સ્વીટી પટેલ હત્યાકાંડમાં આ ભારતીય ક્રિકેટરનું નામ આવ્યું સામેલ, જાણો શું હતી ઘટના

આખા ગુજરાત રાજ્યમાં ચકચાર મચાવી દેનાર સ્વીટી પટેલ મર્ડર કેસમાં ધરપકડ થયા બાદ વડોદરા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારના SOG PI અજય દેસાઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. PI અજય દેસાઈની સરકારી ગ્લોક પિસ્તોલને પણ જમા કરી લેવામાં આવી છે. ત્યાં જ બીજી બાજુ, સ્વીટી પટેલ મર્ડર કેસમાં પોલીસની તપાસ સહિતના તમામ મુદ્દે ક્રિકેટર હાર્દિક પંડ્યા એક IPS ઓફિસરની સાથે મોબાઈલ ફોન પર સંપર્કમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

image socure

વડોદરા ગ્રામ્ય વિસ્તારના તત્કાલીન SOG PI અજય દેસાઈએ ગત મહીને તા. ૪ જુન, ૨૦૨૧ના રોજ રાતના સમયે કરજણના ભાડાના મકાનમાં પોતાની પત્ની સ્વીટી પટેલની હત્યા કરી હતી. વડોદરા ગ્રામ્ય વિસ્તારના SOG PI અજય દેસાઈની સામે શિસ્ત ભંગ સહિત લગ્ન વિષયક બાબતે તપાસ કરવામાં આવી રહી છે. જયારે સ્વીટી પટેલની હત્યા થઈ ત્યારે અજય દેસાઈ SOG ઉપરાંત વડોદરા રેંજ સાયબર ક્રાઈમ PI નો ચાર્જ સાંભળી રહ્યા હતા. આ ગુનો કરવા દરમિયાન અજય દેસાઈએ તેમના ઉપરી અધિકારીને જાણ કર્યા વિના જ વડોદરા જીલ્લો છોડી દીધો હતો.

image soucre

PI તરીકે પોસ્ટને સંબંધિત ઉપરી અધિકારીને જાણ કર્યા વગર જીલ્લો છોડી દીધો હોવાથી અજય દેસાઈની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. અજય દેસાઈએ એક સમયે પોતાની પત્ની સ્વીટી પટેલની હત્યાને છુપાવવા માટે તેના ગાયબ થઈ ગયા હોવાની વાત કરી, તેમજ ૪૯ દિવસ પછી સ્વીટી પટેલની હત્યાનો ખુલાસો થયો અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા અજય દેસાઈની ધરપકડ કરવામાં આવી હતી. હત્યા જેવા ગંભીર ગુનામાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા PI અજય દેસાઈને અંતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. PI અજય દેસાઈની સરકારી ગ્લોક પિસ્તોલને પણ જપ્ત કરી લેવામાં આવી છે.

image socure

બીજી બાજુ, વિશ્વસનીય સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, સ્વીટી પટેલ કેસમાં પોલીસ તપાસને લઈને સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા એક IPS ઓફિસરની સાથે સતત સંપર્કમાં રહ્યા હતા. સ્વીટી પટેલનો પૂર્વ પતિ હાર્દિક પંડ્યાના પિતરાઈ છે તેમજ તેઓ બે દીકરાની સાથે હાલમાં ઓસ્ટ્રેલીયામાં રહે છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા દ્વારા પોલીસને આ કેસમાં ઝડપથી તપાસ કરવા સહિત અન્ય મુદ્દે IPS ઓફિસરની સાથે ફોન પર સંપર્કમાં રહ્યા હતા. ઉલ્લેખનીય બાબત છે કે, PI અજય દેસાઈના મોબાઈલ ફોનના ઈન્ટરનેટ એક્ટીવીટીની માહિતી મેળવીને તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

અજય દેસાઈ કારમાં એક જ કલાકમાં કરજણથી અટાલી ગયા, જ્યાં તેઓ અઢી કલાક રોકાણ કર્યું.

image socure

સ્વીટી પટેલના મૃતદેહને જીપ કંપાસ કારમાં લઈને અજય દેસાઈ અંદાજીત એક કલાકમાં જ કરજણથી અટાલી ગામની સીમમાં આવેલ અવવારું જગ્યાએ ચાલ્યા ગયા હતા. PI અજય દેસાઈએ સબુતોને સગેવગે કરવા માટે તે જગ્યાએ અઢી કલાક સુધી રોકાયા હતા. સ્વીટી હત્યા કેસમાં ટેકનીકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરવામાં આવતા પોલીસને અટાલીની સીમમાં પડેલા બળી ગયેલ હાડકા લઈ ગયા હતા.

કરજણમાં પેટા ચૂંટણી દરમિયાન જુતાકાંડ થયા બાદ PI અજય દેસાઈની બદલી થઈ હતી.

image soucre

કરજણની પેટા ચૂંટણી દરમિયાન ભાજપની સામે કોંગ્રેસ પક્ષે કિરીટસિંહને ટીકીટ આપવામાં આવી હતી. આ ચૂંટણી દરમિયાન ભાજપ પક્ષના ઉમેદવાર અક્ષય પટેલની સામે કિરીટસિંહ હારી ગયા હતા. જયારે આ ચૂંટણી યોજાઈ ત્યારે કરજણના PI અજય દેસાઈ હતા. કરજણની પેટા ચૂંટણી દરમિયાન નાયબ પ્રધાનમંત્રી પર જૂતું ફેંકવામાં આવ્યું હોવાનો બનાવ બન્યો હતો. જુતાકાંડનું ગ્રહણ નડી જતા PI અજય દેસાઈને ચૂંટણી પૂરી થયા બાદ SOGમાં બદલી કરી દેવામાં આવી હતી.

PI અજય દેસાઈ બે કરતા વધારે ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા.

image socure

અજય દેસાઈ બે કરતા વધારે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા. પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન અજય દેસાઈ અને મૃતક સ્વીટી પટેલના ફોનને જપ્ત કરી લેવામાં આવ્યા હતા. આ બંને ફોનની તપાસ કરવા માટે એફએસએલમાં મોકલી દેવામાં આવ્યા છે. અજય દેસાઈના ફોનના સીડીઆરની તપાસ કરવામાં આવતા પોલીસની શંકાના દાયરામાં આવેલ તમામ વ્યક્તિઓની પુછપરછ કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong