જલ્સા કરોને જેંતીલાલ

સ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી લો તમારી પ્રકૃતિ વિશે તમે પણ

જાણો તમારી પ્રકૃતિ માણો સ્વસ્થ જીવનશૈલી

શું તમે જાણો છો એક જ પરિસ્થિતિમાં અલગ અલગ વ્યક્તિ અલગ અલગ નિર્ણય શા માટે લે છે ? એની પાછળ વ્યક્તિના અનુભવ સિવાય વ્યક્તિ ની બીજી મહત્વની વાત એટલે એ વ્યક્તિની પ્રકૃતિ. શું તમને તમારી પ્રકૃતિ ખબર છે ? જેવી રીતે જેનેટિક સાયન્સ એટલે આનુવંશિકતા વિજ્ઞાન વિકસિત થઇ રહ્યું છે એવું જ જ્ઞાન આપણા પહેલાના આચાર્યોને હતું અને તેમણે માણસની આનુવંશિકતા નું નામ પ્રકૃતિ આપ્યું હતું, અને આ પ્રકૃતિને તેમણે વાત પિત્ત અને કફ એવી ત્રણ અલગ અલગ પ્રકાર માં વર્ગીકરણ કર્યું હતું. મનુષ્યની પ્રકૃતિ તેના ગર્ભમાં જ નિશ્ચિત થાય છે અને મૃત્યુ પર્યંત તેની સાથે જ રહે છે એટલે સરળ ભાષામાં કહીએ તો પ્રકૃતિ એટલે મનુષ્યનુ શારીરીક સ્વભાવ

image source

હવે પ્રકૃતિ એટલે શું એ સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ . એક મારુતિ અલ્ટો ગાડીમાં વ્યક્તિ અમદાવાદના રસ્તેથી જઈ રહી હતી . તેણે lockdown કારણે હેરાન થયેલા ત્રણ લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે મદદ કરી અને પ્રવાસ કરતા કરતા ગાડી જોરથી એક ખાડામાં અથડાય છે . અંદર રહેલા બધા પ્રવાસીઓ ઉપરથી નીચે સુધી હલી જાય છે. ગાડી ના માલિક ની બાજુમાં બેઠેલી વ્યક્તિ થોડી ગભરાઈ જાય છે અને ઉતાવળથી ગાડી ના માલિક ને કહે છે કે તમે જરા સંભાળીને ચલાવો, આમ ખાડો આવે તો ધ્યાન રાખો. ગાડી ભલે ધીમી ચલાવશો તો ચાલશે પણ તમે જરા ધ્યાન રાખજો.

image source

આપણું એકસીડંટ થશે, શું થશે એક કામ કરો હું જ ઉતરી જાવ . ના પણ આ પછી બીજો કોઈ સવારી નહીં મળે .પણ તમે ગાડી ચલાવતા વખતે ધ્યાન રાખો આમ સતત પાંચ મિનિટ સુધી બબડ્યા કરે છે . એમનું પતે છે ત્યાં પરસેવે રેબઝેબ થઈ બીજો વ્યક્તિ પહેલા તો રસ્તામાં ખાડા હોવાથી સરકારનો ઉધ્ધાર કરે છે , અને કહે છે આટલો ટેક્સ ભર્યા પછી પણ આવા રસ્તા…. ભ્રષ્ટાચાર એ તો માઝા મૂકી છે !! એના પછી મારુતિ અલ્ટો નો વારો કે આવી ગાડી બનાવાય આવા ખરાબ Shock absorber અને છેલ્લે ગાડીવાળા ભાઈનું પણ આવી બન્યું કે ભાઈ તમે જોઈને ગાડી ચલાવો આંખ આપી છે તો જરા વાપરો…

image source

આમ બે-પાંચ મિનિટ જેવું ગુસ્સાથી બોલી ને પછી શાંત થઈ જાય છે . આ બંનેને ત્રીજો વ્યક્તિ શાંતિથી જોતો હોય છે અને પછી ગાડી ચલાવવાવાળા ભાઈને કહે છે કહે છે કે ભાઈ! જરા ધીરે ગાડી ચલાવજે આપણને કોઈ‌‌ ઘાઈ નથી. આમ કહીને પાછો પોતાનું પુસ્તક વાંચવા લાગે છે આ પ્રસંગ પરથી આપણને એવું લાગે છે કે , પહેલા અને બીજા માણસ નો ગુસ્સો આવે અને ત્રીજા માણસ પ્રત્યે સહાનુભૂતિ નિર્માણ થાય છે .

image source

પણ પેલા વાહન ચલાવવા વાળા ભાઈને ત્રણેયનો ગુસ્સો પણ ના આવ્યો કે સહાનુભૂતિ પણ નિર્માણ ન થઈ કારણ વાહન ચલાવવાવાળા ભાઈ એ આયુર્વેદિક વૈદ્ય હતા તેમને ખબર હતી કે‌‌ પહેલો માણસ તે વાત પ્રકૃતિનું બીજો વ્યક્તિ એ પિત્તપ્રકૃતિ નો અને ત્રીજો એ કફ પ્રકૃતિનો છે આમ માણસ સાથે વર્તન નો પ્રશ્ન હોય કે પછી રસોડાના વઘારનું માણસની પ્રકૃતિ જાણીએ તો તેનું માનસ તથા શારીરિક શાસ્ત્ર સમજી શકીએ જેમકે વાત પ્રકૃતિના માણસને તેલ તજ અને જીરાનો વઘાર પિત્ત પ્રકૃતિના વ્યક્તિને ઘી ધાણા જીરાનો વઘાર અને કફ પ્રકૃતિના માનવને તેલ હિંગ અને રાઈ નો વઘાર કરી એ તો તેમના સ્વાસ્થ્યનું રક્ષણ કરવામાં મદદરૂપ થઈ શકીએ . પોતાની, પોતાના કુટુંબીજનો અને સાથે કામ કરવાવાળાની પ્રકૃતિ જાણો અને તેની સાથે સ્વાસ્થ્ય પૂર્વક આનંદી જીવન જીવો.

તમારી પ્રકૃતિ જાણવા માટે નજીકના વૈદ્ય નો સંપર્ક કરો અથવા તો આપણા આવતા લેખ ની રાહ જુઓ

ધન્યવાદ જય હિન્દ!! આપનો કલ્યાણમિત્ર,

વૈદ્ય ચિંતન સાંગાણી

એમ.ડી આયુર્વેદ (મુંબઈ).

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version