વેક્સીન લેવા માટે હવે નહીં જવું પડે કોઈને પૂછવા, આ રીતે જાણો ક્યાં છે તમારી નજીકનું વેક્સીનેશન સેન્ટર

કોરોના મહામારીના વિરોધમાં દેશમાં વેક્સીનેશનનો બીજો તબક્કો શરૂ થયો છે. 1 માર્ચથી આ તબકકામાં 60 વર્ષથી ઉપરના વૃદ્ધોને વેક્સીન આપવામાં આવી રહી છે. આ સિવાય સરકારે નક્કી કરેલી 20 અતિ ગંભીર બીમારી ધરાવતા 45 વર્ષથી ઉપરના લોકોને પણ વેક્સીન આપવામાં આવશે. એટલે કે કોરોનાના હાઈ રિસ્ક ગ્રૂપમાં છે. તમારા ઘરની આસપાસ ક્યાં વેક્સીન લગાવવામાં આવી રહી છે તેની જાણકારી તમને ઘરે બેઠા જ મળી શકે છે.

જાણો કઈ રીતે મળશે માહિતી

image source

હવે ગૂગલ પણ તમને બતાવી દેશે કે તમારા ઘરની નજીકનું વેક્સીનેશન સેન્ટર ક્યાં આવેલું છે. તમારા ઘરની આસપાસ કોરોનાની વેક્સીન ક્યાં લગાવી શકાય છે તેની જાણકારી તમને મોબાઈલ પર જ મળી શકે છે. ગૂગલ પોતાના સર્ચ એન્જિન, ગૂગલ મેપ અને ગૂગલ આસિસ્ટ્ન્ટ સર્વિસની મદદથી તમને આ તમામ જાણકારી આપી દે છે. શુક્રવારે ગૂગલ ઈન્ડિયાની તરફથી આ જાણકારી આપવામાં આવી છે.

આ રીતે મેળવી શકાશે જાણકારી, ગૂગલ પહોંચાડશે વેક્સીનેશન સેન્ટર

image source

એક બ્લોગ પોસ્ટમાં ગૂગલ ઈન્ડિયાએ કહ્યું છે કે કંપનીની ટીમ કોરોના વેક્સીન સંબંધી સવાલોના જવાબ આપવા માટે લોકોના સમય પર અધિકારીક સૂચના મેળવવાને લઈને કામ કરી રહી છે. તમે ગૂગલ મેપ પર વેક્સીનેશન સેન્ટરને શોધી શકો છો. મેપ પર જોવા મળતા વેક્સીનેશન સેન્ટર પર ક્લિક કર્યા બાદ તમને ડાયરેક્શનનો પણ ખ્યાલ આવી જશે. તમે ગાડીથી જાઓ કે પગપાળા..ડાયરેક્શન ફોલો કરીને સીધા કોરોના વેક્સીનેશન સેન્ટર પહોંચી શકો છો. ગૂગલ આસિસ્ટન્ટ અને ગૂગલ સર્ચ પણ તેમાં તમારી મદદ કરશે.

વેક્સીનને લઈને ફેલાઈ રહેલી અફવાઓ પર લાગશે લગામ

image source

કંપનીએ કહ્યું કે અમે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનની સાથે ની સાથે વેક્સીનેશન ડ્રાઈવને સાઈન્સ બેસ્ડ પ્રગતિ આપવાનું કામ કરી રહ્યા છે. કંપની મંત્રાલયના રેપિડ રિસ્ક રિસ્પોન્સ ટીમની સાથે વધારે ક્લોઝલી કામ કરી રહી છે જેથી ઇન્ટરનેટની મદદથી ફેલાઈ રહેલી ભ્રામક માન્યતાઓ પર લગામ લાગી શકે છે. વેક્સીનેશનના પહેલ તબક્કામાં શરૂ થયા બાદ જ ગૂગલે ગૂગલ સર્ચમાં નોલેજ પેનલને રોલ આઉટ કરી દીધું હતું જે કોવિડ વેક્સીન સંબંધિત ક્વેરી શો કરે છે.

હિંદી, અંગ્રેજી સિવાય 7 ક્ષેત્રીય ભાષામાં મળશે જાણકારી

image source

કંપની અનેક હિંદી અને અંગ્રેજીના સિવાય અનેક ભાષાઓમાં પણ સૂચના આપવા માટે પ્રતિબદ્ધ છે. મંત્રાલય અને અધિકારીક સોર્સથી મળેલી વિશ્વસનીય જાણકારી ઉપલબ્ધ કરાવવા માટે આવું કરાયું છે. કોવેક્સીન અને કોવિશિલ્ડ બંને વેક્સીનની પ્રભાવકારિતા, સેફ્ટી, સાઈડઈફેક્ટનું વિતરણ સહિતની અનેક જાણકારીઓ ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે. આ સેવા હિંદી, અંગ્રેજી, તેલૂગૂ, મલયાલમ, કન્નડ, મરાઠી, ગુજરાતી અને બંગાળીમાં મળશે.

અત્યાર સુધી 2.80 કરોડ લોકોને અપાઈ ચૂકી છે વેક્સીન

image source

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે શુક્રવાર સાંજ સુધીમાં 18.40 લાખ લોકોને ડોઝ આપવાની સાથે દેશમાં કોરોનાના અત્યાર સુધી 2.80 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે. શુક્રવારે સાંજે 7 વાગ્યા સુધીના રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 2,80,05,817 ડોઝ આપવામાં આવ્યા છે. જેમા 72,84,406 સ્વાસ્થ્યકર્મીઓ, 72,15,815 ફ્રન્ટલાઈન વર્ક્સને પહેલો ડોઝ અપાયો છે જ્યારે હાલમાં 41,76,446 સ્વાસ્થ્યકર્મીઓને અને સાથે જ 9,28,751 ફ્રન્ટલાઈન વર્ક્સને અન્ય ડોઝ પણ આપી દેવાયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ