‘તારક મહેતા’….ના ચાહકો માટે ખરાબ સમાચાર, દયાબેને શો માં પાછા નહીં આવે, સોશિયલ મીડિયા પર કર્યો ખુલાસો

છેલ્લા 10 વર્ષથી ટીવી દર્શકોના દિલ પર રાજ કરી રહેલ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સ અને ફેંન્સ માટે ખરાબ સમાચાર છે. શો માં દયાભાભીનો રોલ કરીને ફેમસ થયેલી અભિનેત્રી દિશા વાકાણી હવે ફરીથી શોમાં પાછી આવે તેવી કોઈ સંભાવના દેખાતી નથી.

દિશા વાકાણીની મેટર્નિટી લીવ પૂરી થઈ ગયા હોવા છતાં તે શોમાં પાછી નહીં આવે. શો નો મહત્વનો હિસ્સો દયાબેનના છે અને તેમના ફેન્સ અત્યારે પણ રાહ જોઈ રહ્યા છે કે દયાભાભી શો માં પાછા આવશે. જો કે દિશા વાકાણી શોમાં પાછી નહીં આવે તેનો સંકેત તેમને ખુદ સોશિયલ મીડિયા પર આપ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર શો ની પોતાની એક તસવીર પોસ્ટ કરતા દિશા વાકાણીએ લખ્યું કે, ‘બધા મને શોમાં પાછા આવવા માટે કહી રહ્યા છે ખાસ કરીને તમે લોકો. હું શો ને બહુ મિસ કરી રહી છું. હું શોમાં આવવા માંગુ છું પરંતુ અત્યારે પરિસ્થિતિ મારો સાથ નથી આપી રહી. મને સમજવા માટે અને સાથ આપવા માટે આભાર. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા રહો અને તેને પ્રેમ કરતા રહો’.

Image result for 'तारक मेहता का उल्टा चश्मा' सेलिब्रेट 2500 एपिसोडહાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 2500 એપિસોડ પૂરા કર્યા છે. આ દેશનો સૌથી લાંબા સમય ચાલું રહેનાર કોમેડી શો બની ગયો છે. શો ની કાસ્ટ અને ક્રૂ એ સેટ પર કેક કાપીને સેલિબ્રેશન કર્યું હતું.

હાલમાં પ્રોડક્શન હાઉસના સૂત્રોના જણાવ્યા અનુસાર, અમે દિશાની સાથે સંપર્કમાં છીએ. પરંતુ હજું સુધી તેમના તરફથી કોઈ જવાબ નથી આવ્યો. તેમની દીકરી હજું નાની છે એટલા માટે અમે તેમની મજબૂરી સમજી શકીએ છીએ. અત્યારે તે પોતાના પર્સનલ કમિટમેંટ પર વધારે ફોક્સ કરવા માંગે છે. પરંતુ અમે પણ હાર નથી માની. અમે પૂરા પ્રયત્નો કરી રહ્યા છે તેઓ જલ્દી શોમાં પાછા આવે. તે અમારા શોનો મહત્વનો ભાગ છે’.

તમને જણાવી દઈએ કે, દિશા 2008 થી સતત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી રહી છે. તે સિવાય તે ‘ખિચડી (2004)’ અને ‘ઈંસ્ટન્ટ ખિચડી (2005)’ માં જોવા મળી હતી. ટીવીની સાથે સાથે દિશા ‘કમસિન-ધ અનટચ્ડ (1997)’, ‘ફૂલ ઔર આગ (1999)’, ‘દેવદાસ (2002)’, ‘મંગલ પાંડે ધ રાઈઝિંગ (2005)’, ‘સી કંપની (2008)’ અને ‘જોધા અકબર (2008)’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે.

દિશાએ 24 નવેમ્બર 2015માં મુંબઈ સ્થિત એકાઉન્ટન્ટ મયૂર પંડયા સાથે લગ્ન કર્યા હતા. અને હમણા જ તેને એક દીકરીને જન્મ આપ્યો છે. તેવામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન પછી તે પોતાની પર્સનલ લાઈફમાં વ્યસ્ત છે અને બાળકને સમય આપવા માંગે છે. જેના કારણે તે શોમાં પાછી આવે તેવી કોઈ સંભાવના દેખાય નથી રહી.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી