સ્વસ્થ રહેવા માટે આયુર્વેદના ઘરગથ્થું દસ ઉપાય

જો તમે તમારા રૂટિનમાં આ દસ વસ્તુઓનો સમાવેશ કરશો તો તમને કોઈ પણ જાતની બિમારી કે રોગ અડી પણ નહીં શકે. હૃદય રોગ, શુગર – ડાયાબીટીસ, સાંધાની પીડા, કેન્સર, કિડની, લીવર વિગેરેના રોગ તમારાથી દૂર ભાગશે. એવી અસરદાર વસ્તુઓ છે આ. ચાલો જાણીએ તે વિષે વિગતે.

  1. આંબળા :

કોઈ પણ સ્વરૂપે આંબળા થોડા પ્રમાણમાં રોજ ખાવાથી આજીવન હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ, નેત્રરોગ, ત્વચાના રોગો તેમજ ગંભીર બિમારીઓ તમારાથી દૂર રહેશે અને તેની સાથે સાથે તમારો ચહેરો કાન્તિમય અને વાળ સ્વસ્થ રહેશે અને તમે વર્ષો સુધી જુવાનીનો અનુભવ કરશો. આંબળાના સેવનથી માણસ 100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવી શકે છે. તેનું નિયમિત સેવન અમૃત સમાન છે.

  1. મેથી :

મેથીના દાણા જાડા વાટી લેવા, એક ચમચી એક ગ્લાસ પાણીમાં ઉકાળી રોજ પીવાથી, ડાયાબીટીસ, સાંધાના દુઃખાવા વિગેરેથી મુક્તિ મળે છે. તેમાં મીઠું, કે ખાંડ કશું જ નાખવું નહીં તેને તેમજ પી લેવું. તેનાથી શરીરમાં રહેલી રક્ત શર્કરા કંટ્રોલમાં રહેશે અને પેટ પણ સ્વસ્થ રહેશે.

  1. છાશ :

તેજ અને ઓજસ તેમજ વિર્ય વધારે છે છાશનું નિયમિત સેવન. સવારે અને બપેરે ભોજનની સાથે નિયમિત છાશ પીવાથી શરીરને પુષ્કળ લાભ થાય છે. ભોજનમાં પાણીની જગ્યાએ છાશ પીવાથી તે ખુબ જ લાભપ્રદ રહે છે.

  1. નાની હરડે :

 

જમ્યા બાદ એક નાની હરડે દાતમાં દબાવી રાખવાથી તેનો રસ પેટમાં ધીમે ધીમે જવા દો. તે નરમ પડી જાય એટલે તેને ગળી જવી. તેનાથી વાળ ક્યારેય સફેદ નથી થતા, દાંત આજીવન રોગહિન રહેશે, પેટ પણ હંમેશા નિરોગી રહેશે. કહેવાય છે કે બધા જ રોગની શરૂઆત પેટથી જ થાય છે પણ આ જણાવેલા પ્રયોગને નિયમિત કરવામાં આવશેતો તમે આજીવન સ્વસ્થ રહેશો.

  1. તજ અને મધ :

ચપટી તજનો પાવડર અને મધને એક સાથે દિવસમાં એક કે બે વાર લેવાથી અસ્થમાં, શરદી, ઉધરસ, હૃદયરોગ સાંધાના દુઃખાવા, યુરિક એસિડ વિગેરેમાં રાહત મળે છે.

  1. નાકમાં તેલ

રાત્રે સુતી વખતે નાકમાં તેલ, બદામ રોગન કે પછી દેશી ગાયના ઘીના અથવા સરસિયાના તેલના પાંચ-પાંચ ટીપાં નાખવાથી મગજ તાજુમાજુ રહે છે અને માઇગ્રેન જેવા ગંભીર રોગથી બચી શકાય છે.

  1. કાનમાં તેલ

ઠંડીમાં હળવું ગરમ અને ગરમીમાં સાદુ સરસિયાનું તેલ કાનમાં બે-ત્રણ ટીપાં નાખવાથી કાનના રોગ નથી થતાં અને કાન આજીવન સ્વસ્થ રહે છે.

  1. લસણની કળીઓઃ

 

રાત્રીના ભોજન સાથે બે કળી લસણ ખાવાથી યુરિક એસિડ, હૃદય રોગ, સાંધાના દુઃખાવા, કેન્સર વિગેરે જોખમી બિમારીઓ દૂર થાય છે.

  1. તુલસી અને મરી :

રોજ સવારે તુલસીના પાન અને પાંચ કાળા મરી ખાવાથી શરદી, ઉધરસ, તાવ, શ્વાસના રોગો તેમજ અસ્થમા નથી થતાં અને નાક પણ સ્વસ્થ રહેશે.

  1. સૂંઠ :

સામાન્ય તાવ, ફ્લૂ, શરદી અને કફથી બચવા માટે અરધી ચમચી સૂંઠ અને થોડોક ગોળ એક ગ્લાસ પાણીમાં નાખી. તેને પાણી અરધું રહે ત્યાં સુધી ઉકાળી પછી હુંફાળુ ગરમ થાય ત્યારે પીવું. સૂંઠ ના હોય તો તમે આદુનો ઉપયોગ પણ કરી શકો છો. બદલાતી ઋતુ, શરદી તેમજ ચોમાસાની શરૂઆતમાં આ પીણું પીવાથી બિમારીઓથી બચી શકાય છે.

લેખન સંકલન : તૃપ્તિ ત્રિવેદી

સ્વાસ્થ્યને લગતી માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ : ” જલ્સા કરોને જેંતીલાલ”

ટીપ્પણી