શું તમે સાઇનસથી પીડિત છો? તો આ પીડાથી રાહત મેળવવા અપનાવો આ દેશી ઉપાયો

તીવ્ર અથવા ક્રોનિક સાઇનસ એ નાક સાથે સંકળાયેલ આરોગ્યની સમસ્યા છે. અનુનાસિક નળીમાં સોજો હોવાને કારણે તમારી અગવડતા વધે છે. પરંતુ ગભરાવાની જરૂર નથી, તમે તમારી સમસ્યાથી છૂટકારો મેળવવા માટે અસરકારક ઘરેલું ઉપાય કરી શકો છો. સાઈનસાઇટિસ અથવા સાઇનસ બે પ્રકારના હોય છે. તેને કાં તો તીવ્ર અથવા ક્રોનિક તરીકે વર્ગીકૃત કરી શકાય છે. ક્રોનિક સાઈનસ થવા પર એન્ટિબાયોટિક્સની જરૂર પડે છે જ્યારે ઘરેલુ ઉપાયથી તીવ્ર સાઇનસ રોકી શકાય છે. સાઇનસ ચેપ ધૂળ, એલર્જી, કેમિકલ દ્વારા થાય છે. સાઇનસ એ ચેપી આરોગ્યની સ્થિતિ નથી.

image source

આ ત્યારે થાય છે જયારે તમારા નાકની નળી ચેપગ્રસ્ત થાય છે અથવા સોજો આવે છે. સાઇનસના કેટલાક સામાન્ય ચિહ્નો અને લક્ષણોમાં માથાનો દુખાવો, તાવ, નાક, કાન અથવા દાંતના દુખાવો, ચહેરા પર સોજો, ગળામાં દુખાવો, ઉધરસ વગેરે શામેલ હોઈ શકે છે. જો તમે આમાંના કોઈપણ લક્ષણોનો અનુભવ કરી રહ્યા છો, તો સ્થિતિને બગડતા અટકાવવા માટે ડોક્ટરની તરત જ સલાહ લો.

image source

સાઇનસના ઘણા ઘરેલું ઉપાય છે જે તાત્કાલિક રાહત આપે છે. સૌ પ્રથમ, તમારે એ ટેવોને બદલવાની જરૂર છે, જેથી તમને સાઈનસ થાય છે. સાઇનસની સમસ્યા દૂર કરવા માટે તમારા આહારમાં ફેરફાર કરો. તળેલો ખોરાક, ચોખા અને મસાલાવાળા ખોરાક સાઇનસના લક્ષણોમાં વધારો કરે છે. સાઇનસના ચેપને ટાળવા માટે તમારે ચોકલેટ, ખાંડ અને ડેરી ઉત્પાદનોની ચીજોને અવગણવું જોઈએ. કોલ્ડ ડ્રિંક્સના સેવનથી પણ તમને સાઈનસની સમસ્યા થઈ શકે છે. જો તમે સાઈનસની સમસ્યા મૂળમાંથી દૂર કરવા માંગો છો તો તમારે વિટામિન એનો વધુ માત્રામાં ઉપયોગ કરવો જોઇએ અથવા તમે તમારા સાઇનસને રોકવા માટે ઘરે ખાસ ઉપાય પણ કરી શકો છો.

સાઈનસની સમસ્યા દૂર કરવા માટેના ઘરેલુ ઉપાય જાણો –

વધુ પાણી પીવો

image source

હાઇડ્રેટેડ રહેવું અને વધુ પાણી પીવું એ તમને ડિહાઇડ્રેશનથી રોકે છે. સાઇનસને રોકવા માટે, તમારે ઘણું પાણી પીવું જોઈએ. પાણી કફને પાતળું કરે છે અને તમારી શ્વાસ નળીમાં પણ રાહત આપે છે.

સૂપનું સેવન કરો

image source

સૂપનું સેવન કરવાથી શરીરમાં જામેલો કચરો સાફ થાય છે. તમે તમારી પસંદગી અને સ્વાદ સૂપ બનાવો અને ગરમ-ગરમ પીવો. સૂપની વરાળ અને તંદુરસ્ત ઘટકો તમારા સાઇનસની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.

એપલ સાઇડર વિનેગર

image source

એપલ સાઇડર વિનેગરનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે અને સાઇનસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ આ શ્રેષ્ઠ ઉપાયોમાંથી એક છે. આ તમારા સાઇનસની સમસ્યા દૂર કરે છે અને તેને ઓછું દુખદાયક બનાવે છે. તમે એપલ સાઇડર વિનેગર ગરમ પાણી અથવા ચા સાથે પણ પી શકો છો.

વરાળ લો

image soucre

જો તમને સાઈનસની સમસ્યાના કારણે નાકમાંથી પાણી નીકળે છે, તો વરાળ લેવી એ ખુબ ફાયદાકારક રહેશે. વરાળ લેવા માટે એક વાસણમાં ગરમ પાણી લો.ત્યા રબાદ તમારા મોને ઢાંકવા માટે ટુવાલ લો. હવે પાણીની વરાળ તમારા નાકને સંપૂર્ણપણે ખોલશે અને તમને જરૂરથી આરામ મળશે.

હળદરવાળા દૂધનું સેવન કરો

image source

શિયાળાના દિવસોમાં દરેક લોકો સ્વસ્થ રહેવા અને કોરોનાથી બચવા માટે હળદરવાળા દૂધનું સેવન નિયમિત કરતા હતા. પરંતુ શું તમે જાણો છો કે હળદરવાળા દૂધનું સેવન કરવાથી સાઈનસની સમસ્યા મૂળમાંથી દૂર થાય છે. હળદરમાં રહેલા ગુણધર્મો શારીરિક સમસ્યા દૂર કરીને તમને તાજગીનો અનુભવ કરાવે છે. તેથી સાઈનસની સમસ્યાથી બચવા માટે દરરોજ હળદરવાળા દૂધનું સેવન કરવું જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત