જલ્સા કરોને જેંતીલાલ

તૈમુર અલી ખાન લાગે છે એકદમ ક્યૂટ, અનેક લોકો છે તેના ફેન્સ, તસવીરોમાં જોઇ લો તમે પણ

આવી રહ્યો છે બોલીવૂડના લીટલ સ્ટાર તૈમુર અલી ખાનનો બર્થડે જાણો શા માટે તેનું એક મોટું ફેન ફોલોઇંગ છે

આજે બોલીવૂડમાં કોઈના ફોટો જો સૌથી વધારે પાડવામાં આવતા હોય તો તે છે તૈમુર અલી ખાન. કરીના કપૂરનો આ દીકરો જન્મતાની સાથે જ સેલિબ્રીટી બની ગયો છે. અને તે ચોક્કસપણે પાપારાઝી તેમજ નેટિઝન્સનો ફેવરીટ બેબી છે. પટૌડીનો આ નાનકડો નવાબ પોતાનો ત્રીજો બર્થડે ઉજવવા જઈ રહ્યો છે.

image source

ગઈ રાત્રે તૈમરુના બર્થડેનું તેના સેલિબ્રિટિ માતાપિતા કરીના અને સૈફે પ્રિ સેલીબ્રેશન કર્યું હતું.

image source

તૈમુરની આ બર્થડે પાર્ટીમાં સોહા અલી ખાન, ઇનાયા ખેમુ, કરીશ્મા કપૂર, કરીનાની માતા બબીતા કપૂર, કરીશ્માની દીકરી સમિરા કપૂર, કરન જોહર અને તેનો દીકરો યશ જોહર, રિતેશ દેશમુક, જીનેલિયા ડીસોઝા અને તેમના બાળકોએ પણ હાજરી આપી હતી જેની તસ્વીરો હાલ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે.

image source

તો બીજી બાજુ સારા અલી ખાને પણ પોતાના નાનકડા ભાઈને પોતાના ઇસ્ટાગ્રામ અકાઉન્ટ પર બર્થડે વિશ કરતી સુંદર તસ્વીરો શેર કરી હતી. જેમાં તૈમુર ક્યૂટ લાગી રહ્યો છે અને સોહા પણ ભારતીય પરિધાનમાં અત્યંત એલિગંટ લાગી રહી છે.

જો કે કરીના કે સૈફની પોતાના દીકરાના ત્રીજા બર્થડે નિમિતે કોઈ જ મોટી પાર્ટી આપવાનો ઇરાદો નથી. તેઓ આ પ્રસંગે માત્ર ફેમિલી ગેધરીંગ જ રાખવા માગે છે. આ વિષે કરીનાને તેની આવનારી ફિલ્મ ગુડ ન્યુઝના પ્રમોશન વિષે પુછવામાં આવ્યું હતું અને તેણીએ જણાવ્યું હતું. કે તૈમુરના બર્થડે વખતે તેઓ મુંબઈમાં જ હશે અને કુટુંબ સાથે ક્વોલિટિ ટાઈમ પસાર કરશે. તેના નાનકડા 8-10 મિત્રો સાથે એક સુંદર મજાની પાર્ટી આયોજિત કરવામાં આવશે.

પોતાના બર્થડે માટે તૈમુરે કરીના પાસે આ ખાસ માંગ કરી છે

image source

આમ તો કરીના અને સૈફ પોતાના દીકરાના બર્થડે નીમીતે માત્ર પોતાના કુટુંબ સાથે જ રહેવા માગે છે પણ પોતાના દીકરાની ખાસ ડીમાન્ડને કરીના ચોક્કસ પુર્ણ કરવા માગે છે. તૈમુરે પોતાની બર્થડે પાર્ટી માટે બે કેક્સની ડીમાન્ટ કરી છે એક સેન્ટા થીમ વાળી અને બીજી હલ્ક થીમવાળી. અને મમા કરીના દીકારની આ ડીમાન્ડ તો ચોક્કસ પુરી કરશે જ. પણ જો તમને પણ કરીનાનો લીટલ નવાબ વાહલો લાગતો હોય તો જોઈ લો તેની આ સુંદર તસ્વીરો અને પ્રસંગો કે જ્યારે તેણે મિડિયાને પોતાની તરફ આકર્ષ્યા હતા.

image source

1. તૈમુરનો એરપોર્ટ લૂક તો બધાને ખૂબ જ ગમે છે આજની આધુનિક માતાઓ પણ પોતાના દીકરાના વસ્ત્રો માટે પણ તૈમુરને ફોલો કરતી થઈ ગઈ છે. આ તસ્વીરમાં તૈમુર એરપોર્ટ પર જોવા મળ્યો છે. તેને પાપા સૈફે ઉંચક્યો છે અને તેના હાથમાં તેની મનપસંદ ચોકલેટ્સ અને બીજી તેને મુસાફરીમાં સાથ આપે તેવી વસ્તુઓ છે.

2. એક રેસ્ટોરન્ટમાં પાપા સૈફ અને મમા કરીના સાથે તે લેમોનેડ પીતો ક્લીક થયો હતો. તેના ફેન્સને તેની આ તસ્વીર ખુબ જ પસંદ આવી હતી. આ ફોટો બેંગલુરુના એક રેસ્ટોરન્ટમાં લેવામાં આવી હતી.

image source

3. આ બીજા એરપોર્ટ લૂકમાં તૈમુરના ટી-શર્ટ પર યુ.એસ.એનો ધ્વજ પ્રિન્ટ થયેલો છે જ્યારે તેના હાથમાં ભારતના બે ધ્વજ છે. તેનો આ ક્યૂલ લૂક નેટીઝન્સે ખૂબ પસંદ આવ્યો હતો.

4. કરીના કપૂર સાથે તૈમુર પણ શેફના વસ્ત્રોમાં જોવા મળ્યો હતો અને આ તસ્વીરની ખરી લાઈમલાઇટ તો મા કરતાં દીકરાએ વધારે એટ્રેક્ટ કરી હતી. આ તસ્વીર શેફ વિજય ચૌહાને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. કરીનાએ અહીં પોતાના દીકરા સાથે આઈસક્રીમ તેમજ કપ કેક્સનો કુકરી સેશન્સ અટેન્ડ કર્યો હતો.

5. તો વળી કપૂર ફેમિલિના ગણેશ ચતુર્થી સેલિબ્રેશનમાં તે મામા અરમાન જૈનના ખોળામાં બેઠો બેઠો મંગલ મૂર્તિ મોરિયા બોલતો જોવા મળ્યો હતો. આ વિડિયોમાં તે અત્યંત ક્યૂટ લાગી રહ્યો છે. આ વિડિયો તેની માસી એટલે કે કરીશ્મા કપૂરના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો.

6. આ તસ્વીરમાં તૈમુરે પોતાના પિતાના વસ્ત્રો સાથે મેચ કર્યું છે. તેણે રંગ ભલે એક સરખો ન પહેર્યો હોય પણ તેણે પોતાના પિતાની જેમ જ શોર્ટ્સ અને ટી શર્ટ સાથે સ્પોર્ટ શૂઝ પહેર્યા છે અને આ તસ્વીરમાં પિતા-પુત્રની જોડી ખુબ જ સુંદર લાગી રહી છે.

image source

7. ક્રીકેટ વર્લ્ડ કપ 2019માં જ્યારે ભારતે ફરી એકવાર પાકિસ્તાનને હરાવ્યું હતું ત્યારે માત્ર આખો દેશ જ ઉત્સવ નહોતો મનાવી રહ્યો પણ કરીનાનો આ નાનકડો તૈમુર પણ ભારતની જીતને એક અલગ જ અંદાજમાં સેલિબ્રેટ કરી રહ્યો હતો. તેણે ઇન્ડિયાની જર્સી પહેરી હતી અને તે ઇન્ડિયન ટીમને સેલ્યુટ કરી રહ્યો હતો. આ તસ્વીરથી તેના ફેન્સ તેના પર ઓળઘોળ થઈ ગયા હતા.

image source

તમે જોઈ શકો છો અહીંયા વિડીઓમાં સેફ એ તૈમુરની બર્થડે પાર્ટી પછી મીડિયાના મિત્રો માટે સ્પેશિયલ કેક અને નાસ્તો આપવા આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version