સ્વાસ્થ્ય લાભોથી ભરપુર છે કમળ કાકડીનું સેવન ! ઘણીબધી બિમારીઓથી શરીરને દૂર રાખે છે !

કમળનો સામાન્ય રીતે ઉપયોગ આપણે ભગવાનને ચડાવવા માટે કરતાં હોય છે. કમળ એ લક્ષ્મીજીને ચડાવવામાં આવે છે કહેવાય છે કમળનું ફુલ લક્ષ્મીજીને ચડાવવાથી તે તેના ભક્ત પર પ્રસન્ન રહે છે. પણ કમળના ફુલ જેટલુ જ અથવા તેના કરતાં પણ વધારે લાભપ્રદ તેના મૂળ છે.

કમળ કાકડી એટલે આપણે જે રેગ્યુલર કાકડી ખાઈએ છીએ તેવી કાકડી નહીં પણ જે કમળનું ફુલ હોય છે તેના મૂળને કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ખાવામાં પણ કવરામાં આવે છે અને તેના અગણિત સ્વાસ્થ્ય લાભો પણ છે. તે ખુબ ટેસ્ટી હોવાથી ઘણા લોકોને તે ભાવતી હોય છે પણ તેની સાથે સાથે તે આપણા શરીરને પણ ઘણા લાભો પહોંચાડે છે. તો ચાલો જાણીએ કમળ કાકડીના સ્વાસ્થ્ય લાભો વિષે.

વજન ઘટાડવામાં ઉપયોગી

કમળ કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં રેશા એટલે કે ફાયબર હોય છે જે શરીરની પાચન શક્તિને ગતિમાન બનાવે છે આ ઉપરાંત તે શરીરમાંની શર્કરા તેમજ કોલેસ્ટ્રોલના લેવલને પણ નીચુ લાવે છે અને આ રીતે તે શરીરનું વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે.

મગજ તેજ રાખે છે

કમળ કાકડી તમારા મગજ માટે ખુબ જ ફાયદાકારક છે. જો તમે કમળ કાકડીનું નિયમિત સેવન કરો તો તેનાથી તમારા મગજની ક્ષમતા વધે છે ઉપરાંત તમને માનસિકતાણ, માથાનો દુખાવો કે પછી નિરસતા નથી લાગતા.

રક્ત સંચાર વધારે છે

શરીરના આંતરિક અંગોમાં ઓક્સિજનનું પ્રમાણ વધારીને તે તમારા લોહીનો સંચાર ગતિમાન બનાવે છે. અને આમ થવાથી તમારું શરીર સ્ફુર્તિલુ રહે છે અને ઉર્જામય રહે છે.

લિવરને સ્વસ્થ રાખે છે

કમળના મૂળિયા કે જેને કમળ કાકડી કહેવામાં આવે છે તેમાં એક દ્રવ્ય રહેલું હોય છે જેને કંડેનસ ટેનિંગ કહેવાય છે જે આપણા લિવર માટે ખુબ જ ફાયદાકારક હોય છે.

પથરીની સમસ્યા દૂર કરે છે

આજે ઘણા બધા લોકોને પથરીની એકધારી સમસ્યા સતાવ્યા કરે છે જો તમે પણ તેમાના હોવ અથવા તમારી આસપાસ કોઈ વ્યક્તિ પથરીથી પિડાતી હોય તો તેની આ સમસ્યા કમળ કાકડીના સેવનથી દૂર થઈ શકે છે.

ખનીજ તત્ત્વોથી ભરપૂર છે

કમળ કાકડીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી6, થાઈમીન, ઝિંક, આયર્ન વિગેરે ખનીજતત્ત્વો હોય છે જે સામાન્ય રીતે અન્ય શાકભાજીઓમાં એક સાથે નથી મળી શકતાં તો તમારે આ બધા જ ખનીજ તત્ત્વોને મેળવવા માટે અઠવાડિયામાં કમસે કમ એક-બે વાર કમળકાકડીનું શાક કે પછી તેમાંથી બનેલી વાનગી ખાવી જોઈએ.

કમળ કાકડીમાં ઇથેનોલનો અર્ક હોય છે જે આજે ઘણા બધા લોકો કમરના દુખાવા, સાંધાના દુખાવા વિગેરેથી પરેશાન રહ્યા કરે છે તો તેને દૂર કરવા માટે પણ તમારે તમારા ખોરાકમાં કમળ કાકડીનો સમાવેશ કરવો જોઈએ.

સૂચનાઃ કમળ કાકડીને કાચી ન ખાવી જોઈ તેમજ તમે તેનો સમાવેશ તમારા ખોરાકમાં કરો તે પહેલાં તમારે તેનો એકવાર પ્રયોગ કરીને તેનાથી તમારા શરીરને કોઈ એલર્જી નથી થતી તે ચેક કરી લેવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ