જલ્સા કરોને જેંતીલાલ

તડકા ઈડલી – પ્લેઇન ઈડલી તો બહુ ખાધી એકવાર આ તડકા ઈડલી બનાવી જોજો એ પણ ઇન્સ્ટન્ટ

મિત્રો, આમ તો આપણે અવારનવાર ઈડલી બનાવતા જ હોઈએ છીએ. ઈડલી લગભગ નાના મોટા બધાને ભાવતી હોય છે અને આજકાલ ઈડલી માટેના બેટર(ખીરા) પણ ઘણીબધી બ્રાન્ડમાં મળે છે જેથી જયારે પણ ઈડલી ખાવાની ઈચ્છા થાય ત્યારે રેડીમેડ ખીરું લઈ ઇન્સ્ટન્ટ બનાવીને સર્વ કરી શકીએ છીએ. પરંતુ આજે હું ઈડલીની એક અલગ વેરાયટી શેર કરવા જઈ રહી છું, આ ઈડલી હું રવો યુઝ કરીને બનવું છું તેમજ અને ઈડલી બેટરને હું તડકો આપું છું જે આ ઈડલીને એટલી તો ટેસ્ટી બનાવે છે કે વાત ન પૂછો, તો ચાલો આ તડકા ઈડલી બનાવવાની રીત બતાવી દઉં.

સામગ્રી :

રીત :

1) સૌ પ્રથમ રવો એક બાઉલમાં લઈ તેમાં દહીં એડ કરો. દહીં અહીં મીડીયમ ખટાશ હોય તેવું લેવું જેથી બેટર વધારે ખાટું ન થઈ જાય.

2) દહીં એડ કર્યા પછી થોડું થોડું પાણી એડ કરો. સુજી પાણી એબ્સોર્બ કરે છે માટે એ પ્રમાણે પાણી એડ કરવું.

3) થોડું થોડું પાણી ઉમેરી ગઠા ન રહે તેવું સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે. બેટર તૈયાર કરી લીધા બાદ ઢાંકીને 20 થી 25 મિનિટ માટે ફર્મન્ટેશન માટે રાખી દો. મેં 1 કપ સુજી સાથે 1/4(પા) કપ દહીં અને 3/4(પોણો) કપ પાણી એડ કર્યું છે.

4) 15 મિનિટ પછી આપણે તડકો તૈયાર કરી લેવાનો છે. તે માટે પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી રાઈ દાણા એડ કરો. રાઈ દાણાને તતડી જવા દો.

5) ત્રીસેક સેકેન્ડ પછી જીરું, ચણા દાળ એડ કરો અને ચણા દાળ સહેજ ડાર્ક થાય ત્યાં સુધી સાંતળી લો.

6) ચણા દાળ હળવી બ્રાઉન થાય પછી તેમાં અડદ દાળ, હિંગ તેમજ મીઠો લીમડો ઉમેરો. બધું મિક્સ કરી સ્ટવની ફ્લેમ તુરંત બંધ કરી લો.

7) મિક્સ કરી તેને પલાળેલી સુજી સાથે એડ કરી લો. આ ટાઈમે ઈડલીને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં પાણી લઈ પ્રિ-હિટિંગ માટે સ્ટવ પર ચડાવી દો.

8) તડકાને સુજી સાથે બરાબર મિક્સ કરી લો.

9) મિક્સ કરી લીધા બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, બારીક સમારેલ લીલું મરચું તેમજ કોથમીર એડ કરો.

10) બરાબર મિક્સ કરી લીધા બાદ તેમાં ચપટી ઇનો એડ કરો તેમજ ઈનોને એકટીવેટ કરવા સહેજ પાણી ઉમેરો અને ફરી બધું મિક્સ કરી લો.

11) મિક્સ કરી લીધા બાદ આ બેટરને મોલ્ડ કે નાની વાટકીમાં ભરી લો. સ્ટીમ થતા ઈડલી ફૂલે છે માટે મોલ્ડ અડધું જ ભરવું તેમજ મોલ્ડ કે વાટકીને તેલ લગાડી લેવું જેથી સરળતાથી અનમોલ્ડ થઈ શકે.

12) તેમજ બેટર ભરેલા મોલ્ડને સ્ટીમરમાં મૂકી દો. ઢાંકણ ઢાંકીને સ્ટવની ફ્લેમ મીડીયમ ટુ હાઈ રાખી પંદરેક મિનિટ માટે સ્ટીમ થવા દો.

13) પંદર મિનિટ પછી ઢાંકણ ખોલી છરી કે ટૂથપિક ખુચાડીને ચેક કરી લો. જો બેટર છરી પર ચીપકે નહિ તો સમજો ઈડલી સ્ટીમ થઈ ગઈ છે નહીતો ફરી ઢાંકણ ઢાંકી પાંચેક મિનિટ માટે સ્ટીમ કરી લો. ઈડલી સ્ટીમ થતા તેને સ્ટીમરમાંથી બહાર કાઢી લો અને આ રીતે બાકીના બેટરમાંથી ઈડલી તૈયાર કરી લો.

14) તો મિત્રો અહીં સોફ્ટ, સ્પોનજી અને સ્વાદિષ્ટ તડકા ઈડલી બનીને તૈયાર છે જે એવી તો ટેસ્ટી બને છે કે કોઈ ખાવાની ના નહિ પાડે, તો તમે પણ એકવાર જરૂર બનાવજો અને તમારી ઈડલી કેવી બની તે કમેન્ટ કરીને જણાવજો અને જો શક્ય હોય તો ઈડલીનો ફોટો ટેગ કરજો.

આ ઈડલીની સ્ટેપ બાય સ્ટેપ રેસિપીનો વિડીયો નીચે આપેલ છે તો એકવાર જોઈ લેજો જેથી બનાવવામાં સરળતા રહે.

વિડીયો લિંક :

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version