સિંહ બન્યો તૈમુર અલી ખાન, જોઇ લો સુપર ક્યૂટ તસવીરો

તૈમુર અલી ખાન યશ અને રૂહીના બર્થડેમાં બન્યો લાયન, જોઈ લો તેનો ક્યૂટ ફોટો

તૈમુર અલી ખાનના ફેન્સ તેના માતાપિતા કરતાં પણ વધારે છે તેવું કેહવામાં આવે તો જરા પણ ખોટું નથી. કારણ કે જ્યારે જ્યારે આ સ્ટાર ટેણીયુ પોતાના ઘરની બહાર પગ મૂકે કે જાહેરમાં જોવા મળે કે તરત જ તેની ઢગલાબંધ તસ્વીરો તેમજ વિડિયો સોશિયલ મિડિયા પર વાયલ થવા લાગે છે અને તેને પુષ્કળ લાઇક્સ અને વ્યૂઝ મળી જાય છે.

 

View this post on Instagram

 

#TaimurAliKhan For #yashjohar #roohijohar

A post shared by Manav Manglani (@manav.manglani) on

તૈમુરના વિડિયો તેમજ તસ્વીરો તો જાણે શિયાળામાં ગરમાગરમ ભજિયા વેચાય તેવી રીતે સોશિયલ મડિયા પર વાયરલ થવા લાગે છે. પછી તે પોતાના પિતા સાથે રિક્ષામાં આંટો મારવા નીકળ્યો હોય, કે પછી પોતાના બાળ મિત્રો સાથે કોઈ પ્લે ડેટ પર ગયો હોય કે માતા સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હોય કે પછી માતાપિતા સાથે વિદેશમાં રજા ગાળી રહ્યો હોય. તૈમુર અલિ ખાન બધાનો ફેવરીટ છે, તમને જણાવી દઈએ તૈમુરને તેના ઘરના લોકો ટીમ ટીમ કહીને બોલાવે છે.

 

View this post on Instagram

 

A post shared by BoLlyTrolls (@bollytrols) on

તાજેતરમાં આ ટીમટીમ ટેણીયા એટલે કે નાનકડા નવાબ તૈમુરની એક તસ્વીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસ્વીર કરણ જોહરના જોડિયા બાળકો રુહી અને યશની બર્થડે પાર્ટીની છે. આ તસ્વીરમાં તૈમુર શાંતિથી બેઠો છે અને પોતાના ચહેરા પર સિંહની તસ્વીર પેઇન્ટ કરાવી રહ્યો છે. જેમાં તે અત્યંત ક્યૂટ લાગી રહ્યો છે.

કરણે પોતાના જોડિયા બાળકોની બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતુ જે એક કેમ્પ થિમ બેઝ્ડ હતી. અહીં બાળકો માટે જાત જાતની પ્રવૃત્તિઓ રાખવાં આવી હતી જેમાંની એક હતી ફેસ પેઇટિંગની જેમાં તૈમુરે ભાગ લીધો હતો અન તેણે પોતાનો ચહેરા પર સિંહ ચિતરાવ્યો હતો.

image source

બાળકો માટે આ બધી જ વસ્તુઓ ઘણી નવી હોય છે અને બાળકો તેનાથી ઘણા ઉત્સાહિત પણ થાય છે. તૈમુરની આ તસ્વીર સોશિયલ મિડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. આ બર્થડે પાર્ટીમાં તૈમુર ઉપરાંત અન્ય સ્ટાર કીડ્સ પણ જોવા મળ્યા હતા. જેમાં ઇનાયા નાઓમી કેમુ, અબરામ ખાન, મેહર ધુપિયા, રાહિલ અને રિયાન દેશમુખ, મિશા અને ઝૈન કપૂર, આરાધ્યા બચ્ચન. આ સિવાય કરણના નજીકના મિત્રો, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, સોહા અલી ખાન, રાની મુખરજી, ટ્વિંકલ ખન્ના, કાજોલ, તુષાર કપૂર, એકતા કપૂર વિગેરેએ પણ હાજરી આપી હતી.

આપણે ઘણીવાર તૈમુરની તસ્વીરો તેમજ વડિયો સોશિયલ મિડિયા પર જોઈ છે જેમાં તે જાતે જમી રહ્યો હોય, કોઈ ચિત્ર દોરી રહ્યો હોય, કલરીંગ કરી રહ્યો હોય, રમી રહ્યો હોય કે પછી દોડી રહ્યો હોય. તે નાનપણથી જ એક સ્ટાર કીડ હોવાથી ઘણો સોશિયલ પણ બની રહ્યો છે. જો કે ઘણીવાર તેનો મૂડ ન હોવાથી તે પાપારાઝી સામે ગુસ્સે થતો પણ જોવા મળ્યો છે.

તો વળી બીજી એક વડિયોમા તૈમુર ડ્રમ વગાડી રહ્યો છે અને સાથે સાથે કૂદકા પણ મારી રહ્યો છે. આ પહેલાં પણ તૈમુરની કેટલીક તસ્વીરો ભારતીય પરિધાનમાં વાયરલ થઈ હતી. જે તેના મામા અરમાન જૈનના લગ્ન સમયની હતી. તે પોતાના પિતાના ખભા પર બેસીને મામાની જાનમાં માસી કરિશ્મા કપૂર અને માતા કરીના કપૂર સાથે નાચી રહ્યો હતો.

તમને હજુ પણ તે તસ્વીર યાદ હશે જ્યારે કરીનાએ તૈમુરને જન્મ આપ્યો હતો અને સૈફ અલિ ખાને કરીના તેમજ પોતાના નવજાત બાળક સાથેની તસ્વીર શેર કરી હતી. તે વખતે કોઈને પણ નહીં ખબર હોય કે આ નાનકડું બાળક પાપારાઝીઓનો વાહલો બની જશે.

કરીના કપૂર પણ કોઈ પણ માતાની જેમ પોતાના બાળકને જાત જાતના લાડ લડાવવા માગે છે. એક ઇન્ટર્વ્યૂમાં કરીનાએ આ વિષે જણાવ્યુ હતું, ‘સૈફ સમજે છે કે હું મારા છોકરાને બગાડી રહી છું. તે મને કહે છે કે હું તેને ડીસીપ્લીનમાં નથી રાખતી. સૈફ હંમેશા કહેતો રહે છે આ ન કર, તારે તે કરવું જોઈએ. પણ મને લાગે છે કે તેને બાળકોનો સારો અભવ છે અને તે તૈમુરને સમય પણ ખૂબ આપે છે એટલે તે જે કરે છે તે યોગ્ય છે.’

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla) on

તો વળી સૈફનું પોતાના દીકરા તૈમુરને લઈને એવું કહેવું છે કે તે જ્યારે પોતાની વીસીમાં હશે ત્યારે કદાચ હું તેના કૃત્યો માટે જવાબદાર નહીં હોવ પણ હું હંમેશા તેની સાથે જ હોઈશ અને તે સમયે તે પોતાના બાળકો માટે કંઈ પર કરી છૂટવા તૈયાર રહેશે. તો એક બીજા ઇન્ટર્વ્યૂમાં તે પોતાના દીકરા તૈમુર માટે શું ઇચ્છે છે તે જણાવતા કહ્યું હતું, ‘હું માત્ર એટલું જ ઇચ્છું છું કે તે નમ્રતા વિકસાવે. તૈમુરની જેમ હું પણ પટૌટીમાં જન્મવા માટે નસીબદાર છું, હું વિન્ચેસ્ટર કોલેજમાં ભણ્યો અને ફિલ્મ લાઈનમાં કામ મેળવ્યું અને તે પણ ત્યારે કે જ્યારે મારા કરતા પણ વધારે ટેલેન્ટેડ અને તેજસ્વી લોકો પણ હાજર છે. આ એક લાભ છે જેને હું જે તે સમયમાં સમજી નહોતો શક્યો. પણ મને આશા છે કે મારો દીકરો તેને સમજે અને સજાગ રહે. તેનામાં કંઈક ખાસ છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ