કેંસર એક જીવલેણ બીમારી છે, જે ફક્ત મોટાઓમાં અને ઘરડાઓમાં જ નહિ પરંતુ બાળકોને પણ પોતાનો શિકાર બનાવી રહી છે.

એક રિપોર્ટ્સ મુજબ, દર વર્ષે લગભગ ૩ લાખ બાળકો આ જીવલેણ બીમારીની ઝપેટમાં આવે છે, જેમાંથી ૭૮ હજાર થી પણ વધારે બાળકો ફક્ત ભારતમાં જ થાય છે. એટલું જ નહિ, ભારતમાં ડૉક્ટર કેન્સર પીડિત બાળકોમાંથી ફક્ત ૩૦% બાળકોને જ બચાવી શકે છે.
બાળકોમાં કયા કેન્સરનો ખતરો વધારે હોય છે?

એક શોધ મુજબ, બાળકોમાં બ્લડ કેન્સર, બ્રેન ટયૂમર, એક્યુટ લીમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા, હોજ્કિન્જ લિમ્ફોમા, સાકોર્મા અને એંબ્રાયોનલ ટયૂમરની બાબતો સૌથી વધારે સામે આવે છે. આની સિવાય બાળકોમાં બોન કેન્સર(હાડકાંનું કેન્સર), નર્વસ સિસ્ટમ ટયૂમર, ન્યૂરોબ્લાસ્ટોમા, રેબ્ડોમાયોસરકોમા, રેટિનોબ્લાસ્ટોમાના મામલાઓ પણ જોવા મળે છે. સામાન્ય રીતે આ સિવાયના અન્ય પ્રકારના કેન્સર બાળકોમાં જોવા નથી મળ્યા.
આંકડાઓ મુજબ, છોકરીઓની તુલનામાં છોકરાઓમાં કેન્સર વધારે થાય છે. બ્લડ અને બ્રેન કેન્સર બાળકોમાં થવાવાળુ સૌથી સામાન્ય કેન્સર છે.

છોકરાઓમાં સૌથી વધારે લ્યુકેમિયા અને લીમ્ફોમા કેન્સર જોવા મળે છે, જ્યારે છોકરીઓમાં લ્યુકેમિયા અને બ્રેન ટયૂમર કેન્સર સામાન્ય રીતે જોવા મળે છે.
બાળકોમાં ઝડપથી વધી રહેલી આ બીમારી પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે ૧૫ ફેબ્રુઆરીના દિવસે ‘વર્લ્ડ ચાઇલ્ડ કેન્સર અવેરનેસ ડે’ મનાવવામાં આવે છે. બાળકોમાં કેન્સરના લક્ષણ જલ્દી ઓળખવામાં નથી આવતા પરંતુ તો પણ કેટલાક લક્ષણોને ધ્યાન રાખીને સમય રહેતા ઓળખી શકાય છે.

ચાલો આપને જણાવીશું બાળકોમાં થનાર કેન્સરના કેટલાક સામાન્ય લક્ષણો..
-અચાનક બાળકની ત્વચાનો રંગ પીળો પડવા લાગે છે.
-મોં કે નાક માંથી કારણ વગર લોહીનું વહેવું.
-ત્વચા પર લીલા કે લાલ ચકામા પડવા.

-હાડકાં અને માંસપેશિયોમાં સતત દુખાવો રહેવો.
-શરીરમાં તેજ દુખાવો થવો અને દુખાવાના કારણે ઊંઘ ના આવવી.
-અચાનક લડખડાવું, વજન ઉઠાવામાં તકલીફ પડવી કે અચાનક ચાલવાનું છોડી દેવું.
-બે અઠવાડિયાથી વધારે સમય સુધી માથામાં દુખાવો રહેવો.

-સવાર સવારના ઊલટીઓ થવી.
-સતત તાવ, ઉદાસી, વાળ ખરવા અને વજન ઓછું થવું.
-અચાનક ખૂબ વજન વધી જવું.
-ત્વચા પર, પેનિસ, વૈઝાઈના કે કોઈપણ એવો જખમ હોય છે જે જલ્દી રુઝાતો નથી તો તેને નજરઅંદાજ કરો નહિ.
-દુખાવા રહિત મોટા લિમ્ફનોઈડ્સ પણ કેન્સરના લક્ષણ હોઈ શકે છે.
-જો આપને લાગે કે બાળકનો વ્યવહાર આચનકથી બદલાય રહ્યો છે કે તે ઉદાસ અને ચિડચીડયા રહેવા લાગે છે તો તેને ઇગ્નોર ના કરો. આ લક્ષણ કેન્સર જ નહિ, ડિપ્રેશનની તરફ પણ ઈશારો કરે છે.
-આંખોનું તેજ ઓછું થવા લાગે, વાઈના દોહરા પડવા બ્રેન ટયૂમરની નિશાની હોઈ શકે છે.
જો બાળકને આમાંથી કોઈપણ તકલીફ થાય છે તો તેને નજરઅંદાજ ના કરો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
સૌથી પહેલા તો ડૉક્ટરને બતાવો, જેથી ખ્યાલ આવી શકે કે, બાળકનું કેન્સર કયા સ્ટેજ પર છે. ત્યાર પછી જ ડોક્ટર્સ નક્કી કરશે કે બાળકને કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવી જોઈએ.

બાળકોને કેન્સરથી બચાવવા માટે શું કરવું ?
-જાડાપણું કેન્સરનું સૌથી મોટું કારણ છે એટલા માટે બાળકોનું વજન વધવા દેશો નહિ.
-બાળકોને યોગ્ય સમયે સુવાની, ઊઠવાની અને નિયમિત કસરત કરવાની આદત કેળવો.

-સ્વસ્થ ભોજન આપો.
-રિફાઈન્ડ ખાંડ, વધારે મીઠું, કોલ્ડ ડ્રિંક્સ, જંકફૂડ્સ થી દૂર રાખો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ