તડકામાં બાઈક ચલાવતા યુવકો સાવધાન! પેંન્ટના ખીસામાં પડેલો ફોન બ્લાસ્ટ થયો, જાણો કેવીરીતે બની આ ઘટના…

તડકામાં બાઈક ચલાવતા યુવકો સાવધાન! પેંન્ટના ખીસામાં પડેલો ફોન બ્લાસ્ટ થયો, વ્યક્તિનો પગ સળગીને ગંભિર સ્થિતિમાં. જાણો કઈરીતે બની આખી ઘટના.


૧૮ એપ્રિલના બેંગલૂરુમાં એક એવી ઘટના બની તે જાણીને આપણાં શરીરે કંપારી છૂટી જશે. ૪૫થી ૪૮ ડિગ્રી ગરમીમાં આજકાલના લગભગ બધા યુવકો માટે એક દુખદ આશ્ચર્યજન ઘટના સામે આવી છે. બેંગલૂરુનો યુવક ચૂટણી માટે પોતાનો વોટ દેવા બાઈક ઉપર પોતાના ગામડે જતો હતો અને રસ્તામાં તેના ખીસ્સામાં રહેલો ફોન ફાટ્યો. આસપાસના લોકોએ તેને હોસ્પિટલ પહોંચાડ્યો પરંતુ તેની હાલત ગંભીર છે.


આ દુખદ ઘટના જેની સાથે બની છે તેનું નામ છે કે. આર. ગંગાધર. કહેવાય છે કે તેણે એક દિવસ અગાઉ જ બેંગલૂરુથી રૂપિયા ૧૫,૨૪૯માં વિવો સ્માર્ટ ફોન ખરીદ્યો હતો. તે બેંગલૂરુના હોસકોટે વિસ્તારમાં રહે છે અને તે પોતાના વતન નજીકના જ ગામડાંમાં શ્રીનિવાસપુર જઈ રહ્યો હતો. તે પીડિત યુવકે જણાવ્યું હતું કે તેણે નવો ફોન પેન્ટના ખીસ્સામાં મૂક્યો અને બાઈકથી ગામડે જવા નીકળ્યો. રસ્તામાં એક બોમ્બની જેમ ફોન તેના પગ પર ફાટ્યો અને તેની બાઈકે બેલેસ ગુમાવતાં તે પડી ગયો. આ ઘટના આસપાસના લોકોએ જોઈ અને ફોન ફાટવાનો અવાજ પણ સાંભળ્યો ત્યારે લોકો દોડી આવ્યા અને તેને હોસ્પિટલે ખસેડ્યો. આમાં તેને ઘણી ગંભીર ઇજા થઈ છે. તેના પગનું સાથળ સાવ બળીને સૂઝી ગયું છે.


જીવ બચી ગયો પરંતુ અસહનીય ઇજા પહોંચવાને કારણે તે વ્યક્તિએ વિવો સ્માર્ટ મોબાઈલ ફોન ખરીદ્યો હતો તેથી વિવો કંપની પર તેણે કેસ કર્યો છે. આ ઘટના ત્યારે ધ્યાનમાં આવી જ્યારે વિવોના પ્રવક્તા તરફથી કંઈ એવો જવાબ આવ્યો કે તેના ગ્રાહકો ચોંકી ગયા! વિવો કંપનીએ એવું કહીને હાથ ઉંચા કરી લીધા છે કે આવું બન્યું એ અમારા માટે નવાઈની વાત છે કારણે અમારી લેબમાં જ્યારે ફોન બનીને તૈયાર થઈને આવે છે ત્યારે અમે તેના પર બધા જ ટેસ્ટ કરીએ છીએ.


ખરેખર તો આ વ્યક્તિએ જે સહન કર્યું છે તેની પરથી સૌએ ચેતી જવા જેવું છે. ઉનાળાની આકરી ગરમીમાં તડકામાં બાઈક ચલાવતા યુવકોએ સાવધાન થઈ જવાની જરૂર છે! કાર કે ઓફિસમાં તો હજુએ એર કંડિશનર રહેતું હોય છે પરંતુ સીધા તાપમાં જતી વખતે ફોનની બાબતે બેદરકાર રહેવું ક્યારે ગંભીર પરિણામ આપી શકે છે. હજુ તો તેના પેન્ટના ખીસ્સામાં ફોન હતો. વિચારી પણ ન શકીએ કે શર્ટના ખીસ્સામાં હ્રદય પાસે હોત અને ફાટ્યો હોત તો?


હાલમાં, પોલીસે એ ફોન જપ્ત કરી લીધો છે અને તે પીડિત યુવકની સારવાર ચાલુ થઈ ગઈ છે. ત્યારે એ જલ્દી સાજો થાય તેવી શુભકામના તો કરીએ સાથે આવું ફરી કોઈ સાથે ન બને એવી પ્રાર્થના કરીએ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ