લોકો શેમ્પૂ સારું વાપરે પણ કેમ વાપરવું એ ના આવડે, શેમ્પૂ કરતી વખતે ન કરો આ ભૂલો..

વાળમાં શેમ્પૂ કરતી વખતે આ ભૂલો ભૂલથી પણ કદી ન કરજો, વાળને થશે બહુ નુકસાન…

image source

આજના સમયમાં, બધી મહિલાઓ સુશિક્ષિત અને તેમના કાર્યો પ્રત્યે ખૂબ જ જાગૃત રહેતી હોય છે. તે પોતાને ફીટ રાખવા માટે તેના આહારથી માંડીને કોસ્મેટિક્સ સુધીની દરેક બાબતની ખાસ સંભાળ રાખે છે. તેવી જ રીતે, આજની મહિલાઓ તેમના વાળની પણ સારી સંભાળ રાખે છે. વાળ એ કોઈપણ સ્ત્રીની સુંદરતાનું પહેલું માપદંડ રહેતું હોય છે. તે જેટલા સુંદર હશે, તેનાથી સ્ત્રી એટલી જ વધુ સુંદર દેખાશે. વાળની સંભાળ માટે મહિલાઓ ખૂબ પ્રયત્ન કરે છે.

image source

વાળને યોગ્ય પોષણ આપવા માટે તેલથી લઈને શેમ્પૂ સુધીની દરેક શ્રેષ્ઠ પ્રકારની વસ્તુનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખતી હોય છે. પરંતુ અમુક વખત એવું પણ જોવા મળે છે કે કેટલીક મહિલાઓ વાળને શેમ્પૂ કરતી વખતે એવી ભૂલો કરે છે જે તેમના વાળ માટે હાનિકારક બની રહે છે. આજે અમે તમને આવી જ કેટલીક ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને જાણીને તમે વાળની ગુણવત્તાને સુધારી શકશો અને વધુ સુંદર બનાવી શકશો. તો ચાલો આપણે વાળને શેમ્પૂ કરતી વખતે કરવામાં આવતી ભૂલો વિશે જાણી લઈએ.

વાળ ધોતી વખતે ગરમ પાણી વાપરવું કે ઠંડું?

image source

આ પ્રશ્ન હંમેશા થતો હોય છે. બદલાતી ઋતુ સાથે આપણે નહાવાના પાણીમાં પણ ફેરફાર કરતાં હોઇએ છીએ ત્યારે માથાના વાળ ધોતી વખતે પણ એ પ્રશ્ન થાય છે કે કેવું પાણી લેવું જોઈએ ગરમ કે ઠંડું? આના જવાબમાં અમે આપને જણાવી દઈએ કે તમે વાળ ધોવા માટે ઠંડા અથવા ઓછા ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો. જો તમે હળવું નવશેકું પાણીનો ઉપયોગ કરો છો, તો પછી તમારા વાળના કટિકલ્સ ખુલે છે અને આ કન્ડિશનર અને શેમ્પૂને તેમનું કામ યોગ્ય રીતે કરી શકે છે. વાળના છિદ્રો યોગ્ય રીતે ખુલે અને સાફ થાય તો જ તેની સારી અસર મેળવી શકાય છે.

image source

એ જ રીતે, તેથી ઉલ્ટું જો ઠંડા પાણીથી વાળને શેમ્પૂ કરવાથી તમારા વાળના ક્યુટિકલ્સ યોગ્ય રીતે ખુલી નથી શકતા તે અટકે છે અને જરૂરી પોષણ તેમાં લોક થઈ જાય છે. આ રીતે તમારા વાળને સંપૂર્ણ પોષણ મળે છે અને તે પહેલા કરતા વધુ તેજસ્વી દેખાય છે. માથામાં વળતા પરસેવાની ચિકાસ પણ આ રીતે બરાબર સાફ કરી દઈ શકાય છે. તેથી ધ્યાનમાં રાખો કે તમારે ક્યારેય તમારા વાળને ખૂબ જ આકરા કે ગરમ પાણીથી ન ધોવા જોઈએ. પરંતુ હૂફાળા પાણીથી ધોવા જોઈએ.

વધુ શેમ્પૂનો ઉપયોગ ન કરવો

image source

વાળની સંભાળ માટે આ ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત છે કે વાળ ધોતી વખતે શેમ્પૂ અને કંડિશનરનો વધુ ઉપયોગ ન કરો. તમારા વાળના જથ્થા મુજબ આ ચીજોનો ઉપયોગ યોગ્ય માપે જ કરો. વાળની ખોપરી ઉપર શેમ્પૂ લગાવો અને પાણી સાથે બરાબર ફીણ વળે એ રીતે તેનાથી મસાજ કરી શકાય એટલું લેવું જોઈએ.

image source

વળી, વાળની લંબાઈ અનુસાર કંડિશનર લગાવો અને તેમાં આપેલ સમય અનુસાર થોડીવાર માથામાં રહેવા દો. આમ કરવાથી તમારા વાળ સુકાઈ જાય છે અને બેમુખવાળા વાળની સમસ્યા સમાપ્ત થાય છે. વાળ શુષ્ક ન દેખાઈને ચમકદાર લાગશે. એક વાત એવી પણ ધ્યાનમાં લેવાતી હોય છે કે વધુ કેમિકલવાળા શેમ્પૂને બદલે હર્બલ અને હોમ મેઈડ શેમ્પૂનો વપરાશ પણ આજકાલ ખૂબ જ વધ્યો છે.

પ્રેમથી વાળ ધોવા જોઈએ

image source

મોટે ભાગે, સ્ત્રીઓને એવી ટેવ હોય છે કે તેઓ ખૂબ જ ઝડપથી અને જોરશોરથી તેમના વાળ ઘસે છે અને તેને ફટાફટ ધોઈ નાખે છે. આમ ખરેખર તો ન કરવું જોઈએ. યાદ રાખો કે હંમેશા આરામથી, પ્રેમથી અને શાંતિથી વાળ ધોવા બેસવું જોઈએ. ઉતાવળ કરીને વાળ ધોશો તો પરિણામે સમય જતાં વાળ તૂટી જશે અને બરછટ થઈ જશે. વધુ એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે વાળ ધોતી વખતે, તમારા હાથને ગોળ આકારમાં ફેરવો નહીં. આમ કરવાથી તમારા વાળ વધુ ગુંચવાઈ જાય છે. વાળને એક જ દિશામાં સીધી રીતે મસાજ કરવાથી તે બરાબર સાફ થઈ જાય છે. હા, ક્રાઉન સ્કાલ્પમાં તમે શેમ્પૂથી હળવે હાથે મસાજ જરૂર કરી શકો છો.

વારંવાર શેમ્પૂ ન બદલવું જોઈએ

image source

મોટે ભાગે, લોકોને એવી આદત હોય છે કે બજારમાં દેખાય કે જાહેરતામાં જુએ કે તેમને શેમ્પૂ તરત જ બદલી નાખે છે. કોઈને તો શેમ્પૂ સમયે સમયે બદલી દેવાની આદત હોય છે. આમ કરવાથી તમારી વાળ ઉપર ખરાબ અસર પડે છે. કોઈપણ શેમ્પૂ પસંદ કરેવા સમયે, તમારી વાળની પ્રકૃતિ ધ્યાનમાં લો. શેમ્પૂ લીધા પછી કન્ડિશનરનો ઉપયોગ કર્યા પછી, તમારી વાળની ગુણવત્તા પહેલાં જેવી ચોખ્ખી અને રેશમ જેવા ચમકદાર રહે છે કેમ તે જુઓ. અગાઉના શેમ્પૂમાં અને હાલમાં લીધેલ શેમ્પૂ વચ્ચેનો ફરક જોઈને નિર્ણય કરો. તમે માથું ધોતી વખતે કાળપૂર્વક વાળની સંભાળ લેશો, તો તમારા વાળ પહેલા કરતાં પણ વધુ સુંદર થઈ જશે.

તેલ નાખ્યા પહેલાં વાળ ધોવા

image source

આ બાબતે બે મત છે, એક કોરાવાળમાં તેલ નાખીને પછી શેમ્પૂ કરવું અને બીજું કે એ કે તેલવાળા વાળ હોય કે મેલું માથું હોય તો તેને પહેલાં ધોઈને સ્વચ્છ કરી લેવા અને પછી તેલ નાખી લઈ શકાય છે. અનેક લોકો એવું પણ કરે છે કે નહાવા અડધા કલાક કે એક કલાક અથવા તો ૨થી ૩ કલાક તેલ માથામાં નાખીને પછી ધોઈ નાખે છે.

image source

કેટલાક લોકોને રાતે તેલ નાખીને સવારે નહાઈ લઈને કોરા વાળ રાખવાનું પણ ગમતું હોય છે. આમાં જરૂરી એ બને છે કે ધ્યાન રહે કે તેલને કારણે માથામાં વધુ ચિકાસ ન રહી જાય નહીં તો ધૂળ કચરો ચોંટશે અને પરસેવો પણ અનુભવાશે. આવું ન કરીને સપ્રમાણ શેમ્પૂથી વાળ નિયમિત રીતે અને હળવે હાથે માવજત કરીને ધોઈ લેવા જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ