અનિંદ્રા છે એક ભયંકર રોગ, કઇ વ્યક્તિ બને છે તેનો ભોગ જાણો તમે પણ

ઇન્સોમિયાના રોગથી શિકાર વ્યક્તિ એટલો તો કંટાળી જાય છે કે આત્મહત્યા કરવા સુધીના પ્રયત્નો કરી બેસતો હોય છે. શું છે આ તકલીફ, જાણો.

image source

અનેક સેલિબ્રિટીઝને થાય છે ‘અનિદ્રા’નો રોગ, જાણો કે તેમાં શું થાય છે?

ઇન્સોમિયાઃ કોને થઈ શકે છે આ અસાધ્ય રોગ જાણો છો? જેમને મોબાઈલ અને કોમ્યુટર સાથે સતત નિસ્બત હોય તેમને; આજે જ ચેતી જાવ.

બદલાતી જીવનશૈલીમાં સતત કંઈને કંઈ પરિવર્તન આવતા જાય છે. તેમાં શરીરને જોઈતી કાળજી નથી લઈ શકાતી. તેને કારણે શરીરમાં અનેક રોગો દાખલ થઈ જાય છે. એમાંથી કેટલાક અસાધ્ય હોય છે તો કેટલાક જીવલેણ હોય છે.

image source

તેવામાં એક વધુ તકલીફ આજકાલ ૧૦માંથી ત્રીજી વ્યક્તિને વત્તા કે ઓછા પ્રમાણમાં જોવા મળે છે તે છે અનિંદ્રાનો રોગ.

આવો જાણીએ તે શું છે? કોને થાય છે અને તેનાથી બચવાનો શું તરીકો હોઈ શકે? તેની માહિતી જાણીએ.

કોને થઈ શકે છે ઇન્સોમિયા

image source

આજના તકનીકી યુગમાં, મોબાઈલ અને કમ્પ્યુટરનો વધુ પડતો ઉપયોગ લોકોના જીવન પર અને તેમા સ્વાસ્થ્ય પર મોટી અસર કરે છે. લોકો સૌથી વધુ અનિદ્રા રોગના ભોગ બને છે.

આ રોગનો ઉપચાર કરવા માટે, લોકો ક્યારેય ઊંઘવાની ગોળી ખાય છે અને ક્યારેક તે ડૉક્ટરની સલાહ લઈને માનસિક સારવાર કરાવતા પણ જોવા મળે છે.

image source

ડોકટરો અનુસાર, આ રોગમાં ક્યાંતો સાવ જ ઊંઘ જ નથી આવતી અથવા વારંવાર નિંદર તૂટે છે. જેના કારણે તેણી દિવસભર થાક લાગે છે અને આળસ અનુભવાય છે.

અનિદ્રા રોગના લક્ષણો

અનિદ્રા (ઇન્સુમિયા)થી પીડાતી વ્યક્તિમાં માથાનો દુખાવો, એકાગ્રતાનો અભાવ, થાક, મૂડ સ્વિંગ, મેમરી નુકશાન અને કાર્યક્ષમતા અભાવ જેવા લક્ષણો સાવ જ સામાન્ય છે.

image source

ફક્ત એટલું જ નહિ, ઘણા અભ્યાસોએ અનિદ્રા અને ડિપ્રેશન વચ્ચે પણ એક ઊંડો સંબંધ બતાવ્યો છે. અભ્યાસોએ જોયું છે કે અનિદ્રાને લીધે વ્યક્તિ માનસિક બીમારી વિકસી શકે છે.

કાયમ લેવાતી ઊંઘની દવા દ્વારા થતી આડઅસરો

દૈનિક જીવનમાં જો તેની દવા લેવાની ટેવ પડી જાયને તો તે હૃદયરોગના હુમલાનું જોખમ વધારી શકે છે. એક સર્વે અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે ઊંઘની 60 ગોળીઓ ખાવાથી, લગભગ ૫૦% હૃદયરોગનો હુમલો થવાનું જોખમ વધે છે.

ગર્ભવતી સ્ત્રીને ડૉક્ટરની સલાહ લીધા વિના આ પ્રકારની દવાઓનો ઉપાય કરવો જોઈએ નહીં. તે તેનાથી જન્મેલા બાળકને પણ નુકસાન પહોંચાડી શકે છે.

image source

 

જેમને ખૂબ જ પ્રમાણમાં મોટા અવાજે ઘોરવાની ટેવ હોય તેવી વ્યક્તિ સારી ઊંઘ લેવા દવાનો ઉપયોગ કરે છે, તો આ દવા તેમના માટે ખતરનાક બની શકે છે. તેમના શ્વસનતંત્રમાં ખલેલ પહોંચીને નીંદરમાં અધવચ્ચે જ હ્રદય બંધ પડી જઈ શકે છે. જેના કારણે તે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.

અનિદ્રાની સમસ્યા નિવારવા માટેના ઉપાયો

અનિદ્રાથી પીડાતા વ્યક્તિ માટે દૂધનો વપરાશ કરવો ખૂબ ફાયદાકારક રહે છે. આ રોગથી પીડિત વ્યક્તિ રાતે ઊંઘતા પહેલા ગરમ કરેલું એક ગ્લાસ હૂંફાળું દૂધ પીવું જોઈએ.

image source

આમ કરવાથી, શરીરની શક્તિ પણ વધે છે અને તેમને ઊર્જા મળવાથી દર્દીને સારી ઊંઘ આવી જાય છે.

તે દૂધમાં હળદર પાઉડર, શૂંઠનો પાવડર કે ગંઠોડાનો પાવડર એકાદ ચમચી નાખીને પી શકાય છે. જો ભાવે તો ચપટી તજનો ભૂકો પણ નાખી શકાય છે.

બીજું, આ રોગથી પીડાતા દર્દીને ઊંઘતા પહેલા લગભગ બે કલાક પહેલાં ડિનર લેવું જોઈએ. યાદ રાખો, ખોરાક ખાવા પછી તુરંત જ પથારીમાં જશો નહીં. જો તમે ઊંઘતા ન હોવ તો જાતે કોઈ દવાઓ ન લો.

image source

કોઈ સારા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. આ ઉપરાંત, દારૂના વ્યસનથી પણ આ સમસ્યામાં વધારો થાય છે. કોઈપણ પ્રકારના કૈફી પીણાં પછી ભલે તે માત્ર ચા કે કોફી કેમ ન હોય જો તમે અનિંદ્રાથી પીડાતા હોવ તો જરૂર તેનો ઉપયોગ ઘટાડી દો અથવા સાવ બંધ કરી દેવું જોઈએ.

ડૉક્ટર માને છે કે દરરોજ ઓછામાં ઓછી સાતથી આઠ કલાક ઊંઘ માટે તંદુરસ્ત જીવન જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ