અભિનેત્રી સની લિયોની અને કરીના કપૂરનો ડિઝાઈનર પુરુષમાંથી બની ગયો યુવતી, હવે બધા કહે છે સાયશા મેમ

વિદેશની જેમ ભારતમાં પણ હવે લિંગ ચેન્જ કરાવાનો ટ્રેન્ડ બહુ ઝડપથી વધી રહ્યો છે. એમાં પણ જો વાત કરીએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાંથી તો અવાર નવાર લિંગ ચેન્જ કરાવ્યુ હોવાના અહેવાલ આવતા હોય છે. આ વખતે બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર અને સની લિયોની જેવા મોટા સેલેબ્સના ફે્શન ડિઝાઈનર સ્વપ્નિલ શિંદે લિંગ ચેન્જ કરાવતા હાલ ચર્ચાનો વિષય બન્યો છે. બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને સની લિયોન જેવા મોટા સેલેબ્સના ફેશન ડિઝાઇનર સ્વપ્નીલ શિંદે અચાનક જ ચર્ચામાં આવ્યો છે. હેડલાઇન્સમાં તેના આવવાનું કારણ તે હવે પુરુષ નથી રહ્યો. તેણે સોશિયલ મીડિયા પર પોતાને ટ્રાન્સવુમન હોવાનું જાહેર કર્યું છે. સ્વપ્નીલ શિંદે તેના સોશિયલ મીડિયા પર ટ્રાંસજેન્ડર બનવાની ઘોષણા કરીને બધાને દંગ કરી દીધા છે.

image source

આટલું જ નહીં સ્વપ્નિલ શિંદે તેમના શારીરિક પરિવર્તન પછી તેમનું નામ પણ બદલ્યું છે. છોકરાથી છોકરી બની ગયેલા સ્વપ્નિલ શિંદે પોતાનું નવું નામ સાયશા શિંદે રાખ્યું છે. એક તસવીર શેર કરતી વખતે તેણે આ પરિવર્તન વિશે માહિતી આપી છે. જેની સાથે તેણે એક નોટ પણ લખી છે.

તસવીરમાં સ્વપ્નિલ શિંદે ખૂબ જ સુંદર છોકરી જેવો દેખાઈ રહ્યો છે. તેની સાથે શેર કરેલી નોટમાં તેણે કહ્યું હતું કે તેણે તેની જાતિયતાને લઈને અનેક ત્રાસ સહન કર્યા છે. આ નોટના કેપ્શનમાં, સ્ટાઈલિસ્ટ, તેના નામ સાયશાના અર્થનો ખુલાસો કરતા લખે છે, ‘સાયશા એટલે એક સાર્થક જીવન. મારો પ્લાન મારા જીવનને સાર્થક બનાવવાનો છે. આ પછી, સ્વપ્નિલ શિંદેએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ખુશી વ્યક્ત કરી છે, જેમાં કહ્યું છે કે હવે લોકો તેને મેમ કહીને કેવી રીતે સંબોધન કરશે. આ વાંચીને તમે સમજી શકશો કે આ ક્ષણ તેમના માટે કેટલી વિશેષ હશે.

સાયશાએ તેની નોટમાં લખ્યું કે, ‘મેં મારા ઘણા વર્ષો પોતાને વિશે વિચારીને ગાળ્યા કારણ કે હું પુરુષો પ્રત્યે આકર્ષાયો હતો. પરંતુ 6 વર્ષ પહેલાં, મને મારા વિશે ખબર પડી કે હું ગે નથી, પણ ટ્રાન્સવુમન છું. ત્યારે મેં આ સત્યને જાતે સ્વીકાર્યું. હવે હું તમને કહેવા માંગુ છું કે હું કોઈ ગે માણસ નથી, હું ટ્રાંસવુમન છું.

image source

ઉલ્લેખનીય છે કે સાયશા ઉર્ફે સ્વપ્નિલ શિંદેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધા માનથી ઓળખે છે. તેણે પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહોમાં શ્રદ્ધાના દરેક ડ્રેસ ડિઝાઇન કર્યા હતા. તે કરીના કપૂરનો નિયમિત ફેશન ડિઝાઇનર છે. આઇકા ફિલ્મ ફેસ્ટવલ માટે દીપિકાના કપડાં તેણે જ ડિઝાઇન કર્યા હતા. તેમજ હાલ રિલીઝ થયેલી લક્ષ્મી બોમ્બના કિયારાના એક ગીતના પોશાક તેણે ડિઝાઇન કર્યા હતા. સ્વપ્નિલને ધીરે ધીરે સમજ પડી ગઇ કે તેનામાં મહિલાઓના ગુણ છે. પછી એક બુધવારે તેણે પોતાની નવી ઓળખ કરી લીધી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!