જલ્સા કરોને જેંતીલાલ

પપ્પા કે ડેડ નહિ, તૈમુર સૈફને શું કહીને બોલાવે છે એ જાણીને તમે પણ મુકાઇ જશો આશ્વર્યમાં

વર્તમાન સમયમાં કોરોનાના કારણે અનેક સેલેબ્રેટીઓ તેમજ બધા જ લોકો પોતાના ઘરમાં પુરાયેલા બેઠા છે. એવા સમયે જ્યારે ભારતમાં ચોથા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે. વિશ્વ ભરમાં કોરોનાના વેક્સીન અને દવાઓને લઈને પણ કોઈ નક્કર બચાવ માર્ગ શોધવામાં દુનિયાભરના નિષ્ણાંતો વ્યસ્ત છે.

image source

ત્યારે કોરોના બંધ વચ્ચે સેલેબ્રેટીના ઈન્ટરવ્યું અને બોલીવુડ તેમજ અન્ય વિડીયો સાક્ષાત્કાર કે સમય પસાર થાય એવા કન્ટેન્ટ સોશિયલ મીડીયામાં વાયરલ થતા રહે છે. હાલમાં લોકો ઘરે બેઠા હોવાથી સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારે થઇ રહ્યો છે. ત્યારે સૈફ અને તૈમુરને લઈને એક ચોકાવનારા સમાચાર આવ્યા છે.

image source

બોલીવુડમાં અવારનવાર તૈમુરને લઈને સમાચારો વાયરલ થતા રહે છે. પછી એ સમાચાર તૈમુર અને માતા કરીનાના હોય કે પછી તૈમુર અને પિતા સેફના હોય. હાલમાં બોલીવુડના છોટે નવાબ ગણાતા સૈફના દીકરા તૈમુરને લઈને એવા સમાચાર વાયરલ થઇ રહ્યા છે, જે વાંચીને તમે પણ ચોકી જશો. જો કે સૈફ અવારનવાર દીકરાને લઈને એવા ચોકાવનારા ખુલાસા કરતા રહે છે.

image source

એવા સમયે તમને જણાવી દઈએ કે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં સેફના લાઇવ ઈન્ટરવ્યુંમાં તૈમુર વચ્ચે આવી ગયા હતા. તમે બધા જ જાણો છો કે સૈફ પોતાના અનેક ઇન્ટરવ્યુમાં તૈમુર વિશે વાત કરી ચુક્યા છે, પણ હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યુંમાં એમણે તૈમુર વિશે અનેક વાતો જણાવી હતી. આ વખતે એમણે કહ્યું કે તૈમુર હવે પૂર્ણ પણે બોલવા લાગ્યા છે.

image source

આ દરમિયાન એમણે કહ્યું કે તૈમુર હાય, અબ્બા, પાણી જેવા શબ્દો બોલવા લાગ્યા છે. આ સાથે જ સૈફે ચોકાવનારા અન્ય ખુલાસા પણ કર્યા હતા. આ દરમિયાન એમણે જણાવ્યું કે સામાન્ય રીતે એક બાળક પિતાને પપ્પા, અબ્બા અથવા ડેડ કહીને બોલાવતું હોય છે, ત્યારે તૈમુર પિતાને એક અલગ જ નામથી બોલાવે છે. જી હા, ખરેખર સૈફે કહ્યું કે ‘તૈમુર એમના પપ્પાને ડેડ નહી પણ ‘સર’ કહીને બોલાવે છે.’

image source

ખરેખર તો તૈમુર માટે જે નેની રાખાઈ છે તે સૈફને સર કહીને બોલાવતી હોય છે, એવામાં તૈમુર પણ સૈફને સર કહેવા લાગ્યા છે. આ સાથે જ તૈમુર વિશે વાત કરતા સૈફે એ પણ કહ્યું કે હાલના દિવસોમાં એ બહુ મસ્તીખોર થઇ ગયો છે. જો કામ વિષે વાત કરીએ તો સૈફે છેલ્લે તબ્બુ સાથેની ફિલ જવાની જાનેમનમાં કામ કર્યું હતું. જો કે આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ઠીક-ઠાક કમાણી કરી શકી હતી. ત્યાં બીજી બાજુ સૈફ પાસે અત્યારે કોઈ જ ફિલ્મ નથી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version