ ચિક્કી.

સામગ્રી

  • તલ
  • ખાંડ
  • બટર પેપર

રીત-

1- સૌથી પહેલા બટર પેપર ને તેલથી ગ્રીસ કરી લઈશું. જ્યારે ચિક્કી બનાવીએ ત્યારે સૌથી પહેલા બધી તૈયારી કરી લેવાની. કારણ કે ગરમ ગરમ ચિક્કી આપણે વણવા ની હોય છે.જો ત્યારે તેલ લગાવવા જાવ તો આપણું ચિક્કી નું મિશ્રણ ઠંડુ પડી જાય. અને પછી ચિક્કી વણાતી નથી.

2- હવે એક નાનું પેન મુકીશું. તેમાં 3 ચમચી તલ લઈશું. તલને ધીમા તાપે શેકી લેવાના છે. શેકેલા તલ ની ચીક્કી ખૂબ સરસ બને છે.તમે એમનેમ પણ બનાવી શકો છો. ધીમા તાપે હલાવતા તલને શેકી લઈશું.

3- હવે તલ શેકાઈ ગયા છે તો તેને કાઢી લઈશું અને તે જ પેનમાં ખાંડ ૩ ચમચી લઈશું.ગેસ ધીમો જ રાખવાનો છે. ધ્યાન રાખવાનું કે ગેસ હંમેશા ધીમો જ હોવો જોઈએ.જો ફાસ્ટ હસે તો એકદમ ગરમ થઇ જશે. નીચેથી એકદમ ડાર્ક કલર આવી જશે. અને જો વધારે ડાર્ક કલર આવી જશે તો તેનો ટેસ્ટ કડવો આવશે.

4- હવે ખાંડ ને બધી મિક્સ કરી લઈશું.બધી ખાંડ ઓગળી જાય અને મિશ્રણ મધ જેવું અને કલર પણ મધ જેવો થઇ જાય ત્યાં સુધી તેને મિક્સ કરી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધી જ ખાંડ ઓગળી ગઈ છે.અને કલર પણ એકદમ સરસ મધ જેવો થઇ ગયો છે.

5- હવે તેમાં તલ નાખીશું.તલ નાખી સરસ મિક્સ કરી લઈશું.તેને સતત હલાવતા રહીશું.હવે આપણે ગેસ બંધ કરી દઈશું.હવે આ સ્ટેજ પર આપણે કોઈ કુક કરવા ની જરૂર નથી.હવે તરત જ મિશ્રણને આપણે બટર પેપર પર લઈ લઈશું.હવે બટર પેપર નો બીજો ભાગ છે તેને કવર કરી લઈશું.અને વેલણ થી તેને વણી લઈશું.

6- આ સ્ટેજ પર હાથ ને એકદમ સ્પીડ થી ચલાવવાનો છે.અને બધી બાજુ થી વણી લઈશું. મિશ્રણ ગરમ હોય ત્યારે તમે ખેંચીને વણી શકો છો. જો મિશ્રણ ઠંડું થઇ ગયા પછી ચિક્કી ને ખેંચાય નહીં.

7- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી ચિક્કી સરસ વણાઈ ગઈ છે. હવે તેને ઠંડી થવા દઈશું. ઠંડી થયા પછી ઉપર બટર પેપર ખેંચી લઈશું તે ઈઝીલી નીકળી જશે.હવે તેને બરાબર ઠંડી થવા દઈશું.

8- હવે આપણી ચિક્કી એકદમ ઠંડી થઇ ગઈ છે.અને એકદમ પાપડ જેવી પાતળી અને એકદમ સાઈની બની છે.આ રીતે તમે બીજી ચિક્કી બનાવી શકો છો.તો તમે આ ઉત્તરાયણ પર ચોક્કસથી પાપડ જેવી ચિક્કી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.