વડોદરાના આ ત્રણ યુવાનોએ મીઠાઇ બનાવવા માટે બનાવ્યું ઓટોમેટિક મશીન, જાણો કેટલા કલાકમાં કેટલી બનશે મીઠાઇ

‘જરૂરિયાત જ આવિષ્કારની જનની છે’ જી હા આ કહેવત એકદમ બરાબર બેસે છે એ ત્રણ એન્જીનિયરિંગ વિદ્યાર્થીઓ પર.

image source

વડોદરાના ત્રણ એન્જીનીયરીંગ થયેલા યુવાનો કિશન વઘાસિયા, જગદીશ ગોંડલીયા અને હિરેન ત્રાપસીયા સાથે મળીને તેઓનું સ્ટાર્ટઅપ વેન્ચર ‘મિલેનિયમ ટેકનો સોલ્યુશન’ના માધ્યમથી એક મીઠાઈ મેકિંગ મશીન બનાવ્યું છે.

આ મશીનના ઉપયોગથી કલાકો સુધીની લાંબી ચાલતી મીઠાઈ બનાવવાની પ્રક્રિયાને એક ઓટોમેશન સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ મીઠાઈ મેકિંગ મશીનથી બધી મીઠાઈનો સ્વાદ એકસમાન રહે છે. ઉપરાંત આ મશીન મીઠાઈનો એક જ સરખા શેપ અને સાઈઝ જાળવી રાખે છે.

image source

આ મશીનમાં મીઠાઈની શેપિંગ, કટિંગ, રાઉન્ડિંગ, વગેરે ઓટોમેટિક એક જ સરખું થઈ જાય છે અને આ પ્રક્રિયા દ્વારા લગભગ એક કલાકમાં જ ૨૮૦૦ થી ૩૦૦૦ પીસીસ આ મશીન દ્વારા મળી જાય છે. આ ઓટોમેટિક મીઠાઈ મેકિંગ મશીનમાં પેંડા, બરફી, કાજુ કતરી અને કોપરાપાક જેવી ઘણી મીઠાઈઓ બનાવી શકાય છે.

image source

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી હેઠળ ૧.૫૦ લાખની મદદ મળી.

આ મશીનની ખાસિયત એ છે કે તે ખૂબ જ નજીવા વીજ પાવર સપ્લાય પર ચાલે છે. ઉપરાંત આ મશીનની મદદથી મીઠાઈના દરેક પીસ એકસરખી સાઈઝ અને વજનના મળે છે અને તેની ગણતરી આપોઆપ થઈ જાય છે.

image source

તાજેતરમાં આ મશીન ગોંડલના બીએપીએસ મંદિરના ભોજન વિભાગમાં પ્રાથમિક અમલીકરણ માટે મુકવામાં આવ્યું છે. વડોદરાના આ એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટીના સપોર્ટથી આ સ્ટાર્ટઅપને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી હેઠળ રૂપિયા ૧.૫૦ લાખની સહાય મળી છે.

image source

ઓટોમેટિક મીઠાઈ મેકિંગ મશીનની ખાસિયતો:

-આ મશીન ઓછા ઇલેક્ટ્રિક પાવરનો ઉપયોગ કરે છે.

-આ મશીન કાર્યક્ષમ છે અને ખૂબ ઝડપથી કામ કરે છે.

image source

-આ મશીનથી મીઠાઈ બનાવવાથી મીઠાઈનો સ્વાદ, આકાર, વજન અને ગુણવતાને એકસમાન જાળવી રાખે છે.

– આ મશીનની રચના ખૂબ સરળ છે અને એડજસ્ટેબલ બનાવવામાં આવ્યું છે.

-મોટાભાગે ઓટોમેટિક મશીનની સાફ સફાઈ ખૂબ મુશ્કેલ હોય છે પણ આ મીઠાઈ મેકિંગ મશીનની સાફ સફાઈ ખૂબ જ સરળ બનાવવામાં આવી છે.

image source

આ મશીનનો વિચાર કેવીરીતે આવ્યો અને ક્યારથી શરૂઆત કરી?

કોલેજ દરમિયાન ત્રણે મિત્રોને ઘણીવાર સામાજિક કે ધાર્મિક સ્થળોએ ભોજન માટે જવાનું થતું તો તે જગ્યાએ આવી સંસ્થાઓના ભોજનલયોમાં બનતી મીઠાઈઓના અલગ-અલગ શેપ અને વજનને કારણે ઘણી તકલીફ પડતી જોવા મળી હતી.

તો તે સમયે આવા મશીનનો વિચાર આવ્યો હતો. ત્યાર પછી કોલેજ દરમિયાન રિસર્ચ કરીને આ મશીનનું કામ શરૂ કર્યું છે. જેનું હાલમાં પ્રાથમિક અમલીકરણ ગોંડલના બીએપીએસ મંદિરના ભોજનાલયમાં કરવામાં આવી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ