જલ્સા કરોને જેંતીલાલ

તક્ષશિલા અગ્નિકાંડ: આજે પણ આ ઘટના યાદ આવે એટલે મન કાંઠુ કરવુ પડે છે….

તક્ષશીલા અગ્નિકાન્ડ જ્યારે આખુંએ ગુજરાત ડૂબ્યું હતું શોકમાં.

24 મેનો તે ગોઝારો દિવસ હતો, આ બાળકો કે તેમના પરિવારે વિચાર પણ નહોતો કર્યો કે સાંજ પડતાં તેમનું આખું જીવન ધૂળધાણી થઈ જશે. આ એક એવી ઘટના હતી અને ખાસ કરીને તેની જે તસ્વીરો હતી તે એટલી હદે કરૂણ હતી કે ભલભલા કાઠા કાળજાના માનવીને તે પીગળાવી મુકે – રડાવી મુકે.

image source

આ આગમાં કુલ 22 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જેમાં 16 બાળકો હતા. ઉજ્વળ ભવિષ્ય માટે કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરવા જતાં તે દિવસે તેમને જરા સરખો પણ અણસાર નહીં હોય કે તેમની સાથે શું થવા જઈ રહ્યું છે. પણ હોનીને કોઈ જ ટાળી શકતું નથી.

મૃતક અંશે પિતાને ફોન કરતાં કહ્યું હતું, ‘પપ્પા આગ લાગી છે મને બચાવી લો’

image source

અંશ એક તેજસ્વિ વિદ્યાર્થી હતો તેના 11 સાયન્સમાં 83 ટકા આવ્યા હતા. તે દિવસે તેનો ક્લાસીસમાં છેલ્લો દિવસ હતો. પિતાએ તેને જવા માટે ના કહી હતી કે છેલ્લો દિવસ છે જવાની કંઈ જરૂર નથી. પણ તે નહોતો માન્યો અને આ ઘટના ઘટી ગઈ. અંશે પિતાને ફોન કર્યો કે તે આગમાં ફસાઈ ગયો છે. ક્લાસિસની સીડીઓમાં આગ લાગી છે. પિતા તરત જ ઘટના સ્થળે પહોંચ્યા પણ તેમને દીકરો ક્યાંય ન દેખાયો. છેવટે હોસ્પિટલમાં કેટલું ભટક્યા ત્યારે તેમને દીકરાનો મૃતદેહ હાથમાં આવ્યો.

ગ્રીષ્માને તેના પિતાએ તેના વાંકાચૂંકા દાતથી ઓળખી હતી

image source

16 બાળકોમાંથી કેટલાક આ આગમાં ભુંજાઈને કે ગુંગળાને મૃત્યુ પામ્યા હતા તો કેટલાક જીવ બચાવવા માટે ચોથા-ત્રીજા માળેથી કૂદવાના કારણે મૃત્યુ પામ્યા હતા. મૃતકના પરિવારજનો માટે આ એક અત્યંત કરુણ ક્ષણ હતી. માતાપિતા પોતાના બાળકોને ઓળખી શકે તેમ નહોતા. કોઈને ઘડિયાળથી તો કોઈને કાન પરની બુટ્ટી પરથી ઓળખવામાં આવ્યા હતા. પણ બીચારી કમભાગી ગ્રીષ્માને તેના પિતા જયસુખ ગજેરાએ દીકરીના વાંકાચુકા દાત પરથી તેને ઓળખી લીધી હતી.

ગ્રીષ્મા ધોરણ 12 પછી ફાઇન આર્ટમાં તક્ષશીલા આર્કેડ ક્લાસીસમાં અભ્યાસ કરી રહી હતી, પણ તે દિવસે તેને નહોતી ખબર કે તે ક્લાસમાં જવા નીકળે છે પણ ક્યારેય ઘરે પાછી નહીં આવી શકે. માતાપિતાએ ખૂબ શોધખોળ કરી પણ ગ્રીષ્મા ન મળી. પણ તક્ષશીલા આર્કેડમાં લાગેલી આગમાં બીજા બાળકો સાથે ગ્રીષ્મા પણ જીવતી ભૂંજાઈ ગઈ હતી.

image source

શરીરની હાલત એટલી ખરાબ હતી કે તેણીની લાશને પોટલામાં સુરતની સ્મીમેર હોસ્પિટલના શબ ઘરમાં લઈ જવામાં આવ હતી. ચહેરો જરા પણ ઓળખાય તેમ નહોતો. છેવટે લાશના ઢગલામાંથી પિતાએ પોતાની દીકરીને તેના વાંકાચૂકા દાંત પરથી ઓળખી લીધી. અને દીકરીના નામની બૂમ પાડી ધ્રૂસકે ને ધ્રૂસકે રડી ઉઠ્યા હતા પિતાના આ આક્રંદથી ત્યાં હાજર દરેક વ્યક્તિનું હૃદય રડી ઉઠ્યું હતું.

ગ્રીષ્મા સાથે ગયેલી અઢી વર્ષની કર્ણવીનો પણ ભોગ લેવાયો

ગ્રીષ્માના પાડોશીની અઢિ વર્ષની દીકરી ગ્રીષ્માની ભારે હેવાઈ હતી. તે દિવસે અઢી વર્ષની કર્ણવીએ ગ્રીષ્મા સાથે જવાની હઠ પકડી હતી. ગ્રીષ્મા તક્ષશિલા ક્લાસિસમાં ફ્રિલાન્સ તરીકે કામ કરતી હતી. તે દિવસે તેણી પોતાનું પેમેન્ટ લેવા માટે ક્લાસમાં જઈ રહી હતી અને તેની સાથે જવા કર્ણવીએ જીદ પકડી હતી. ગ્રીષ્મા થોડી જ વારમાં પાછી આવવાની હોવાથી તેની સાથે કર્ણવીને પણ લઈ ગઈ હતી.

image source

પણ તેમના ત્યાં પહોંચ્યા બાદ ક્લાસીસમાં આગ ફાળી નીકળી અને ગ્રિષ્મા અને કર્ણવી ત્યાં જ ફસાઈ ગયા. ગ્રિષ્માએ કર્ણવીને બચાવા માટે બિલ્ડિંગની નીચે ભેગા થયેલા ટોળાને જોઈ એ આશાએ કર્ણવીને નીચે ફેંકી કે લોકો તેને જીલી લેશે પણ કોઈ કારણસર લોકો કર્ણવીને ન જીલી શક્યા અને તેણીને માથામાં ગંભીર ઘા થયો અને તરત જ તેણીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યા સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું.

બે વિદ્યાર્થીનીઓનો ક્લાસિસનો ફર્સ્ટ ડે જીવનનો લાસ્ટ ડે બની જશે, કોને ખબર હતી !

image source

આ બે બહેનપણીઓ વરાછાના લંબેહનુમાન રોડ કાળીદાસ નગર ખાતે રહેતી હતી. એકનું નામ હતું વંશવી અને બીજીનું નામ હતું ઋતુ. બન્ને 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. બન્નેનો કોચિંગ ક્લાસમાં પ્રથમ દિવસ હતો. પણ કોને ખબર હતી કે ક્લાસિસમાંનો આ પ્રથમ દિવસ તેમના જીવનનો અંતિમ દિવસ બની જશે.

વંશવીના પિતા પર વંશવીનો ફોન આવ્યો કે તરત જ તેઓ ત્યાં દોડી ગયા પણ ફાયર બ્રિગેડે તેમને ત્યાં જવા ન દીધા. વંશવીની લાશ ઓળખાય તેવી સ્થિતિમાં નહોતી. છેવટે તેની ઘડિયાળ, કાન પરની બુટ્ટી અને વસ્ત્રો પર કરવામાં આવેલા સ્ટોનવર્કથી તેને ઓળખવામાં આવી હતી. આ ક્ષણ તેણીના પિતા માટે કેટલી દુઃખદ રહી હશે !

આગમાં બચી ગયેલા લોકોનો અનુભવ પણ રહ્યો હતો કરુણ

image source

હર્ષ પરમાર આ આગમાંથી બચી જવા પામ્યો હતો, કારણ કે તેણે બિલ્ડિંગના ચોથા માળેથી કૂદકો માર્યો હતો. જો કે તેનાથી તેને ગંભીર ઇજા થઈ હતી અને તેને સ્પાર્કલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે પોતાનો અનુભવ જણાવતા કહે છે કે તે પણ બીજા વિદ્યાર્થીઓ સાથે ત્યાં હજાર હતો. અને અચાનક ત્યાં ધુમાડો થવા લાગ્યો હતો. તેઓ જે ક્લાસમાં વેન્ટિલેશન હતું ત્યાં પહોંચી ગયા. પણ ત્યાં પણ ધૂમાડો વધવા લાગ્યો.

થોડી વારમાં તેમને શ્વાલ લેવામાં તકલીફ પડવા લાગી. તેની સાથેના એક છોકરાએ નીચે કૂદકો મારી દીધો હતો. પછી હીંમત કરીને તેણે પણ કૂદકો મારવાનો પ્રયાસ કર્યો. પણ અચાનક ધૂમાડો વધી ગયો અને બધે અંધારુ થઈ ગયું. તેના મોડામાં પણ ધૂમાડો ઘૂસી ગયો. તેના હાથમાં બેનર હતું તે ટૂટી જતાં તે નીચે પટકાઈ પડ્યો હતો. તેને તરત જ સારવાર માટે લઈ જવામાં આવ્યો જો કે તે પહેલાં તે બેભાન થઈ ગયો હતો.

તો વળી એક પ્રત્યક્ષ દર્શિએ જણાવ્યું હતું કે લગભગ 4 વગ્યાની આસપાસ ક્લાસના મેઇન દરવાજા પર આગના ધૂમાડા જોવા મળ્યા હતા. અમે તે જોઈ ગભરાઈ ગયા. 7-8 વિદ્યાર્થીઓ ક્લાસના કાચ તોડીને નીચે કૂદી પડ્યા. બની શકે કે આગના દબાણના કારણે કાચ તૂટી ગયા હોય અને ભયભીત વિદ્યાર્થીઓ નીચે કૂદવા માંડ્યા હતા.

ઋષિત વેકરિયા જણાવે છે કે રોજની જેમ બધા પોતાના અભ્યાસમાં વ્યસ્ત હતા. લગભગ પોણા પાંચની આસપાસ ક્લાસમાં અચાનક ધુમાડો થવા લાગ્યો હતો. તેમના આખા ફ્લોર પર ધુમાડો જ હતો. બધા જ આ જોઈ ગભરાઈ ગયા હતા. તેણે પોતાના નસીબને બિરદાવતા જણ્યવું કે મારું નસીબ હતું કે હું બચી ગયો પણ બીજાઓ સાથે જે થયુ તે ખૂબ કરુણ છે. હું આ ગોઝારી ઘટનાની યાદને ક્યારેય ભૂંસી નહીં શકું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version