જલ્સા કરોને જેંતીલાલ

સ્વરા ભાસ્કર સાથે સેલ્ફી લેવાને બહાને યુવાને બનાવ્યો વિડીઓ…

રાજનીતિ અને ભારતીય લોકતંત્ર વિશે તે સતત પોતાના મંતવ્યો આપતી રહેતી હોવાને લીધે સ્વરા ભાસ્કર રહે છે સમાચારોમાં… તેનો એક ૩ સેકન્ડનો વીડિયો થયો છે વાઈરલ. જુઓ શું હતી તેની પ્રતિક્રિયા…

સ્વરા ભાસ્કર, માત્ર ૩ જ સેકન્ડના વીડિયોને લઈને થઈ છે સોશિયલ મીડિયા પર ટ્રોલ…

પ્રેમ રતન ધન પાયો, તનુ વેડ્સ મનુ સિરિઝ અને વીરે દિ વેડિંગ્સ જેવી હિટ ફિલ્મો પછી જેનું નામ લાઈમ લાઈટમાં આવતું થયું છે તેવી મોડેલ ટર્ન એક્ટર સ્વરા ભાસ્કર એક યા બીજી રીતે સોશિયલ મીડિયામાં ટ્રોલ થતી રહે છે. તેની બોલ્ડ અને એનર્જેટિક પર્સનાલીટી તેને વધુ આક્રમક બનાવે છે.

તેની આજ ખાસિયતને લઈને તે હાલમાં ચાલતી લોકસભા ચૂંટણી – ૨૦૧૯ દરમિયાન રાજનૈતિક નેતાઓ વિશેના પોતાના મંતવ્યો રજૂ કરી રહી છે અને અનેક જગ્યાએ પ્રસાર પ્રચાર કરતી પણ નજરે આવી રહી છે.

તેણે થોડા સમય પહેલાં જ ભોપાલથી લોકસભાની સીટ પરથી લડી રહેલા સાધ્વી પ્રજ્ઞા વિશે આપત્તિ જનક બયાન આપ્યું હતું. તેણીએ કહ્યું હતું કે તેઓ પોલિટિક્સ અને ક્રાઈમનું મિક્સચર છે! તેમણે વધુમાં કહ્યું કે આ કોઈ પોકેટમારી જેવો ગુન્હો નથી.

દેશના ટૂકડે ટૂકડા કરી દેવા જેવી ગંભીર બાબત છે. આપને જણાવીએ સ્વરા ભાસ્કર દિલ્હીની રહેવાસી છે અને તેણે તેનું ગ્રેજુએશન જે.એન.યુ.માંથી પૂરું કર્યું છે.

તેણી છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી (આપ) પૂર્વ દિલ્હીના ઉમેદવાર, આતિશી માર્લેના અને દક્ષિણ દિલ્હીના ઉમેદવાર રાઘવ ચઢા તથા ઉત્તર પૂર્વ દિલ્હીના ઉમેદવાર દિલીપ પાંડે માટે પણ પ્રચાર કરી રહી છે.

આ ઉમેદવારો ઉપરાંત સ્વરાએ રાજસ્થાનના સિકરમાંથી ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સિસ્ટ) ઉમેદવાર અમરા રામ, અને ભારતના કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર કાનહિયા કુમાર, બિહારના બેગસુરાઈને પણ ટેકો આપ્યો હતો.

સ્વરા સાથે એન.ડી.ટી.વી.ના પત્રકારે જ્યારે વાત કરી ત્યારે તેણે સ્પસ્ટ જણાવ્યું કે ભારતીય લોકશાહી અને તેની કાનૂનીતંત્રમાં વિશ્વાસ કરે છે. અને તેનું સન્માન થવું જોઈએ. તેણે કહ્યું કે તે છેલ્લાં પ વર્ષથી કોન્સિટ્યુશન સામે અન્યાય થતો જુએ છે.

તેને પત્રકારે જ્યારે પૂછ્યું કે તે કોઈ વિપક્ષ સાથે જોડાઈ છે ખરી? ત્યારે તેણે સાફ ઇન્કાર કરીને કહ્યું કે કોઈ એક પાર્ટીને સમર્થન નથી આપી રહી. તે યોગ્ય ઉમેદવારને ટેકો આપે છે.

છેલ્લે તેણે રાહુલ ગાંધી અને દિગ્વિજય સિંહના પણ વખાણ કરીને તેમને યોગ્ય ઉમેદવાર કહ્યા હતા. તેણે કહ્યું કે ભોપાલ માટે દિગ્વિજય સિંહ જ યોગ્ય છે. અહીંના મૂળના છે અને તેમણે અહીં વિકાસનું સારું કામ કર્યું છે.

ચૂંટણી વિશેનું મંતવ્ય પૂછતાં તે કહે છે કે સમજી, વિચારીને તમારા પસંગીદા ઉમેદવારને જ ચૂંટો જે વિકાસનું કામ કરી રહ્યા હોય.

તેની આ રીતે વિવિધ જગ્યાઓ પર વિપક્ષની રેલીમાં જોવા મળતી હાજરીને લીધે સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલ થઈ રહી છે. તેના ફેન્સ તેની મશ્કરી કરવામાં કંઈજ બાકી નથી રાખી રહ્યા ત્યારે ગત સાંજે એક એવો વીડિયો વાઈરલ થયો જે છે માત્ર ૩થી ૬ સેકન્ડનો પરંતુ તેણે ટ્વીટર પર ધૂમ મચાવી મૂકી છે. લોકો તેને ખૂબ જોઈ રહ્યાં છે.

તેમાં એક યુવાન તેને સેલ્ફી લેવા માટે નજીક આવવા કહે છે અને તે સમયે જ્યારે તે પોઝ આપી રહી હોય છે ત્યારે તે યુવાન ઝડપથી બોલી દે છે કે આયેગા તો મોદી હી!!

આ ટ્વીટર હોલ્ડરે એપિક બેઈઝતી લખીને તેનો વીડિયો શેર કર્યો છે. જેમાં સ્વરા ભાસ્કરના ઓફિશિયલ પ્રોફાઈલને ટેગ પણ કર્યું છે. જેમાં અનેક લોકોની કોમેન્ટ્સ આવતાં વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો વિશે સ્વરાએ પણ પોતાના બીન્દાસ અંદાજમાં પ્રતિક્રિયા આપી છે.

તેણે લખ્યું છે કે “મને એક વ્યક્તિ એરપોર્ટ પર સેલ્ફિ માટે પૂછે છે; હું એવી ફરિયાદ કર્યા વિના તેનું માન રાખીને ના નથી પાડતી. આ રીતે રાજકારણના અંધભક્ત યુવકો આ રીતે સ્નીકી વિડિયો લઈ લે છે. જે એક પ્રકારે ચાલાકી અને છેડખાની છે. અંધભક્તોનો આ જ ટ્રેડમાર્ક છે. હું નિરાશ છું. આ લોકોને તેમના જીવનમાં આવું કરીને આનંદ મળતો હશે.” આ સ્પસ્ટ્તા કરવા તેણે તે વીડિયોને ટ્વીટર પર શેર કરીને લખ્યું હતું.

આ ત્યારે થયું જ્યારે સ્વરા ભાસ્કર ચૂંટણી પ્રચાર અર્થે ભોપાલ પહોંચી હતી. જ્યાં તેમને યુવાનો સાથે વાત કરવાની હતી.


અગાઉના તેમના ઉશ્કેરણીજનક બયાનોને ધ્યાનમાં રાખીને તે સમયે એક યુવકે તેના ફેન તરીકે સેલ્ફી લેવાની માંગણી કરી અને અમુક જ સેકન્ડનો વીડિયો બનાવી મૂક્યો હતો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version