ભોજન લેતી સમયે રાખશો ફક્ત આટલી સાવધાની તો હમેશા સ્વાસ્થ રેહશો..

સુખી જીવન માટે જરૂરી છે બેલેન્સ ડાયટ. બધા લોકો પ્રયત્ન કરતા હોય છે કે સારું ખાવું જોઈએ જેનાથી શરીરને ફાયદા થાય. મોટાભાગના લોકો પોતાના ખાવા-પીવાને લઈને બહુ ધ્યાન રાખતા હોય છે, પરંતુ આ સાવધાની સાથે સાથે શાસ્ત્રોમાં કહેવામાં આવેલી વાતોનું ધ્યાન રાખીયે તો કયારે શરીરને તકલીફો નહી થાય.જે રીતે પૂજા-પાઠ કરવા માટે વિધી હોય છે તેવી જ રીતે જમવા માટે પણ દિશાનું મહત્વ છે. આજે અમે તમને જણાવીશું જમવા માટેની દિશા અને જમતી વખતે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું.

– હંમેશા પૂર્વ અને ઉત્તર દિશાની તરફ મોઢુ રાખીને જમવાથી શરીરમાં તાકાત વધે છે.
– કયારે પણ ભૂલથી પશ્ચિમ અને દક્ષીણ દીશા તરફ મોઢુ રાખીને ના ખાવું જોઈએ. દક્ષિણ દીશા તરફ મોઢુ રાખીને જમવાથી શરીરમાં બીમારીઓ થઈ શકે છે.

– ધ્યાનમાં રાખવું કે ખાવાના વાસણ હંમેશા ચોખ્ખા હોવા જોઈએ. કયારે પણ તૂટેલા વાસણમાં ના જમવું જોઈએ.
– હંમેશા બેસીને ખાવુ જોઈએ કયારે પણ ઉભા રહીને ના ખાવુ જોઈએ. બેસીને ખાવાથી ઈન્ડાઈઝેશન અને એસીડીટી જેવી સમસ્યાથી બચી શકાય છે.

– જમતા પહેલા શરીરના પાચ અંગોને સ્વચ્છ રાખવા જોઈએ, બંને હાથ, પગ અને મોઢું સારી રીતે ધોઈ લેવું. એવુ માનવામાં આવે છે કે શરીરના અંગોને સાફ કરીને ખાવાથી સ્વાસ્થય સારું રહે છે અને આયુષ્ય પણ વધે છે.

– જયારે તમે ખાવાનું બનાવો છો ત્યારે કોઈની ખરાબ વાતો ના કરવી અને કોઈના પણ માટે ખરાબ વિચાર કરીએ છીએ, ત્યારે તેની અસર ખાવાના સ્વાદ પર પડે છે.
– હંમેશા શાંત મને ખાવાનું રાંધવું જોઈએ તેનાથી ખાવાનું સારું બનશે અને ઘરમાં કયારે અનાજની અછત ઉભી નહી થાય.

– જમવાનું બનાવતી વખતે પહેલા ભગવાનને યાદ કરવા અને એમનો આભાર માનવો.
– પીરસવામાં આવેલ જમવાનું કયારે પણ અપમાન ના કરવુ જોઈએ.

સૌજન્ય : સંદેશ

શેર કરો આ રસપ્રદ માહિતી દરેક મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી