“સ્વીટ પાલક સ્મૂધી” (Sweet Paalak Smoothy)

“સ્વીટ પાલક સ્મૂધી”

સામગ્રી :

૨૦૦ ગ્રામ (૧ કપ) ગ્રીક,

યોગર્ટ (દહીં),

અડધો કપ પાલકનાં નાનાં પાંદડાં (બેબી પાલક),

૧ પાકેલું પેર કાપેલું (છાલ કાઢવી),

૧૫ નંગ ગ્રીન અથવા કાળી દ્રાક્ષ,

બે ટેબલસ્પૂન પાકેલું અવાકાડો,

૧-૨ ટેબલસ્પૂન લીંબુનો રસ,

રીત :

એક મિક્સર જારમાં ઉપરની બધી સામગ્રી મિક્સ કરી એને પીસી લેવી. એને ગ્લાસમાં કાઢી ઠંડું સર્વ કરવું.

નોંધ : ગ્રીક યોગર્ટ માર્કેટમાં મળે છે. એના બદલે તાજા દૂધનું જમાવેલું ઘટ્ટ દહીં લઈ શકાય છે.

રસોઈની રાણી :- કેતકી સૈયા

દરરોજ અવનવી વાનગીની રેસીપી માટે લાઇક કરો અમારું પેજ, પાછા આ વાનગી શેર કરજો…

ટીપ્પણી