જલ્સા કરોને જેંતીલાલ

તૈમુરને લઈને નીકળેલા સૈફ-કરીનાને પોલીસે આપ્યો ઠપકો, પાછા ધરે જવાનો આવ્યો વારો

દેશમાં ચાલી રહેલા અનલોકમાં તૈમુરને લઈને ફરવા નીકળેલા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનને પોલીસનો ઠપકો, ઘરે પરત મોકલ્યા

image source

લગભગ 2 મહિના સુધી કોરોના વાયરસના કારણે ચાલેલા લોકડાઉનમાં લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા. હવે જ્યારે સરકાર દ્વારા અનલોકની જાહેરાત કરવા આવી ત્યારે લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. લોકો પોતાના કામકાજ પર પરત ફરી રહ્યા છે. તો વળી કેટલાક લોકો તો જાણે જેલમાંથી છૂટ્યા હોય એમ અમસ્તા જ રોડ પર ફરતા નજરે પડે છે.

લોકડાઉનના આ સમયમાં બૉલીવુડ સેલિબ્રિટી પણ પોતાના ઘરમાં જ સમય પસાર કરી રહ્યા હતા. પણ અનલોકની શરૂઆત થતા જ કેટલાક સેલિબ્રિટી બહાર નજરે પડ્યા હતા. આવા સમયમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન પોતાના પુત્ર તૈમૂરને લઇને મરીન ડ્રાઇવના દરિયા કિનારે લટાર મારવા નીકળ્યા હતા. આની જાણ થતાં પોલીસે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનને રોક્યા હતા.

હાલ સોશિયલ મીડિયા પર મરીન ડ્રાઇવનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, આ વાયરલ વિડીયોમાં સૈફ અલી ખાનના ખભા પર તેનો પુત્ર તૈમૂર બેઠેલો દેખાય છે અને પાસે જ કરીના કપૂર ખાન પણ ઉભેલી નજરે પડે છે. વીડિયોમાં જ્યારે પોલીસે તેમને પાછળથી બૂમ પાડી અને તેમના દીકરા તૈમૂરને લઇ બહાર ના નીકાળવાની સલાહ આપતા પણ સાંભળી શકાય છે. તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસના નિયમો હેઠળ નાના બાળકોને ઘરથી બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવી નથી.

આ વાયરલ વીડિયોમાં સૈફ અલી ખાન પોતાની પત્ની કરીના કપૂર ખાન અને દીકરા તૈમુર અલી ખાન સાથે લાંબા સમય બાદ મરીન ડ્રાઇવના દરિયા કિનારે સનસેટની મજા માણતા જોવા મળી રહ્યા છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર મરીન ડ્રાઇવ પાસેના સ્લૈબ પર ઉભેલા દેખાઈ રહ્યા છે અને તેઓ દરિયામાં ઉછળતા મોજાની મજા માણી રહ્યા છે.

આ દરમિયાન જ વીડિયોમાં પાછળથી પોલીસનો અવાજ પણ સાંભળી શકાય છે. પોલીસ અધિકારી તેમને કહી રહ્યા છે કે, તમારા નાના બાળકોને બહાર લઈને ન આવો. પોલીસની વાત સાંભળ્યા પછી સૈફ અલી ખાન પણ પોલીસ અધિકારીની વાત પર પોતાની પ્રતિક્રિયા આપતો નજરે પડે છે.

સૈફ અલી ખાન પોલીસ અધિકારીની વાતો સાંભળીને જણાવે છે કે, બહાર નથી લાવવાના? ત્યાર બાદ તરત જ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન દીકરા તૈમુર સાથે ઘરે જવા રવાના થાય છે.

તમને જણાવી દઈએ કે લોકડાઉન પછીના આ અનલોકના સમયમાં ઘણા સ્ટાર્સ જોગિંગ અને વૉક માટે ઘરની બહાર આવ્યા હતા, જેમાં રકુલ પ્રિત અને જ્યોર્જિયા આંદ્રિયાની પણ જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version