જાણો ઈન્ટરનેટની દુનિયાનો અનોખો કિસ્સો, અંત ચુકતા નહિ રહસ્ય છુપાયેલું છે..

આ ઘટના જે યુવાન સાથે બની તે જ યુવાનના શબ્દોમાં સાંભળો આપવીતીઃ

થોડા દિવસો પહેલા ફેસબૂક પર મારી મુલાકાત એક અત્યંત સ્વરૂપવાન મહિલા સાથે થઈ. એનું નામ અહીં આપીને હું એને બદનામ નથી કરવા માંગતો. પણ, મારા માટે તો એ મારા સપનાની રાણી હતી – સપના!

image source

મેં એને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી. થોડા દિવસો પછી એણે મારી રિકવેસ્ટ સ્વીકારી લીધી. અમે ધીમે ધીમે ચેટીંગ કરવાનું શરૂ કર્યું. થોડા સમય પછી અમને લાગ્યું કે અમારા વચ્ચેે એક-બીજા માટે મિત્રતા કરતા વધુ લાગણી હતી.

image source

ગઈકાલે, તેણીએ મને તેના ઘરે બોલાવ્યો અને કહ્યું કે, “મારા પતિ બિઝનેસની ટૂર ઊપર ગયા છે, તમે ઘરે આવવાનું પસંદ કરશો?”

મારા મનમાં હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો છતા સ્વસ્થ મનથી વિચારીને કહ્યું કે જો તારા પતિ પાછા આવી ગયા કે અન્ય કોઈ વ્યક્તિ આવી ગઈ તો?

image source

તેણે નફ્ફટાઈથી જવાબ આપ્યો કે, “એમાં શું! એમ કહી દઈશું કે તુ અર્બનક્લેપમાંથી આવ્યો છે અને તારે બાજુમાં પડેલા કોઈ પણ કપડાથી ઘરની સાફસફાઈ ચાલુ કરી દેવાની! બિન્દાસ! એમેય દિવાળી આવે છે તો મારા પતિને બિલ્કુલ શંકા નહીં પડે”

image source

હું રાજીનો રેડ થઈ ગયો અને ફટાફટ એણે આપેલા એડ્રેસ પર પહોંચી ગયો. ભવ્ય ઘર હતું. ઘર નહીં, બંગલો જ કહીદો. ૩ માળ – દરેક માળ ઓછામાં ઓછો ૩ બેડરૂમ ધરાવતો હશે! હું ખુશ થઈ ગયો!

image source

હું જેવો ઘરમાં પ્રવેશ્યો કે એની અડધી જ મિનિટમાં એનો પતિ પાછો આવી ગયો! – કેવો વિચિત્ર અને દુઃખદ સંયોગ! હું ચૂપ થઈ ગયો અને ઘરની સાફસફાઈ કરવા લાગ્યો. બારી-બારણાં, દિવાલ, પંખા, માળિયા, કબાટ – દરેકે દરેક જગ્યા પતિ અને પત્નીએ ભેગા મળીને મારી પાસે સાફ કરાવી. વચ વચમાં લટકાળી મારી પાસે આવીને નખરાં કરી જતી હતી અને હું ઊત્સાહમાં ને ઊત્સાહમાં બધું જ કામ કરતો રહ્યો!

image source

જ્યારે બધું કામ પતી ગયું ત્યારે પતિ એ પૂછ્યું, “કેટલા દેવાના?”

image source

ત્યાં તો હું કંઈ બોલું તે પહેલા ઓલી ચિબાવલી રૂપાળી બોલી, “કંઈ નહીં, મેં કંપનીને એડવાન્સમાં ચૂકવી દીધા છે!”

ઘરે પાછા ફરતી વખતે આખા એપિસોડ વિશે વિચારતાં સમજાયું કે, “નખરાળી છેતરી ગઈ!” – બહુ કમર દુખે છે બાપલિયા!

image source

ખાસ ધ્યાન રાખશો. દિવાળીમાં સાફસફાઈ વાળા કોઈ સહેલાઈથી મળતા નથી. હું તો છેતરાઈ ગયો, તમે ના છેતરાતા!

– એક દુઃખી ફેસબુકિયો યુવાન!

image source

હા હા હા! જો તમને વાંચીને મજા આવી હોય તો ચોક્કસ શેર કરજો! હોં ને?

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ