સ્વાઈન ફ્લ્યુથી બચવા માટે તમારી આસપાસ રહેલ આ વસ્તુઓનો કરો ઉપયોગ…

શિયાળો એની માઝા મૂકીને જામ્યો છે ત્યારે શરદી અને તાવ જેવા સામાન્ય રોગ સિવાય આ સીઝનમાં સ્વાઇન ફ્લૂ અને તેના જેવા બીજા ઘણાં ગંભીર રોગોનો ભય રહે છે. જો તમે આવી આપત્તી જનક સ્થિતિને ટાળવા માંગો છો, તો આ ૧૦ સુપર ઔષધિય ખાદ્ય પદાથો ખોરાકમાં લેવાથી તમને જરૂરથી મદદરૂપ થઈ શકે છે. સ્વાઈન ફલૂ જેવા વાઈરલ તાવ સામે રોગપ્રતિકારક શક્તિ મેળવવા આ વસ્તુઓ જે તમારા રસોડાંમાં જ સરળતાથી મળી જશે. જેને દરરોજ ખાવાથી ટાળી શકાય અનેક બીમારીઓ અને ભયજનક રોગ.

એલચી, તુલસી અને કપૂરનું મિશ્રણ

સ્વાઇનને ટાળવા માટે, એલચી, તુલસી અને કપૂરની ટૂકડીઓ સમાન પ્રમાણમાં લઈને તેને પીસી લો. આ મિશ્રણને દિવસમાં ૪થી ૫ વખત સુંઘવું જોઈએ. તેની સુગંધથી સ્વાઇન ફ્લૂ ટાળી શકાય છે. આ હોમ મેડ રેસિપિ તદ્દન અસરકારક છે.

લીમડો

એવું કહેવાય છે કે લીમડાના પાંદડા ખાવાથી શરીરમાં ભ્રમણ કરતું લોહી સાફ થાય છે. તેનામાં રહેલ ઔષદિય તત્વોને લીધે લોહીનું શુદ્ધિકરણ થાય છે. આ બાબત સૌ જાણે છે. જો તમે સ્વાઇન ફ્લૂ કે તેના જેવા વાઈરલ તાવને ટાળવા માંગતા હો, તો પછી લીમડાના 4-5 પાંદડા તોડીને તેને ધોઈને તાજા ચાવીને ખાઈ જાવ.

લીંબુનું પાણી

લીંબુના ફાયદા કોઈથી છુપાયેલ નથી. લીંબુ પાણી અને રસની અકસીર ટીપ્સને લીધે આપણાં શરીરને સ્વસ્થ રાખવા મદદરૂપ નિવડે છે. સ્વાઇન ઇન્ફેક્શન સામે રક્ષણ આપવા માટે તેમાં વિટામિન સી ખૂબ જ મહત્વપૂર્ણ છે જે લીંબુમાં ભરપૂર માત્રામાં આવેલ છે. દરરોજ સવારે, એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ પીવાથી સ્વાઇન ફ્લૂ ટાળી શકાય છે.

કપૂરઃ

જો તમે સ્વાઇન ફ્લૂને ટાળવા માટે વધુ સૂચનો અને દવાઓ ખાવા નથી માંગતા, તો પછી એક જ વસ્તુ એવી ખાઓ કે જેનાથી તમને રાહત મળેસ. હા, બટાકા કે કેળાં સાથે મિશ્ર કરીને કપૂરનો એક નાનો ટુકડો ખાઈ શકાય છે, અને પછી જુઓ, સ્વાઇન ફ્લૂ જેવા રોગ પણ તમને સ્પર્શે નહીં. મહિનામાં એકવાર ખાઓ તો પણ રોગ સામે રક્ષણ માટે તે પૂરતું છે.

cof

હળદર

હળદરને રસોડાંનો ડોક્ટર કહેવાય છે છતાં જો હજી તમારે હળદરના ઘણા લાભો જાણવાની જરૂર હોય તો આપને જણાવીએ કે હળદર તમારા શરીરને સ્વાઇન ફ્લૂ સામે લડવાની ક્ષમતા આપે છે. આમાં, ક્યુકૂમિન સ્વાઇન ફ્લૂ સામે રક્ષણમાં અસરકારક જોવા મળે છે.

આમળાં

જેને પણ ત્વચા સુંદર રાખવી હોય અને વાળ ઘાટા કરવા હોય એમણે કોઈપણ સ્વરૂપે આમળાં ખાવા જોઈએ. આ સાથે સ્વાઇન ફ્લૂ જેવા ખતરનાક રોગ સામે પણ તે રક્ષણ આપે છે. તેમાં રહેલાં વિટામિન સી શરીરને ઘણા રોગોથી બચાવવા માટે સક્ષમ છે.

કુંવારપાઠુંનો રસ

એલોવેરા એટલે કે કુંવારપાઠુંનો રસ પેટના રોગો અને આંખોના તેજ માટે ખૂબ ફાયદાકારક છે. તેવી જ રીતે તમે સ્વાઇન ફ્લૂની બીમારીથ બચવા માટે તેના નિયમિત સેવનથી પણ ટાળી શકો છો. તેનો રસ પીવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

હળદરવાળું દૂધ

શરીરમાં થતી નાની મોટી ઇજાઓ અથવા હાડકાંની પીડા માટે દૂધ સૌથી વધુ અસરકારક નુસ્ખો છે. પરંતુ શું તમે જાણો છો કે હળદર એક ગ્લાસ તમને સ્વાઇન ફ્લૂમાંથી બચાવી શકે છે? દુધમાં રહેલ કેલ્શિયમ અને રોગ સામે રક્ષણ આપવાની શક્તિ સાથે હળદરના સદગુણો ભળવાથી તથા ગરમ ગરમ પીવાથી સ્વાસ્થ્યમાં ખૂબ જ સારો ફરક પડે છે.

લસણની કળીઓ

રોજિંદા પેટમાં લસણની 2 કળીઓ ગળીને પહોંચી જવી જોઈએ. ચાવીને ખાવી જોઈએ નહીં. પછી જુઓ, સ્વાઈન ફલૂ, તો શું અન્ય કોઈપણ રોગો તમને હેરાન કરશે નહીં. લસણ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.