નવો વર્લ્ડ રેકોર્ડઃ મહિલાએ ચાલુ ટેબલ ફેનના પાંખિયાને જીભ વડે રોકી દીધા, જાણો કમાલ

વિશ્વમાં અલગ અલગ દેશો, અલગ અલગ દેશોના લોકો, તેમની અલગ અલગ રીતભાત અને સ્થાનિક પરંપરા અને ત્યારબાદ અલગ અલગ વિચારો. અલગ અલગ વિચારોને કારણે લોકો અલગ અલગ કામ પણ કરતા હોય છે. અમુક લોકો વર્ષોથી એક ઢબનું ચાલ્યું આવતું હોય તેવું કામ કરતા હોય છે જ્યારે અમુક લોકો રાબેતા મુજબના કામની સાથે સાથે કંઈક અલગ અને ધ્યાન ખેંચે તેવા કરતબો અને કારનામું કરી દેખાડવાની ક્ષમતા પણ ધરાવતા હોય છે.

ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (Guinness Book of World Record) અલગ અલગ કેટેગરીમાં એવા લોકોના નામ અને કામ નોંધે છે જેઓ સામાન્ય લોકોથી ન થઈ શકે તેવું અને વિસ્મયકારક કામ કરી ચુક્યા હોય. ઓસ્ટ્રેલિયાની મહિલાએ પણ આવું જ એક આશ્ચર્યજનક કામ કરી બતાવી સૌ કોઈની આંખો ખુલ્લી રખાવી દીધી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે આ મહિલાએ એક ચાલુ ટેબલ ફેનને પોતાની જીભ વડે રોકી દીધો હતો.

વિશ્વભરમાં અનેક અજબ ગજબ શોખ ધરાવતા લોકો અને તેના સાથે સંબંધિત કિસ્સાઓ આપણે સમાચાર માધ્યમો દ્વારા જ જાણીએ અને વાંચીએ છીએ. ત્યારે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે લોકો નિતનવા પરાક્રમો કરી બતાવતા હોય છે અને એવા એવા કારનામા કરી દેખાડે છે જેને જાણીને કે જોઈને સામાન્ય માણસ તો મોઢામાં આંગળા જ નાખી જાય. ત્યારે આપણે ઉપર વાત કરી તેમ ઓસ્ટ્રેલિયાની એક મહિલાએ પણ નવીન કારનામું કરી દેખાડ્યું હતું

ઉપર વાત કરી તેમ વિશ્વભરમાં અનેક અજબ ગજબ શોખ ધરાવતા લોકો અને તેના સાથે સંબંધિત કિસ્સાઓ આપણે સમાચાર માધ્યમો દ્વારા જ જાણીએ અને વાંચીએ છીએ. ત્યારે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે લોકો અજબ ગજબ પરાક્રમો કરી બતાવતા હોય છે એવું કારનામું Zoe Ellis નામની મહિલાએ કર્યું છે. તેણે પોતાની જીભ વડે ચાલુ ટેબલ પંખાના પાંખડાઓને રોકી બતાવ્યા હતા. આ ઓસ્ટ્રેલિયન મહિલાનું કરતબ જોઈને નજરે જોનારની તો આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી ગઈ હતી. તો અમુક લોકોને એમ પણ લાગ્યું કે આ કરતબ કરતા કરતા ક્યાંક Zoe Ellis ની જીભ જ ન કપાઈ જાય.

Zoe Ellis એ અસલમાં ઇટાલીમાં પોતાનું આ કરતબ બતાવીને રેકોર્ડ સ્થાપિત કર્યો હતો અને ઝડપથી ફરી રહેલા ઇલેક્ટ્રિક ટેબલ ફેનના પાંખીયાઓને પોતાની જીભ વડે રોકી નાખ્યા હતા. એટલું જ નહીં તેણે ફક્ત એક ચાલુ પંખાના પાંખીયાને જ જીભ વડે નહોતા રોક્યા પરંતુ એક પછી એક એમ કેટલાક ચાલુ પંખાના પાંખીયાઓને પણ જીભ વડે રોકી દેખાડી નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong