વાંચો ક્યાંક તમને તો આમાંથી કોઈ તકલીફ નથી ને? થઇ શકે છે ડાયાબિટીસની શરૂઆત…

ડાયાબિટિસ એક અતિ ગંભીર મેડિકલ કન્ડિશન છે. જેનાથી આજે વિશ્વનના લાખો લોકો પીડિત છે. તેમ છતાં કેટલાક સંશોધનોજણાવે છે કે 4 વયસ્કમાંથી 1 વયસ્ક વ્યક્તિને નથી ખબર કે તે પોતે ડાયાબિટિસ ગ્રસ્ત છે અને આ સ્થિતિમાં તે વ્યક્તિ ગંભીર જોખમમાં મુકાઈ શકે છે. આજના આ લેખમાં તમને વિવિધ જાતના ડાયાબિટિસના ચેતવણિરૂપ સંકેતો જણાવામાં આવ્યા છે. જો તમે પહેલેથી જ ડાયાબિટિસના વહેલા સંકેતો વિષે જાણતા હશો તો તમે તે માટેની સારવાર લઈ શકશો અને ભવિષ્યના ગંભીર જોખમોને ટાળી શકશો. હંમેશા યાદ રાખો કે જ્યારે ક્યારેય તમને તમારામાં આમાંના કોઈ લક્ષણો જણાય તો તમારે તરત જ તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તો ચાલો જાણીએ તે સંકેતો વિષે.

ભૂખશું તમને જમ્યા પછી પણ ભુખ લાગેલી રહે છે ? આ ડાયાબિટિસની શરૂઆતનો સંકેત હોઈ શકે છે. કારણ કે તમારું શરીર વ્યવસ્થિત રીતે તમે આરોગેલા ખોરાકને ઉર્જામાં ફેરવી શકતું નથી, માટે શક્ય છે કે તમને હંમેશા ભુખ લાગેલી રહે. ઉર્જાની ઉણપથી તમને હંમેશા ભુખ લાગી શકે છે.

થાકથાક તમને વિવિધ કારણોસર લાગી શકે છે. તમારામાં ઉર્જાના અભાવનું એક કારણ એ હોઈ શકે કે તમારું શરીર શર્કરા ગ્રહણ કરવા માટે અસમર્થ હોય, જે પણ ડાયાબિટીસનો જ એક સંકેત હોઈ શકે. ઉર્જાની આ ઉણપ સતત થતાં પેશાબના કારણે શરીરનું જે ડીહાઇડ્રેશન થાય છે તેના કારણે પણ હોઈ શકે છે.

મોઢાની શુષ્કતાડાયાબિટિસના સંકેતો કેટલીકવાર તમને તમારા મોઢા દ્વારા પણ મળી શકે છે. તમારા શરીરમાં અપુરતાપ્રવાહિના કારણે કે જે તમારા વધારે પડતાં પેશાબના કારણે હોઈ શકે છે તેના કારણે તમને તમારું મોઢું સુકાતું હોય તેવું લાગે છે. મોઢું શુષ્ક રહેવું તે ઉચ્ચ શર્કરા સ્તરનો સંકેત છે અને તેના કારણે તમારા દાંત પણ સડી શકે છે.

વારંવારનો પેશાબશરીરમાં રહેલી વધારે પડતી શર્કરાના કારણે તમને વારંવાર પેશાબ લાગ્યા કરે છે. તમારી કીડની તમારા શરીરની વધારાની શર્કરાને ફીલ્ટર કરી શકતી નથી. પરિણામસ્વરૂપે, વધારાની શર્કરા તમારા પેશાબમાં વિસર્જન પામે છે અને માટે જ તમને વારંવાર પેશાબ લાગ્યા કરે છે.

અત્યંત તરસ લાગવીજેમ જેમ તમે પેશાબ વધારે કરશો તેમ તેમ તમારા શરીરમાંથી પ્રવાહી ઓછું થતું જશે અને તમારી કોશિકા શુષ્ક થતી જશે. આ કારણસર તમે ડીહાઇડ્રેટ થશો અને માટે જ તમને વધારે તરસ લાગશે. અને તમે તમારી તરસ છીપાવવા માટે વધારે પાણી પીશો અને વધારે પેશાબ જશો.

વજન ઘટવુંઅપૂરતા ઇન્સ્યુલિનના કારણે તમે અચાનક જ કોઈ પણ કારણવગર તમારા શરીરનું વજન ઘટી ગયેલું અનુભવશો, જે તમારા શરીરની શર્કરાનો ઉપયોગ ઉર્જામાં વાપરતા રોકશે. તેના કારણે તમારા શરીરની ચરબી તેમજ સ્નાયુઓ બળશે અને પરિણામે તમારા માં અચાનક વજન ઘટાડો જોવા મળશે. વજનમાં ઘટાડો તે ટાઇપ 1 ડાયાબિટીસના સામાન્ય લક્ષણો છે.

નજર ઝાંખી થવીકેટલાક નિષ્ણાતોનું એવું કહેવું છે કે નજર જાંખી થવી તે ઉચ્ચ રક્ત શર્કરાના લક્ષણ છે. તમારા લોહીમાં વધેલું શર્કરાનું પ્રમાણ બની શકે કે તમારી આંખની કીકીઓમાંથી પણ પ્રવાહી શોષતું હોય. તેનાથી તમારી કીકીઓનો આકાર પણ અસરપામે છે અને તેની સક્ષમતામાં પણ ઘટાડો થઈ શકે છે.

શુષ્ક અને ખંજવાળગ્રસ્ત ત્વચાશરીરના લોહીમાં ઉચ્ચ શર્કરાનું પ્રમાણ તમારા શરીરમાં ભેજની કમી લાવી શકે છે અને માટે તમારી ત્વચા શુષ્ક થઈ શકે છે અને ખંજવાળ પણ આવે છે. જેમ જેમ વધારે પેશાબના કારણે તમારા શરીરમાં પ્રવાહી ઘટતું જાય તેમ તેમ તમારું શરીર શુષ્ક પડતું જાય, તેના કારણે તમારી ત્વચા પણ શુષ્ક અને ખંજવાળ ગ્રસ્ત થઈ જાય.

ઘા રુઝાતા વાર લાગવીબીજો એક ગંભીર સંકેત એ છે કે જો તમને ડાયાબિટીસ હોય તો તમને પડેલા ઘા રુઝાતા વાર લાગે છે. આ તે કારણસર હોઈ શકે કે તમારામાં બ્લડ શુગરનું પ્રમાણ વધારે હોય જે તમારા લોહીના વહેણને અસર કરતું હોય અને તેના કારણે નર્વ ડેમેજ થતી હોય. બની શકે કે જે જગ્યાએ વાગ્યું હોય ત્યાં લોહી પહોંચવામાં તકલીફ પડતી હોય.

પગ કે પગના પંજામાં ખાલી ચડવી કે દુઃખાવો થવો.પગ તેમજ પગના પંજામાં દુખાવો, ખાલી ચડવી, ધ્રુજારી થવી તે નર્વ ડેમેજના લક્ષણ છે, જે બની શકે કે ડાયાબિટિસના કારણે થતું હોય. બની શકે કે તમને હાથ અને બાવડામાં પણ બેરાપણાની ફિલિંગ થાય. સમય જતાં નર્વ ડેમેજની આ તકલીફ સમગ્ર શરીરમાં ફેલાય છે.

મીઠા અને ફળ જેવા શ્વાસોચ્છ્વાસમીઠા અને ફળ જેવા શ્વાસોચ્છ્વાસ હોય તો બની શકે કે તે તમને ડાયાબિટસ તરફ ઇશારો કરતા હોય. ગંધ મારતા શ્વાસોચ્છ્વાસ બની શકે કે તમારા લોહીમાનું ઉચ્ચ કેટોન દર્શાવતું હોય. કેટોન્સ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે તમારું શરીર ચરબી બાળવાનું શરૂ કરે છે કારણ કે તમારા કોષો ઉર્જા માટેની જરૂરી શર્કરા નથી મળતી.

ઉબકા તેમજ ઉલટી થવી

ઉબકા તેમજ ઉલટી ડાયાબીટીસનો સંકેત હોઈ શકે છે. ઉચ્ચ રક્ત સર્કરા પ્રમાણ તમારા આંતરડા તેમજ પેટની હલચલને ધીમી પાડે છે. જેના કારણે ખોરાક પેટમાં સામાન્ય કરતાં લાંબા સમય માટે સંગ્રહાયેલો રહે છે અને બની શકે કે તેના કારણે ઉબકા તેમજ ઉલટી થતી હોય.

સતત માથું દુઃખવુંજો તમને સતત માથું દુઃખતું હોય તો બની શકે કે તમારા શરીરમાં શર્કરાનું પ્રમાણ વધુ અથવા ઓછું હોઈ શકે. માથાનો દુઃખાવો સામાન્યથી ગંભીર હોઈ શકે છે અને તમારા શરીરની શર્કરાનું પ્રમાણ નીચું આવવાથી થોડી રાહત થઈ શકે. જો તમને માથામાં ગંભીર દુઃખાવો થતો હોય તો તમારે તમારા ડોક્ટર સાથે વાત કરવી જોઈએ.

ચીડીયો સ્વભાવ થવોડાયાબિટીસથી વ્યક્તિના સ્વભાવમાં પણ ફેર પડે છે. ઉદાહરણ તરીકે નીચી કે ઉચ્ચ રક્ત શર્કરા તેમને ઉદાસ કે ચીડીયા બનાવી શકે છે. બ્લડ શુગરનું વધતું ઓછું પ્રમાણ નર્વસનેસ, થાક અને મુંઝવણ માટે કારણરૂપ હોઈ શકે છે.

ઉત્થાન શિથિલતાજો તમે એવા પુરુષ હોવ કે જેમને ઉત્થાન જાળવી રાખવામાં મુશ્કેલી પડતી હોય, તો બની શકે કે તમને ડાયાબીટીસ હોય. ઉત્થાનને અંકુશમાં રાખતા તમારા નર્વ્સ, રક્ત નળીઓ અને સ્નાયુઓને ડાયાબીટીસ અશક્ત બનાવી શકે છે. જે પુરુષને ડાયાબીટીસ હોય તેમને આ સમસ્યા રહેતી હોય છે.

પેટમાં પીડા થવીજો તમને પેટમાં સતત દુઃખાવો થતો રહેતો હોય તો બની શકે કે તમારા લોહીમાં શર્કરાનું પ્રમાણ અતિ ઓછું અથવા અત્યંત વધારે હોય. ડાયાબીટીસ તમારી વેગસ નર્વને નુકસાન કરે છે અને તમારું પાચન ધીમું કરે છે. જેના કારણે તમારા પેટમાં ખોરાક લાંબો સમય પડ્યો રહે છે અને માટે જ તમને પેટમાં દુઃખાવો થાય છે.

યીસ્ટનું સંક્રમણજે સ્ત્રી-પુરુષને ડાયાબિટીસ હોય છે તેને યીસ્ટ સંક્રમણ થાય છે. યીસ્ટ ઉચ્ચ શર્કરા પર નભે છે અને તેનું સંક્રમણ શરીરના હુંફાળા, ભેજવાળા ભાગમાં થાય છે જેમ કે આંગળી અને પગના અંગુઠા, બગલ અને સ્તનોની નીચે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી