જલ્સા કરોને જેંતીલાલ

તલ અને તલનાં તેલથી થનાર શરીરને ૧૦ અણમોલ ફાયદા…

તલનું આપણા રોજબરોજના ખાનપાનમાં એક પોતાનું જ અલગ મહત્વ છે. તલની તાસિર અત્યંત જ ગરમ હોઈ છે. શિયાળાની ઋતુમાં તલનું સેવન વધારે ઉપયોગી માનવામાં આવે છે કારણ કે શિયાળાની ઋતુમાં તલ ખાવાથી શરીરને એક પ્રકારની ઉર્જા પ્રાપ્‍ત થાય છે. શિયાળાનાં મોસમમાં તલનાં તેલનું માલિશ કરવામાં આવે તો શરીરમાં ગરમી આવે છે તેમજ ઠંડીથી બચાવ થાય છે.


તલનું તેલ પણ અત્યંત ગુણવર્ધક માનવામાં આવે છે. તલ મુખ્યત્વે બે પ્રકારનાં મળી આવે છે સફેદ અને કાળા. તલ એક ખૂબ જ શરીર પોષણ પ્રદાન કરનાર ખાદ્ય પદાર્થ છે જેમાં વિભિન્ન પ્રકારનાં પોષક તત્વ જેવા કે પ્રોટિન, કેલ્શિયમ, બી કોમ્પલેક્સ તેમજ કાર્બોહાઇડ્રેટ પૂરતા પ્રમાણમાં મળી આવે છે. તલ સફેદ હોઇ કે કાળા તેનો દરેક દાણો સ્વાસ્થયથી ભરપૂર હોઈ છે.

તલમાં વિભિન્ન પ્રકારનાં પોષક તત્વોનો સમાવેશ હોવાને કારણે આ આપણી ત્વચાને પણ સ્વસ્થ અને સુંદર જાળવી રાખવામાં ખૂબ મદદરૂપ હોઈ છે.


તલનું પોતાનું જ એક પારંપારિક મહત્વ પણ છે. મકરસંક્રાંતિનાં પર્વનાં દિવસે લોકો માટા પાયા પર તલનાં લાડુ બનાવે છે અને વહેંચે છે. તલનો ઉપયોગ વિવિધ પ્રકારનાં મીઠા અને નમકીન વ્યંજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે.

તલનું નિયમિત રૂપથી સેવન કરવું આપણા શારીરિક સ્વાસ્થય માટે ખૂબ લાભદાયક સાબિત થઇ શકે છે. આ લેખમાં આપણે તલમાં મળી આવતી વિશેષતાઓ તથા તેમાં મળી આવતા વિભિન્ન સ્વાસ્થય ગુણો બાબતમાં જાણકારી પ્રાપ્‍ત કરીશું.

૧. તલમાં ફોલિક એસિડની ખૂબ વધારે માત્રા મળી આવે છે જેના કારણે આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં અને ગુડ કોલેસ્ટ્રોલની માત્રામાં વૃદ્ધિ કરવામાં ખૂબ મદદ મળે છે. જેનાથી આપણા શરીરમાં સ્વસ્થ વસાની માત્રા જળવાઈ રહે છે તેમજ આપણા શરીરને વિભિન્ન પ્રકારની હ્દયની બિમારીઓ થવાથી પણ સુરક્ષા પ્રદાન થાય છે.


૨. તલમાં મેગ્નેશિયમ અને phytate નામક તત્વ મળી આવે છે જેમાં કેન્સર વિરોધી હોવાની વિશેષતા મળી આવે છે. તલ આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ ટ્યૂમર તેમજ કોલેસ્ટ્રોલ કેન્સર થવાનું જોખમ ઓછું કરવા માટે એક ખૂબ જ પ્રભાવશાળી ઉપાય માનવામાં આવ્યા છે.

૩.તલમાં રેશાની માત્રા અત્યાધિક મળી આવે છે જેના કારણે આપણી પાચનશક્તિને સ્વસ્થ જાળવી રાખે છે. તલમાં મળી આવતા રેશાને કારણે આપણા આંતરિક આંતર સુચારુ રૂપથી કાર્ય કરવા લાગે છે તેમજ આપણા શરીરમાંથી ઝેરી પદાર્થોનું નિષ્કાષન સુવિધાજનક રૂપથી થવા લાગે છે તથા કબજિયાતની સમસ્યાથી પણ રાહત મળવા લાગે છે.


૪.તલમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ વધારે મળી આવે છે. કેલ્શિયમ હાડકા સ્વસ્થ જાળવી રાખવા માટે એક ખૂબ જ આવશ્યક તેમજ મહત્વપૂર્ણ ખનીજ છે. તલમાં ઝીંકનું પણ પૂરતું પ્રમાણ મળી આવે છે જેના કારણે હાડકાઓનાં ઘનત્વ ને વધારો મળે છે. તલ ખાવાથી આપણા હાડકાને મજબૂતી પ્રદાન થાય છે તેમજ હાડકા સ્વસ્થ પણ રહે છે.

૫.તલ અને તલનું તેલ આપણા દાંત માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ આપણા દાંતમાં થતા મેલને દૂર કરી આપણા દાંતને સફેદ બનાવવામાં મદદરૂપ છે. તલ અને તલનાં તેલનું નિયમિત સેવનથી આપણા દાંતનું પણ સ્વાસ્થય જળવાઈ રહે છે.


૬. તલ એક અત્યંત જ પ્રભાવશાળી વિષનાશક ખાદ્ય પદાર્થ છે. આલ્કોહોલ અને અન્ય ઝેરી પદાર્થોનાં આપણા શરીર પર થનાર દુષ્પ્રભાવને દૂર કરવામાં આ આપણા લીવરની મદદ કરે છે. કોઈપણ પદાર્થને કારણે થનાર શરીરમાં દુષ્પરિણામોને રોકવાની ક્ષમતા તલમાં મળી આવે છે.

૭. તલ ખાવાથી આપણા લીવરને સારી રીતે કામ કરવામાં સહાયતા પ્રાપ્‍ત થાય છે. કાળા તલ ખાવાથી આપણા લીવરમાં લોહીની માત્રામાં વૃદ્ધિ થવા લાગે છે. કાળા તલમાં આંખનો થાક, ઝાંખી દ્રષ્ટિ અને ખુશ્ક આંખો જેવી મળી આવતી આંખોની તકલીફને દૂર કરવાનાં ચિકિત્સિય ગુણ મળી આવે છે.


૮. કાળા તલ આપણા શરીરને ઉર્જા પ્રદાન કરે છે, મસ્તિષ્કનું પોષણ કરવા અને વધી રહેલી ઉંમરને રોકવામાં ખૂબ ઉપયોગી છે. નિયમિત રીતે કાળા તલ ખાવાથી પીઠમાં થતા દુખાવાનાં લક્ષણોમાં કમી આવવા લાગે છે. કાળા તલ આપણા ઘુંટણમાં થનાર અસહ્ય દુખાવા તેમજ તેમાં થનાર જકડનની સમસ્યાથી પણ રાહત અપાવે છે.


૯. તલનુ નિયમિત સેવન આપણી ત્વચાનાં સ્વાસ્થય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જો તમે વધારે તડકામાં ક્યાંય બહાર જઈ રહ્યા છો તો તલનું તેલ તમારી ત્વચા પર જરૂરથી લગાવીને જાવ. તેનાથી તમારી ત્વચાને સૂર્યની તેજ કિરણોથી હાનિ થવાથી સુરક્ષા પ્રાપ્‍ત થાય છે. તલનાં તેલનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચાનાં કેન્સર થવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે. તલનું તેલ પ્રાકૃતિક રૂપથી તમારી ત્વચાની વિભિન્ન રીતનાં પ્રદુષણોથી થનાર દુષ્પ્રભાવોથી રક્ષા કરે છે.

૧૦.તલમાં વિભિન્ન પ્રકારનાં વિટામીન્સ, પોષક તત્વ તથા ખનીજ પદાર્થ પૂરતા પ્રમાણમાં મળી આવે છે જે વાળનું સ્વાસ્થય જાળવી રાખવા માટે ખૂબ જ આવશ્યક માનવામાં આવે છે. તલનું તેલ નિયમિત રીતે વાળમાં લગાવવાથી વાળ સંબંધિત દરેક સમસ્યા દૂર થવા લાગે છે. તેમજ વાળની પણ વૃદ્ધિ થવામાં મદદ મળે છે.


મોંમાં ચાંદા થવા પર, તલનાં તેલમાં સિંધાલુ મિઠું મેળવીને લગાવવાથી ચાંદા મટવા લાગે છે.

તલ, દાંત માટે પણ ફાયદાકારક છે. સવાર સાંજ બ્રશ કર્યા બાદ તલ ચાવવાથી દાંત મજબૂત બને છે, સાથે જ આ કેલ્શિયમની આપૂર્તિ પણ કરે છે.

ફાટેલ એડીઓને ઠીક કરવા માટે તલનું તેલ ગરમ કરીને, તેમાં સિંધાલુ મિઠું અને મીણ મેળવીને લગાવો. એમ કરવાથી વાઢીતા જલ્દી ભરાઇ છે.

સુકી ઉધરસ થવા પર તલને માખણ અને પાણી સાથે સેવન કરવાથી લાભ મળે છે. તેના સિવાય તલનાં તેલને લસણ સાથે ગરમ કરી, હળવા ગરમ રૂપમાં કાનમાં નાખવાથી કાનનાં દુખાવામાં રાહત મળે છે.


તલને ખાંડીને ખાવાથી કબજિયાતની સમસ્યા નથી થતી.

શરીરનાં કોઈપણ અંગની ચામડી બળી જવા પર, તલ પીસી ઘી અને કપૂર સાથે લગાવવાથી આરામ મળે છે, અને ઈજા પણ જલ્દીથી રૂઝાઈ જાય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version