જલ્સા કરોને જેંતીલાલ

તૈમુરને મજા પડી ગઇ મેથીની ભાજી કાપવાની અને સાથે-સાથે શાકભાજી વીણવાની, જોઇ લો સુપર ક્યૂટ વિડીયો તમે પણ

તૈમુર અલી ખાને ખેતરમાં વીંણ્યા શાકભાજી – જુઓ ક્યૂટ વિડિયો

image source

પાપારાઝીના અત્યંત લાડક એવા પટોડી ખાનદાનના નાનકડો નવાબ તૈમુર અલી ખાન હાલ ચંદીગઢના લોકોનું તેની અનહદ ક્યૂટનેસથી હૃદય જીતી રહ્યો છે. હાલ તેની ચંદીગઢ ખાતેની મુલાકાતની કેટલીક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

image source

વાસ્તવમાં હાલ કરીના કપૂર ખાન પોતાની આમીર ખાન સાથેની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢાના શૂટિંગ માટે ચંદીગઢમાં છે અને તેણીએ પોતાના દીકરાને પણ પોતાની સાથે રાખ્યો છે. પણ માતા શૂટિંગમાં બિઝિ હોય તો દીકરાએ પણ ક્યાંક તો બીઝી રહેવું જ પડેને, માટે તેણે ચંદીગઢમાં આવેલા ખેતરની મુલાકાત લીધી હતી. અને તેની આ જ મુલાકાતની કેટલીક તસ્વીરો તેમજ વિડિયો વાયરલ થઈ રહી ચે.

ઇન્સ્ટાગ્રામ પર આવેલા તૈમુરના ફેન પેજીસ પર આ તસ્વીરો તેમજ વિડિયો શેર કરવામાં આવી છે જેમાં તે ખેતરમાંથી શાકભાજી તોડતો તેમજે વીણતો જોઈ શકાય છે. આ વિડિયો ચંદીગઢના એક સ્પા રીઝોર્ટનો છે.

આ વિડિયોઝમાં તમે તૈયમુર સાથે એક શેફને જોઈ શકો છો જે તૈમુરને ખેતરમાંથી શાકભાજી તોડવામાં મદદ કરી રહ્યો છે. બીજી વિડિયોમાં તૈમુર કાતરથી મેથીની ભાજી કાપતો જોઈ શકાય છે. અને જ્યારે શેફ તેને પુછે છે કે તેને મેથીના પરાઠા ભાવે છે ત્યારે તૈમુર તરત જ જવાબ આપે છે, “હા”.

તૈમુરને ઘણીવાર તેની માતા સાથે શૂટ પર જોવામાં આવે છે. તાજેતરમાં બીજી એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તે એક બ્લોઅર સાથે રમી રહ્યો છે જ્યારે તેના માતાપિતા સૈફ અલી ખાન અને કરીના કપૂર, એક કોમર્શિયલ માટે એક સાથે શૂટ કરી રહ્યા છે.

કરીના કપૂરના હેરસ્ટાલીસ્ટ યીઆની ત્સાપોટોરીએ આ વિડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો હતો. આ વિડિયોમાં, સૈફને તમે એવું કહેતાં સાંભળી શકો છો, “તારી મમ્માના વાળ આગળ તે પકડી રાખ, મારા નહીં.” અને પછી તૈમુર ઉલ્લાસથી બૂમ પાડી ઉઠે છે. યીઆનીએ આ વિડિયો શેર કરતાં લખ્યું છે, “નવો મદદનીશ અથવા… ધ બોસ ?!” આ બધી જ વિડિયોમાં તૈમુર ખૂબ જ પ્રસન્ન જણાઈ રહ્યો છે.

2012માં સૈફ અને કરીનાએ લગ્ન કર્યા હતા. 2016ની 20મી ડીસેમ્બરે કરીનાએ તૈમુરને જન્મ આપ્યો અને બસ ત્યારથી જ તૈમુર પાપારાઝીના આંખનો તારો બની ગયો છે. અને તેની એક-એક ઝલક કચકડે કેદ કરવા તેઓ પડાપડી કરતા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version