જલ્સા કરોને જેંતીલાલ

શ્વેતા તિવારીએ પહેર્યો ટ્રાન્સપરન્ટ ડ્રેસ, તો ફેન્સે ઉડાવી જબરી મજાક, જોઇ લો તસવીરોમાં તમે પણ શ્વેતાનો આ સુપર હોટ અંદાજ

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta Tiwari) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી સક્રિય રહે છે. અભિનેત્રી શ્વેતા તિવારી જેટલી ખુબસુરત છે એટલી જ સ્ટાલિશ પણ છે. તાજેતરમાં જ શ્વેતા તિવારીએ ફોટોશૂટ કરાવીને ઈન્ટરનેટનો પારો વધારી દીધો હતો. હવે એકવાર ફરીથી ફેંસના દિલ લૂંટવા માટે શ્વેતા તિવારીએ પોતાની લેટેસ્ટ ફોટો શેર કરી છે જે અપલોડ થવાની સાથે જ વાયરલ થઈ રહી છે.

image source

અભિનેત્રી શ્વેતા તિવારીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગ્રે કલરના આઉટફિટમાં પોતાની ફોટોઝ પોસ્ટ કરી છે. આ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં શ્વેતા તિવારી પોતાના હોટ અદાઓ જોવા મળી રહી છે. દરેક ફોટોમાં અભિનેત્રી શ્વેતા તિવારી સ્ટાઈલીશ પોઝ આપી રહી છે. શ્વેતા તિવારીનો ગ્લેમરસ અંદાજ પર ફેંસ મરી મિટિયા છે. ખુલ્લા વાળમાં શ્વેતા તિવારીનો લુક હજી પણ વધારે નિખરી આવ્યો છે. આ ફોટોસ પર અત્યાર સુધીમાં ૭૮,૧૬૬ લાઇક્સ મળી ગયા છે. ત્યાં જ ફેંસ ઇનબોક્સ પર સતત કમેન્ટ કરી રહ્યા છે.

અભિનેત્રી શ્વેતા તિવારી આ ઉંમરમાં પણ યંગ અભિનેત્રીઓને ટફ કોમ્પિટિશન આપી રહી છે. એક મીડિયા યુઝરે લખ્યું છે કે, ‘ધ રિયલ વન્ડર વુમન.’ એક ઈન્સ્ટા યુઝરે લખ્યું છે કે, ‘પ્રેરણા.’ એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે કે, ‘પ્લીઝ મેરી વેલેન્ટાઈન બન જાઓ.’ એક યુઝરે લખ્યું છે કે, ‘આપ ટીનેજર લાગી રહ્યા છો.’ એક યુઝરે લખ્યું છે કે, ‘વિચારું છું દરેક કાગળ પર તારી તારીફ કરું, પછી ખ્યાલ આવ્યો કે, ક્યાંક વાંચનાર પણ તારા દીવાના ના થઇ જાય.’

આની પહેલા અભિનેત્રી શ્વેતા તિવારીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક ફોટોસ પોસ્ટ કરી હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. શ્વેતા તિવારીએ ફોટોસ શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘પોતાની અસીમ ક્ષમતાઓ પર વિશ્વાસ કરો.’ અભિનેત્રી શ્વેતા તિવારીએ ઈન્ડિયન ફેશન હાઉસ NIMA દ્વારા ડીઝાઇન કરવામાં આવેલ વન શોલ્ડર હાઈ- થાઈ સ્લીટ પેટર્ન ધરાવતું શિમરી ગાઉન પહેર્યું હતું.

આપને જણાવી દઈએ કે, અભિનેત્રી શ્વેતા તિવારીએ એકતા કપૂરના ટેલિવિઝન શો ‘કસોટી જિંદગી કી’માં જોવા મળ્યા પછી એક ઘરેલુ નામ બની ગયું છે. જે ભારતીય ટેલિવિઝન પર સૌથી લાંબા સમય સુધી ચાલનાર શો માંથી એક શો હતો, આ શોમાં શ્વેતા તિવારીની સાથે સિજેન ખાન, રોનિત રોય, ઉર્વશી ઢોલકિયા અને કરણ સિંહ ગ્રોવર પણ જોવા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version